Russia Ukraine War: શું રશિયા વિના ચાલી શક્શે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, શું કહે છે નાસા?
Russia Ukraine War: શું રશિયા વિના ચાલી શક્શે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, શું કહે છે નાસા?
રશિયા અને અમેરિકા વચ્ચે છેલ્લા 20 વર્ષથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અંતરીક્ષ સહયોગ ચાલી રહ્યો હતો. (પ્રતિકાત્મક ફોટો- shutterstock)
Russia Ukraine War: રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા અને અમેરિકાની સ્પેસ એજન્સી શાબ્દિક યુદ્ધમાં ઉતરી આવી છે. એવામાં લોકોને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં આંતરરાષ્ટ્રીય સહયોગ સમાપ્ત થવાની આશંકા છે. નાસાએ તાજેતરમાં આ શંકાઓનું સમાધાન કરવાનો પ્રયાસ કર્યો.
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ (Russia attack on Ukraine)માં સૌથી મોટો ખતરો હાલમાં અંતરિક્ષ (Space) ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગ માટેનો (International Cooperation) છે. યુદ્ધ શરૂ થતાંની સાથે જ આ પ્રશ્ન થવા લાગ્યો કે બે દાયકાથી વધુ સમયથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રશિયા, અમેરિકા અને અન્ય દેશો વચ્ચેના સહયોગનું શું થશે. આ સંકટ શરૂ થયું ત્યારથી રશિયાએ સ્ટેશનને ઉડાવી દેવાની શક્યતા અને પરિણામો વિશે ચેતવણી આપી હતી. પરંતુ આ મહિને રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસના વડા દિમિત્રી રોગોજિને તેમના ટ્વિટમાં સંકેત આપ્યા છે કે રશિયા અંતરિક્ષમાં સહયોગ બંધ કરે છે. આવી સ્થિતિમાં હવે નાસાએ જણાવ્યું છે કે તે ખરેખર કેટલું જોખમી છે.
એક વીડિયોએ પેદા કરી આશંકા
આ મહિને રશિયન સમાચાર મીડિયાએ સોશિયલ મીડિયા પર એક વિડિયો પ્રકાશિત કર્યો જેમાં એક રશિયન મોડ્યુલ સ્પેસ સ્ટેશનથી પોતાને અલગ કરતું જોવા મળે છે. ત્યારથી ઊભી થયેલી આશંકાઓને દૂર કરવા માટે નાસાએ પોતે એક પ્રશ્ન-જવાબ સત્રનું આયોજન કર્યું હતું, જેમાં આ મામલે ISS સંબંધિત પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા.
આ પ્રકારનો માહોલ વર્ષ 2014માં પણ સર્જાયો હતો. નાસાએ યાદ અપાવ્યું કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ત્યારથી અત્યાર સુધી મજબૂત રીતે કાર્યરત છે અને ટૂંક સમયમાં કોઈપણ સમયે બંધ અથવા રદ થવાની કોઈ શક્યતા નથી. આ સત્રમાં રોગોઝિનના નિવેદનો વિશે સીધી વાત કરવામાં આવી નથી. જોકે, નાસાએ ઘણી અટકળોના સમાધાનનો પ્રયાસ જરૂર કર્યો છે.
નાસાએ શું કહ્યું?
નાસાએ જણાવ્યું છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં કયા દેશોની કયા પ્રકારની ભૂમિકા છે. આ ઉપરાંત તેણે એ પણ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે કે જો એક દેશ લોન્ચિગ સેવાઓ બંધ કરી દે છે તો અવકાશયાત્રીઓ સ્ટેશન પર કેવી રીતે પહોંચશે. આ સાથે નાસાએ સ્ટેશનને બંધ કરવાની યોજના વિશે પણ માહિતી આપી હતી.
NASAએ એ આશંકા દૂર કરવાનો પ્રયાસ કર્યો છે કે યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સહયોગ ખતમ થઈ જશે. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)
શું મોડ્યુલ અલગ થઈ શકે છે?
નાસાએ સ્પષ્ટપણે જણાવ્યું કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી તેના કોઈપણ મોડ્યુલને અલગ કરી શકાય નહીં. આ સીધો એ વિડીયોને પડકાર આપવાની વાત છે જે RIA નોવોસ્ટીએ બહાર પાડ્યો છે જેમાં યાત્રી સરળતાથી મોડ્યુલ અલગ કરતા જોવા મળે છે. નાસાનું કહેવું છે કે સ્પેસ સ્ટેશનને એવી રીતે ડિઝાઇન કરવામાં જ આવ્યું નથી કે તેને તેનાથી અલગ કરી શકાય.
નાસાનું કહેવું છે કે હાલમાં દરેક હિસ્સાની એકબીજા પર નિર્ભરતાને કારણે અમેરિકાનો હિસ્સો અને રશિયાનો હિસ્સો સ્વતંત્ર રીતે કામ કરી શકતા નથી. અમેરિકન અથવા રશિયન ભાગને અલગ કરવાના પ્રયાસો આંતરિક અને બાહ્ય ઘણાં પ્રકારના કનેક્શનને કારણે પરિવહન અને સલામતીને લગતી સમસ્યાઓ તરફ દોરી જશે. આ કનેક્શન અવકાશયાનની દિશા અને ઊંચાઈની સાથે સાથે સોફ્ટવેર પર નિર્ભરતાને નિયંત્રિત કરવામાં કામ આવે છે.
કામમા વિભાજન થયું છે
નાસાએ જણાવ્યું કે સ્પેસ સ્ટેશનનું કામ કેવી રીતે પરસ્પર નિર્ભર છે અને કોણ શું સહયોગ આપે છે. આમાં, રોસકોસમોસ દિશા, થ્રસ્ટર્સ અને પ્રોપેલન્ટને નિયંત્રિત કરવા માટે જવાબદાર છે, જ્યારે નાસા પાસે સૌર ઊર્જા, ઊંચાઈ, સેટેલાઇટ સંચાર વગેરેની જવાબદારી છે. જ્યારે લાઈફ સપોર્ટ, મિશન કંટ્રોલ બંનેની જવાબદારી છે.
છેલ્લા 8 વર્ષથી રશિયા અને અમેરિકા તમામ પ્રકારના તણાવ બાદ પણ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના મામલે એકબીજાને સહયોગ આપી રહ્યા છે. તો નાસા અને રોસકોસમોસ વચ્ચેના સંબંધો પણ સારા રહ્યા છે. રોગોજિન ભૂતકાળમાં પણ સોશિયલ મીડિયા પર આવા ટોણા મારતા સંદેશાઓ જારી કરતા રહ્યા છે. પરંતુ એવું ક્યારેય ન બન્યું કે રોસકોસમોસનો સહકાર સમાપ્ત થવા લાગે. તેમના ઉપરાંત, રશિયન અને અમેરિકન વૈજ્ઞાનિકો અને અન્ય લોકો વચ્ચે અવકાશની બાબતમાં સારો તાલમેલ અને સહયોગ રહ્યો છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર