Home /News /explained /Russia Ukraine War: રશિયા પર નરસંહારનો આરોપ, શું યુદ્ધ અપરાધના દાયરામાં આવે છે નાગરિકોના મૃત્યુ?

Russia Ukraine War: રશિયા પર નરસંહારનો આરોપ, શું યુદ્ધ અપરાધના દાયરામાં આવે છે નાગરિકોના મૃત્યુ?

યુક્રેનના બૂચા શહેરમાં સેંકડો નાગરિકોના મૃતદેહો (Dead bodies of Civilians) મળવાનો દાવો કરવામાં આવ્યો છે. (Image- Wikimedia Commons)

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન યુક્રેનના બૂચા શહેરમાં સેંકડો નાગરિકોના મૃતદેહો (Dead bodies of Civilians) મળવાનો દાવો કરવામાં આવ્યો છે, જેના માટે રશિયા પર યુદ્ધ અપરાધ (War Crime) અને નરસંહારનો આરોપ મૂકવામાં આવ્યો છે. પરંતુ એક મોટો પ્રશ્ન એ છે કે શું યુદ્ધને કારણે નાગરિકોના મૃત્યુને યુદ્ધ અપરાધ અથવા નરસંહારના દાયરામાં લાવી શકાય છે?

વધુ જુઓ ...
  Russia Ukraine War: રશિયા યુક્રેન યુદ્ધ (Russia Ukraine War)માં જ્યારથી રશિયાએ કેટલાક વિસ્તાર છોડ્યા છે, ત્યાં તેના પર નરસંહાર (Genocide) કરવાના આરોપ લાગી રહ્યા છે. કીવ (Kyiv) પાસે બૂચા શહેરને લઈને પણ એવો જ આરોપ લાગ્યો છે. એવામાં પશ્ચિમી દેશ રશિયા પર નરસંહાર અને યુદ્ધ અપરાધ (War Crime)ના આરોપ લગાવી રહ્યા છે તો રશિયા તેને એક કાવતરું કહી રહ્યું છે. એવામાં આંતરરાષ્ટ્રીય કાયદા અને યુદ્ધ અપરાધ સંબંધી કાયદા શું કહે છે અને તેની શું સીમાઓ છે તે જાણવું પણ જરૂરી છે. નિષ્ણાતોનું કહેવું છે કે આમ તો યુદ્ધ અપરાધ અને નરસંહાર બંનેને લઈને કાયદા છે, પરંતુ તેમાં કેટલીક બાબતો એવી છે જેથી મામલો દેખાય એટલો સરળ નથી રહેતો.

  શું છે કાયદો

  યુદ્ધના અપરાધોને મામલે વર્ષ 1899 અને 1907માં થયેલા હેગ કન્વેન્શન હેઠળ બહુપક્ષીય સંધિઓમાં એવા નિયમ અને કાયદા બનાવવામાં આવ્યા હતા જેનું પાલન યુદ્ધના પક્ષકારો માટે ફરજિયાત હતા. તો નાગરિકો વિરુદ્ધ યુદ્ધના અપરાધની વ્યાખ્યા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના રોમા કાયદાની કલમ 8માં સમાયેલ છે, જે 1949ના જીનીવા કન્વેન્શન પર આધારિત છે.

  આ પણ વાંચો: એ પાંચ મુખ્ય કારણો, જેનાથી રશિયા થયું યુક્રેનથી નારાજ, યુદ્ધ સુધી પહોંચી ગયા બે દેશો

  યુદ્ધ અપરાધનો ફક્ત આરોપ?

  રાજકારણીઓ અને નિરીક્ષકો કહે છે કે યુક્રેનમાં યુદ્ધ અપરાધો કરવામાં આવ્યા છે. કિંગ્સ કોલેજ લંડનના વોર ક્રાઇમ્સ રિસર્ચ ગ્રુપના સહ-નિર્દેશક અને આંતરરાષ્ટ્રીય કાયદાના લેક્ચરર મારિયા વરાકીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ગુનો સંપૂર્ણ રીતે સાબિત ન થાય ત્યાં સુધી આવું ન કહી શકાય. જ્યાં સુધી તેની યોગ્ય રીતે પુષ્ટિ ન થાય ત્યાં સુધી આપણે કથિત યુદ્ધ અપરાધ વિશે જ વાત કરી શકીએ છીએ.

  russia ukraine war
  યુક્રેનના બૂચા શહેરમાં નાગરિકોના મોતને નરસંહાર સાબિત કરવું સરળ કામ નહીં હોય. (Image- Wikimedia Commons)


  જીનીવા કન્વેન્શન અને નાગરિકો પર હુમલો

  વકીલ જીનીવા કન્વેન્શનના ગંભીર ઉલ્લંઘનને યુદ્ધ અપરાધ ગણાવે છે. વરાકી કહે છે કે અમે ઇરાદાપૂર્વક નાગરિકોની હત્યા, ત્રાસ, બળજબરીથી વિસ્થાપન, ભેદભાવ વિના હુમલા વગેરે વિશે વાત કરી રહ્યા છીએ. કારણ કે યુદ્ધનો મૂળભૂત નિયમ એ છે કે નાગરિકોને નિશાન બનાવવામાં આવશે નહીં. આ સંદર્ભમાં કીવમાં શાળા, મેટરનિટી વોર્ડ અથવા મારીયોપુલમાં થિયેટર પરના હુમલા આ કાયદાઓના ઉલ્લંઘનની શ્રેણીમાં આવે છે. વરાકી કહે છે કે છેલ્લા 48 કલાકમાં અમે યુક્રેનના બૂચાની ગલીઓમાં નાગરિકોને પોશાક પહેરેલા જોયા છે અને તેમાંથી કેટલાકને માથાના પાછળના ભાગમાં ગોળી વાગી છે. તેથી આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાની દ્રષ્ટિએ તે અત્યાચાર છે.

  russia ukraine war
  યુદ્ધમાં નાગરિક અને નાગરિક સામાનનો લશ્કરી ઉપયોગ થતો ન હતો તે પણ સાબિત કરવું પડશે. (Image- Wikimedia Commons)


  યુદ્ધ અપરાધના શંકાસ્પદ વિષયો

  પરંતુ યુદ્ધના મોટાભાગના પાસાઓની જેમ, યુદ્ધ અપરાધની વ્યાખ્યામાં શું આવી શકે તે પ્રશ્નાર્થ વિષય છે. આ માટે આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા હેઠળ કોઈપણ પક્ષ કોઈપણ નાગરિક અથવા નાગરિક વસ્તુઓને નિશાન બનાવી શકશે નહીં. કાગળ પર આ સિદ્ધાંતો સ્પષ્ટપણે દૃશ્યમાન છે. પરંતુ તેઓ અર્થઘટન માટે ખુલ્લા છે, જેમકે જો કોઈ નાગરિક વસ્તુનો ઉપયોગ લશ્કરી હેતુઓ માટે કરવામાં આવે છે તો તેનો અર્થ બદલાઈ શકે છે. વરાકીએ કહ્યું, ‘હું તમને એક શોપિંગ મોલનું ઉદાહરણ આપું, જ્યાં બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. યુક્રેનિયનો કહે છે કે તે એક નાગરિક માળખું હતું, જ્યારે રશિયનો કહે છે કે તેમને ગુપ્તચર અહેવાલો મળ્યા છે કે તેનો ઉપયોગ લશ્કરી ભંડાર તરીકે કરવામાં આવી રહ્યો છે.’

  આ પણ વાંચો: Afghanistan: તાલિબાને શા માટે મૂક્યો અફીણની ખેતી પર પ્રતિબંધ?

  પરિણામ કઈ રીતે નક્કી થશે?

  વરાકીએ જણાવ્યા મુજબ, ‘માનવીય પીડાની મર્યાદા માટે પણ નિયમ છે, પરંતુ તેનું પણ ઉલ્લંઘન થાય છે અને તેને પણ તોડી-મરોડી શકાય છે. બધું જ વ્યાખ્યા અને માનવ નિર્ણય પર આધારિત થઈ જાય છે.’

  યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રશિયન સેના પર નરસંહારનો આરોપ લગાવ્યો છે. તેનો અર્થ છે રાષ્ટ્રીય, વંશીય, જાતીય અથવા ધાર્મિક જૂથનો નાશ કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ. તે સાબિત કરવું ખૂબ મુશ્કેલ છે. વરાકી કહે છે કે આ કેસમાં નરસંહારનો ઈરાદો સાબિત કરવાની જરૂર છે. રાજકારણીઓ પણ નરસંહાર શબ્દનો ઘણી રીતે ઉપયોગ કરે છે. પરંતુ આ સાબિત કરવું ખરેખર ખૂબ મુશ્કેલ છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Explained, Explainer, Research સંશોધન, Russia ukrain crisis, Russia Ukraine Latest News, Russia ukraine war, Ukraine civilian

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन