Explained: જાપાનના શાહી પરિવારનો એવો નિયમ, જેના કારણે પરિવાર સંકોચાઇ ગયો?

Explained:જાપાનના શાહી પરિવારનો એવો નિયમ, જેના કારણે પરિવાર સંકોચાઇ ગયો? (Photo- flickr)

જાપાન તે દેશમાં આગળ છે જેની વસ્તી સતત ઘટી રહી છે. તે જ હાલત ત્યાંના શાહી પરિવારની છે. હકીકતમાં રાજકુમારીના બહારના લોકો સાથે લગ્ન કરવાના કારણે રોયલ ફેમિલીમાં વારસદારનું સંકટ વધુ વિકટ બન્યું છે

  • Share this:
જાપાન તે દેશમાં આગળ છે જેની વસ્તી સતત ઘટી રહી છે. તે જ હાલત ત્યાંના શાહી પરિવારની છે. હકીકતમાં રાજકુમારીના બહારના લોકો સાથે લગ્ન કરવાના કારણે રોયલ ફેમિલીમાં વારસદારનું સંકટ વધુ વિકટ બન્યું છે. આ વાત હવે રાજકુમારી માકો સાથે પણ થઇ રહી છે. માકો સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. તેના પ્રેમી કેઇ કોમુરોને પણ તસવીરોમાં સાથે જોઇ શકાય છે. બંને લાંબા સમયથી લગ્ન ટાળી રહ્યા છે, કારણ કે સામાન્ય નાગરિક સાથે લગ્ન કરવાથી રાજકુમારીનું પદ છીનવાઇ જશે અને આવી ઘટના પહેલા પણ થઇ ચૂકી છે.

મોટી બહેનોએ કર્યા શાહી પરિવારથી અલગ લગ્ન

જાપાની રાજકુમારી અયોકોએ પોતાના શાહી અધિકાર અને મોટી સંપત્તિ ત્યજી દઇને એક સામાન્ય માણસ સાથે લગ્ન કર્યા. આ એક દાયકામાં જાપાનના રાજપરિવારને બે ધક્કા લાગ્યા હતા. આપને જણાવી દઇએ કે અયોકો પહેલા તેની મોટી બેન નોરિકોએ પણ વર્ષ 2014માં શાહી પરિવારની બહાર લગ્ન કર્યા હતા. હાલ રાજકુમારી માકો આ બહેનોમાં સૌથી નાની છે.

વારંવાર લગ્ન ટાળવા મજબૂર

માકો પણ વર્ષ 2017માં પોતાના લગ્નનું લગભગ એલાન કરી ચૂકી હતી. પરંતુ રાજપરિવારના દબાવમાં તેમને પાછળ હટવું પડ્યું. ત્યાર બાદ માનવામાં આવ્યું હતું કે વર્ષ 2020માં તે નિર્ણય લેશે, જોકે આ વર્ષે પણ તેમણે લગ્નથી મનાઇ ફરમાવી છે. તેની પાછળનું કારણ જણાવાઇ રહ્યું છે કે, રાજકુમારી જો રાજ પરિવારથી બહાર કોઇ સાથે લગ્ન કરશે તો તેને પોતાની સંપત્તિ છોડવી પડશે.

રાજકુમારી માકો સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે (Photo- news18 English via Getty)


સંકોચાઇ રહ્યો છે રાજ પરિવાર

રાજકુમારીઓના બહારના વ્યક્તિઓ સાથેના લગ્નના કારણે રોયલ પરિવારમાં વારસદારનું સંકટ પેદા થયું છે. પરિવારમાં હવે 18 સદસ્ય બાકી છે. તેમાંથી 6 રાજકુમારીઓએ શાહી પરિવારમાં કોઇ વર ન મળવાથી લગ્ન ન કર્યા. બની શકે છે કે જલદી જ તે પણ સામાન્ય જાપાની નાગરિકો સાથે લગ્ન કરી લે. તેવામાં જાપાનની રાજ પરિવારમાં માત્ર 12 સદસ્યો બાકી રહેશે.

પુરૂષ સત્તા છે શાહી ઘરો પર

હકીકતમાં જાપાનના પ્રાચીન રાજપરિવારમાં માત્ર પુરૂષોને જ રાજગાદી પર બેસાડવામાં આવે છે. પરંતુ હવે પરિવાર નાનો થવાના કારણે બની શકે છે કે મહિલા વારસદાર પર પણ વિચાર કરવામાં આવે. જોકે, તે ત્યારે જ બની શકે જ્યારે સામાન્ય નાગરિકો સાથે લગ્ન કરનારી રાજકુમારીઓ પાસેથી શાહી ઓળખ છીનવી લેવામાં ન આવે. તેવા તે કાં તો ખુદ ગાદીની વારસદાર બની શકે છે, કાં તો પછી તેના બાળકોને આ અધિકાર મળી શકે છે. જોકે જાપાનમાં મજબૂત પદો પર બેઠેલા રૂઢીવાદી લોકો તેની વિરુદ્ધ છે અને તે જ કારણે વર્ષ 2017થી આ વાત પર માત્ર રસાકસી જામી છે.

આ પણ વાંચો - પુત્રએ માતાની હત્યા કરી 1000 ટૂકડા કર્યા, કૂતરા સાથે મળી એક સપ્તાહ સુધી ખાતો રહ્યો માતાનું માંસ

સામાન્ય છોકરા સાથે જોડાવવા પર છોડવી પડે છે પદવી

આપને જણાવી દઇએ કે ઇમ્પિરીયલ હાઉસ લો અનુસાર જો કોઇ રાજકુમારી કોઇ બહારના છોકરા સાથે લગ્ન કરે છે તો તેની શાહી પદવી છીનવી લેવામાં આવે છે. સાથે જ તેને પોતાનું ભવિષ્ય જાતે બનાવવા માટે એક રકમ આપવામાં આવે છે, જેથી તે કોઇ પ્રકારની આશા ન રાખે. રાજકુમારી અયોકોને લગભગ સવા મિલિયન ડોલર આપવામાં આવ્યા હતા.

રાજકુમારો માટે નથી કોઇ નિયમ

બીજી તરફ જાપાનના રાજકુમારો માટે આ નિયમ લાગૂ પડતો નથી. તે કોઇપણ છોકરી સાથે લગ્ન કરી શકે છે અને મહેલમાં આવનાર છોકરી શાહી પરિવારનો ભાગ બની જાય છે. આ લગ્નથી થયેલ સંતાનને વારસદાર માનવામાં આવે છે. જ્યારે છોકરીને તમામ શાનશૌકત તો મળે છે, પરંતુ પરિવારના ઉત્તરાધિકારીનો દરજ્જો નહીં.

બે દાયકા સુધી પરિવારમાં નથી જન્મ્યું નર સંતાન

હવે થયું એવું કે વર્ષ 1965થી 2006 સુધી જાપાનના રાજ પરિવારમાં એક પણ છોકરાનો જન્મ નથી થયો. એટલે કે 41 વર્ષ ઘણી બધી રાજકુમારીઓ તો હતી પરંતુ રાજકુમાર એક પણ નહીં. વર્ષ 2006માં રાજકુમાર હિસાહિતોનો જન્મ થયો. તેની સાથે જ રાજ પરિવારને એક રીતે શાંતિ થઇ કે તેમના પરિવારનો વારસદાર આવી ગયો છે. જોકે હવે સતત વાત થઇ રહી છે કે શું જાપાનના શાહી પરિવારને નિયમો બદલવાની જરૂર છે.
First published: