Home /News /explained /

Explained: એ પાંચ મુખ્ય કારણો, જેનાથી રશિયા થયું યુક્રેનથી નારાજ, યુદ્ધ સુધી પહોંચી ગયા બે દેશો

Explained: એ પાંચ મુખ્ય કારણો, જેનાથી રશિયા થયું યુક્રેનથી નારાજ, યુદ્ધ સુધી પહોંચી ગયા બે દેશો

2013ના અંતમાં યુક્રેનમાં વ્યાપક અસંતોષ ફાટી નીકળ્યો, જેણે રશિયા તરફી સરકારને સત્તામાંથી બહાર ફેંકી દીધી.

Russia-Ukraine Conflict Reason: યુક્રેન 1991માં સોવિયત સંઘનું વિઘટન થતાં જ સ્વતંત્ર બન્યું. પરંતુ તે પછી રશિયા સાથેના તેના સંબંધો બગડતા ગયા. મુખ્ય કારણ હતું યુક્રેનનો યુરોપિયન યુનિયન અને નાટો દેશો તરફનો ઝુકાવ.

  Russia-Ukraine News: રશિયા (Russia)એ યુક્રેન (Ukraine) સામે જંગ છેડી નાખી છે. માનવામાં આવે છે કે બંને વચ્ચેનો તણાવ વર્ષ 2014થી યુક્રેનમાં એ વિદ્રોહ બાદ શરુ થયો, જેમાં 130થી વધુ લોકો માર્યા ગયા હતા. એ પછી રશિયા સમર્થક રાષ્ટ્રપતિ વિક્ટર યાંકોવિચને દેશ છોડીને રશિયા ભાગવું પડ્યું હતું. રશિયાને એ પસંદ ન આવ્યું. એ પછી જેમ જેમ યુક્રેન યુરોપિયન યુનિયન અને નાટો તરફ ઝૂકતું ગયું, તેમ તેમ તેની રશિયા સાથે તંગદિલી વધતી ગઈ. પુતિન યુક્રેનને નાટો મામલે ચેતવણી પણ આપતા રહ્યા. હવે આખો મામલો અનેક મુદ્દાઓને ભેગો કરીને એટલો મોટો થઈ ગયો છે કે બંને દેશો યુદ્ધના મેદાનમાં આમને-સામને આવી ગયા છે.

  જો કે, તેની પાછળ કેટલાક કારણો સોવિયત યુનિયનના પતન પછી અલગ અલગ થયેલા તમામ રાષ્ટ્રો વચ્ચેના તણાવપૂર્ણ અને અસહજ સંબંધો પણ છે. ઉદય થયેલા આ દેશો વચ્ચે ક્યાંક તણાવ હતો તો ક્યાંક આક્રમકતા. રશિયા સાથેના તેમના સંબંધો દાદાગીરીવાળા વધુ લાગ્યા. દોઢ દાયકા પહેલા સોવિયેત સંઘના વિઘટન પછી રશિયા પોતે ડગમગી રહ્યું હતું, પરંતુ ધીરે-ધીરે તેણે આર્થિકથી લઈને સૈન્ય શક્તિ એકઠી કરીને પોતાને એક શક્તિશાળી દેશ તરીકે સ્થાપિત કર્યો.

  1. વર્ષ 2014નો વિદ્રોહ

  વર્ષ 2013ના અંતમાં યુક્રેનમાં એક વિદ્રોહ શરુ થયો, જેને રિવોલ્યુશન ઓફ ડિગ્નિટી તરીકે ઓળખવામાં આવે છે. તેને મેડન રિવોલ્યુશન પણ કહેવામાં આવે છે. તેની મુખ્ય માંગ હતી રશિયા સમર્થક રાષ્ટ્રપતિ વિક્ટર યાંકોવિચને સત્તાથી હટાવીને તેમની સરકારને ઉખાડી ફેંકવી. યાંકોવિચ યુરોપિયન યુનિયનથી જોડાવા અને ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરી ચૂક્યા હતા. બસ આના વિરોધમાં આખા દેશમાં અસંતોષ શરુ થઈ ગયો. અનેક જગ્યાએ હિંસા, પ્રદર્શન અને પોલીસ સાથેની અથડામણ શરુ થઈ ગઈ. 130થી વધુ લોકો તેમાં માર્યા ગયા. 18 પોલીસ અધિકારીઓએ પણ જીવ ગુમાવ્યા.

  ukraine russia conflict reason
  2014માં યુક્રેનની રાજધાની કિવમાં ભીડ એકઠી થઈ, જેણે રશિયા સમર્થિત યાંકોવિચ સરકારને ઉથલાવી નાખી.


  આખરે આ વિદ્રોહ ત્યારે અટક્યો જ્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ યાંકોવિચ અને સંસદમાં નેતા વિપક્ષ વચ્ચે એક સમજૂતી થઈ. એ મુજબ, નવી ચૂંટણી કરાવવામાં આવશે અને ચૂંટણી સુધી એક વચગાળાની એકીકૃત સરકાર કામકાજ સંભાળશે.

  આ પણ વાંચો: સેના અને શસ્ત્રો મામલે યૂક્રેન કરતાં કેટલું શક્તિશાળી છે રશિયા?

  આ સમજૂતીના બીજા જ દિવસે યાંકોવિચ સંસદનો સામનો કર્યા વિના દેશ છોડીને રશિયા ભાગી ગયા. સંસદમાં આ પ્રસ્તાવ બહુમતીથી પસાર કરવામાં આવ્યો અને યાંકોવિચને તેમના પદથી હટાવી નાખવામાં આવ્યા. ન તો યાંકોવિચે તેને સ્વીકાર્યું અને ન તો રશિયાને એ પસંદ આવ્યું. રશિયાના મતે, આ પગલું ગેરકાયદેસર હતું.

  2. સોવિયેત કેમ્પથી દેશોએ પક્ષો બદલતાં નારાજગી

  સોવિયત સંઘના તૂટ્યા પછી એક પછી એક ઘણા ભૂતપૂર્વ સોવિયેત દેશોએ પક્ષો બદલ્યા. ઘણા યુરોપિયન યુનિયનમાં જોડાયા અને ઘણા નાટોના સભ્ય પણ બન્યા. આમાં તે બાલ્ટિક દેશો પણ હતા, જે એક સમયે સોવિયત સંઘની સામ્યવાદી સરકારના ઇશારા પર નાચતા હતા. આવા દરેક પગલાને રશિયા પોતાના માટે વધતા જોખમ તરીકે જોઈ રહ્યું હતું. યુક્રેન પણ રશિયા, યુરોપિયન યુનિયન અને નાટો વચ્ચે સંતુલન જાળવવાને બદલે યુરોપિયન યુનિયન અને નાટો સાથે તેનું ભવિષ્ય જોવા માંગતું હતું.

  3. રશિયાને લાગી રહ્યું હતું કે તેને ઘેરવામાં આવી રહ્યું છે

  2004માં ચેક રિપબ્લિક, એસ્ટોનિયા, હંગેરી, લાતવિયા, લિથુઆનિયા, પોલેન્ડ અને સ્લોવાકિયા યુરોપિયન યુનિયનમાં જોડાઈ ચૂક્યા હતા. આ પછી 2007માં બુલ્ગેરિયા અને રોમાનિયાએ પણ આવું જ કર્યું હતું. રશિયાને લાગ્યું કે જો યુક્રેન પણ આવું કરશે તો તેની આસપાસ કાળા સમુદ્ર સાથે એક નવી દિવાલ ઊભી થઈ જશે અને તેને ઘેરી લેવામાં આવશે. અહીં એ જાણવું જરૂરી છે કે રશિયાના પડોશી દેશો દક્ષિણ કોરિયા અને જાપાન પહેલાથી જ અમેરિકાના ખાસ સહયોગી છે. એટલે રશિયા ઉશ્કેરાયું અને તેણે યુક્રેનના ડોનેત્સ્ક અને લુહાન્સ્કમાં બળવાખોરોને મદદ કરવાનું શરૂ કર્યું.

  આ પણ વાંચો: રશિયા પાસે છે ફાધર ઓફ બૉમ્બ, જાણો દુનિયાના આ સૌથી શક્તિશાળી બોમ્બ વિશે

  4. વર્ષ 2019માં યુક્રેનમાં બંધારણમાં ફેરફાર

  વર્ષ 2019માં યુક્રેને બંધારણમાં ફેરફાર કરીને દેશને વ્યૂહાત્મક રીતે યુરોપિયન યુનિયન અને નાટો સભ્યપદની નજીક લાવી દીધું. તેના વિરોધમાં વર્ષ 2021 અને 2022માં રશિયન સેના સરહદ પર આવી ગઈ અને બંને દેશો વચ્ચે તણાવ શરૂ થયો. આ આખા તણાવમાં અમેરિકા પણ વચ્ચે કૂદી પડ્યું. અમેરિકાએ યુક્રેનને ન માત્ર મદદની ઓફર કરી પરંતુ હથિયારો આપવાનું પણ શરૂ કર્યું.

  5. યુક્રેનને પોતાના પ્રભાવ હેઠળ રાખવાની જીદ

  બેશક અત્યારે યુક્રેન જે જગ્યાએ ઊભું છે, તે રશિયાના હાથમાંથી નીકળી ચૂક્યું છે, પરંતુ પુતિન બિલકુલ નથી ઈચ્છતા કે આ દેશ તેના પ્રભાવમાંથી બહાર નીકળે. આ કારણોસર, પહેલા તો તેઓએ યુક્રેનના એક ભાગ ક્રિમીયાને બળજબરી રશિયા સાથે જોડ્યો, તો હવે ડોનેત્સ્ક અને લુહાન્સ્કને સ્વતંત્ર જાહેર કર્યા અને તેને માન્યતા આપી. એકંદરે મામલો એ છે કે પુતિનને લાગે છે કે જો યુક્રેન નાટોમાં જશે, તો રશિયાના પડોશમાં એક એવો દેશ વધી જશે, જે નાટો અને અમેરિકાના પ્રભાવ હેઠળ હશે અને તે તેમના માટે અસહજ પરિસ્થિતિ હશે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Explained, Russia, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war, Vladimir putin, World News in gujarati

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन