Home /News /explained /યુક્રેન પર રશિયાના હુમલાની વિશ્વ અને ભારતના અર્થતંત્ર પર શું અસર થશે? સમજો 5 પોઈન્ટમાં

યુક્રેન પર રશિયાના હુમલાની વિશ્વ અને ભારતના અર્થતંત્ર પર શું અસર થશે? સમજો 5 પોઈન્ટમાં

રશિયા-યુક્રેન યુદ્ધની તસ્વીરો આખા વિશ્વને ડરાવી રહી છે.

Economic Fallout of Russia Attack on Ukraine: યુક્રેન (Ukraine) એશિયા અને યુરોપ વચ્ચે વ્યાપારિક પરિવહનનું મુખ્ય કેન્દ્ર (Trade Transit Point) છે. મતલબ આ બંને ક્ષેત્રોમાં વિવિધ ઉત્પાદનોની આયાત-નિકાસ (Export-Import) યુક્રેનના રસ્તાથી થાય છે. તાત્કાલિક રૂપે રશિયા અને યુક્રેનમાં અથવા ત્યાંના રસ્તે થનારી આયાત-નિકાસ ઠપ્પ થઈ ગઈ છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી. યુક્રેન પર રશિયાના હુમલા (Russia Attack on Ukraine) ચાલુ છે. અહેવાલ છે કે ગુરુવારથી શુક્રવાર વચ્ચે રશિયાએ યુક્રેન પર 203 વખત હુમલા કર્યા. આ હુમલાઓ મામલે રશિયાનો દાવો છે કે તેણે યુક્રેનની 70થી વધુ મહત્વપૂર્ણ જગ્યાઓને નષ્ટ કરી દીધી છે. દેખીતી રીતે આનાથી વિશ્વભરમાં તણાવ વધી રહ્યો છે. કારણ કે કોરોના મહામારી (Corona Pandmic) સામે લડાઈ લડી રહેલી દુનિયા આ બીજી લડાઈ, જે મોટી અને ગંભીર હોઈ શકે છે, તેના આંચકાને સહન કરવાની સ્થિતિમાં નથી. આ જ કારણ છે કે ભારત સહિત તમામ દેશો રશિયાને વાતચીત દ્વારા સમજાવવા માટે સક્રિય થયા છે.

કહેવાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra modi) આ અંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) સાથે વાત કરી છે. તો ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ પોલેન્ડ, રોમાનિયા, સ્લોવાકિયા, હંગેરી જેવા રશિયાની નજીકના દેશોના પોતાના સમકક્ષો સાથે વાતચીત કરવાના છે. જો કે આ પ્રયાસોનું શું પરિણામ આવશે એ તો પછી જ સામે આવશે. પરંતુ રશિયા-યુક્રેન સંઘર્ષ (Russia-Ukraine Conflict)ના કેટલાક પરિણામો તરત જ દેખાવા લાગ્યા છે. ખાસ કરીને આર્થિક મોરચે. અને જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલ્યું, તો વિશ્વને ગંભીર આર્થિક પરિણામનો સામનો કરવો પડી શકે છે.

સ્વાભાવિક રીતે, ભારત (India) પર પણ આની સમાન અસર થવાની છે, અસર શરૂ પણ થઈ ચૂકી છે. અહીં આ મુદ્દાને 5-પોઇન્ટ (5 Points Explainer)માં સમજીએ.

વૈશ્વિક પુરવઠા શૃંખલાના સૌથી મહત્વપૂર્ણ માર્ગ અવરોધાયા

યુક્રેન (Ukraine) એશિયા અને યુરોપ વચ્ચે વ્યાપારિક પરિવહનનું મુખ્ય કેન્દ્ર (Trade Transit Point) છે. મતલબ આ બંને ક્ષેત્રોમાં વિવિધ ઉત્પાદનોની આયાત-નિકાસ (Export-Import) યુક્રેનના રસ્તાથી થાય છે. એટલું જ નહીં, રશિયા અને યુક્રેન (Russia and Ukraine) પોતે પણ ઘણા મુખ્ય ઉત્પાદનોનો સપ્લાય યુરોપ અને એશિયાને કરે છે. તાત્કાલિક રૂપે રશિયા અને યુક્રેનમાં અથવા ત્યાંના રસ્તે થનારી આયાત-નિકાસ ઠપ થઈ ગઈ છે. આની સીધી અસર ઉત્પાદનોની ગ્લોબલ સપ્લાય ચેઇન પર પડી છે.

આ પણ વાંચો: એ પાંચ મુખ્ય કારણો, જેનાથી રશિયા થયું યુક્રેનથી નારાજ, યુદ્ધ સુધી પહોંચી ગયા બે દેશો

રશિયા અને યુક્રેનથી ખાદ્ય પદાર્થોની નિકાસ પણ પ્રભાવિત

સીએનબીસીના અહેવાલ મુજબ, વિશ્વભરમાં નિકાસ કરવામાં આવતા ઘઉંમાંથી લગભગ 29% હિસ્સો રશિયા અને યુક્રેનથી આવે છે. લગભગ આ જ સ્થિતિ મકાઈની પણ છે. તેના બદલે ચીન (China) જેવા રશિયાના મુખ્ય સહયોગીને તો 2021માં સૌથી વધુ મકાઈની નિકાસ યુક્રેનમાંથી કરવામાં આવી હતી. એટલું જ નહીં યુરોપના તમામ દેશો ઘઉં, જવ અને રાઈના પુરવઠા માટે યુક્રેન પર નિર્ભર છે. કારણ કે તે આ ત્રણેય અનાજનો મુખ્ય ઉત્પાદક છે. પોતાની આ સ્થિતિને કારણે યુક્રેનને 'યુરોપની બ્રેડબાસ્કેટ' (Breadbasket of Europe) પણ કહેવામાં આવે છે.

તેલ, ગેસ, ધાતુઓ અને કાચા માલનો પુરવઠો અટક્યો

યુરોસ્ટેટ (Eurostat) પાસે ઉપલબ્ધ ડેટા અનુસાર, વર્ષ 2020માં યુરોપિયન યુનિયન (EU) દેશો દ્વારા આયાત કરવામાં આવેલ કુદરતી ગેસમાંથી 43.9% રશિયામાંથી આવ્યો હતો. જ્યારે 2021ના ​​પહેલા છ મહિનામાં રશિયાનો હિસ્સો વધીને 46.8% થયો હતો. 2020માં EU દેશો દ્વારા આયાત કરાયેલા પેટ્રોલિયમ ઉત્પાદનોના જથ્થામાં રશિયાનો હિસ્સો 25.5% હતો. 2021ના ​​પ્રથમ છ મહિનામાં આ ભાગીદારી 24.7% સુધી થઈ ગઈ. એટલું જ નહીં રશિયા આગામી 30 વર્ષમાં ચીનને લગભગ 1 લાખ ઘન મીટર કુદરતી ગેસ પણ સપ્લાય કરવા જઈ રહ્યું છે. રશિયા તાંબુ, પ્લેટિનમ, નિકલ જેવી ધાતુઓનું પણ મુખ્ય ઉત્પાદક છે. CNBC મુજબ, રશિયા પાસે તાંબાના વૈશ્વિક ભંડારનો લગભગ 10% હિસ્સો છે.

આ પણ વાંચો: અખંડ રશિયા બનાવવા પર અડગ પુતિને યુક્રેનના બે રાજ્યોને માન્યતા આપી, જાણો તેનો અર્થ

આ ઉપરાંત, રશિયા અને યુક્રેન પણ ઘણા ઉત્પાદનો માટે કાચા માલ (Raw Material)ના મુખ્ય સપ્લાયર છે. જેમ કે, ઇલેક્ટ્રિક વાહનોની બેટરી માટે નિકલ મુખ્ય કાચો માલ છે. જ્યારે તાંબાનો ઉપયોગ ઈલેક્ટ્રિકલ્સ, ઈલેક્ટ્રોનિક્સ વગેરેમાં વ્યાપકપણે થાય છે. અમેરિકાનો માઈક્રોચિપ ઉદ્યોગ સૌથી વધુ યુક્રેનના નિયોનના પુરવઠા પર નિર્ભર છે.

ચલણનું અવમૂલ્યન, અસર વૈશ્વિક નિકાસ પર

આર્થિક ક્ષેત્ર માટે વૈશ્વિક સલાહકાર સંસ્થા કેર્ની (Global Consulting Firm Kearney)ના વરિષ્ઠ સહયોગી પેર હોંગ કહે છે, 'રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષને કારણે આ બંને દેશોની કરન્સીનું અવમૂલ્યન શરૂ થઇ ગયું છે. આનો અર્થ એ છે કે ત્યાંથી જે ઉત્પાદનોની નિકાસ શક્ય હશે ત્યાં તે ઊંચા ભાવે થશે. આ સ્થિતિ લાંબો સમય સુધી રહેશે કારણ કે યુદ્ધની અસર વ્યાપક થાય છે.

પરિણામ મોંઘવારી અને કડક નાણાકીય નીતિઓ

નિષ્ણાતોના મતે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સર્જાયેલી આ સ્થિતિઓને કારણે સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધવાનું નક્કી છે. જેના કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સહિત વિશ્વની તમામ કેન્દ્રીય બેંકોએ તેમની નાણાકીય નીતિઓ વધુ કડક કરવી પડી શકે છે. મતલબ કે ઉપભોક્તાને બેવડો ફટકો પડશે. એક ફુગાવાના કારણે અને બીજું ઊંચા વ્યાજદરને કારણે. પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ, અનાજ, ખાતર વગેરે જેવી પેટ્રોલિયમ પેદાશોની કિંમતોમાં વધારો કરવાની પ્રક્રિયા ઘણી જગ્યાએ શરૂ થઈ ચૂકી છે.
First published:

Tags: Economic Crisis, Explained, Explainer, India economy, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war, World News in gujarati