Ripped Jeans: તાજેતરમાં ચર્ચાનો મુદ્દો બનેલા રિપ્ડ જીન્સના ટ્રેન્ડની શરૂઆત થઈ હતી 1970માં

Ripped Jeans: તાજેતરમાં ચર્ચાનો મુદ્દો બનેલા રિપ્ડ જીન્સના ટ્રેન્ડની શરૂઆત થઈ હતી 1970માં
પ્રતીકાત્મક તસવીર

રિપ્ડ જીન્સ અત્યારે તો એક ફેશન ટ્રેન્ડ છે...પરંતુ તેની શરૂઆતની કહાણી ખૂબ જ રસપ્રદ છે

  • Share this:
    નવી દિલ્હી. ઉત્તરાખંડ (Uttarakhand)ના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત (Tirath Singh Rawat)એ મંગળવારે દહેરાદૂનમાં એક વર્કશોપમાં રિપ્ડ જીન્સ (Ripped Jeans) અંગે નિવેદન આપ્યું હતું. જે બાદ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ (Indian Culture) અને પશ્ચિમી સંસ્કૃતિ (Western Culture) વચ્ચે સમાનતા ઉત્પન્ન થઈ છે. દુનિયા ભારતીય સંસ્કૃતિમાં યોગની પરંપરાનું પાલન કરી રહી છે અને ભારતીય લોકો પશ્ચિમી સંસ્કૃતિનું પાલન કરી રહ્યા છે.

    યુવા મહિલાઓમાં રિપ્ડ જીન્સ ફેશન બની ચૂકી છે. જેમાં આ શરૂઆતમાં હાસ્યાસ્પદ લાગી શકે છે, પરંતુ લોકો તેને ફોલો કરી રહ્યા છે. સેલિબ્રિટીઝ પણ આ ફેશનને ફોલો કરી રહી છે.



    આ પણ વાંચો, IND Vs ENG: ઈંગ્લેન્ડની વિરુદ્ધ ભારતની વનડે ટીમનું એલાન, કૃણાલ-કૃષ્ણાને મળ્યું સ્થાન

    રિપ્ડ જીન્સને પ્રથમવાર 1870ના દાયકામાં જર્મન વ્યવસાયી લોએબ સ્ટ્રૌસ દ્વારા ડિઝાઈન કરવામાં આવી હતી. તેને કસ્ટમાઈઝડ કરી તેને ફરીથી ડિઝાઈન કરવામાં આવી હતી. આ ટ્રાઉઝરને અનિવાર્યરૂપે શ્રમિક વર્ગના પુરુષો માટે બનાવવામાં આવ્યા હતા, જેને ઈંડિંગો રંગ આપવામાં આવ્યો હતો.

    રિપ્ડ જીન્સનો Trend તો બાદમાં 1970ના દાયકામાં એક સામાજિક આંદોલન (Social Movement)ના ભાગરૂપે સામે આવ્યો હતો. જીન્સ પર જે પ્રકારે કાપા મુકવામાં આવ્યા હતા, તે સમાજ પ્રતિ ગુસ્સાના ભાગરૂપે બનાવવામાં આવ્યા હતા. જેને રાજનૈતિક આંદોલનના ભાગરૂપે જોવામાં આવ્યું. મેડોના (Madonna)એ તેને એક પોપ્યુલ ટ્રેન્ડ બનાવી દીધો. જે બાદ તેમના ફેન્સ તે ટ્રેન્ડ ફોલો કરવા લાગ્યા. ત્યાર બાદ આ આંદોલન એક ફેશન ટ્રેન્ડમાં બદલાઈ ગયું. જે બાદ ફેન્સ તેમના જીન્સને ઘરે જ રિપ્ડ કરવા લાગ્યા અને ડેનિમ કંપનીએ ગ્રાહકો સમક્ષ રિપ્ડ જીન્સને રજૂ કર્યું.

    આ પણ વાંચો, OMG: લેબ્રાડોર બ્રીડના Dog માટે બે લોકોમાં ઝઘડો, DNA ટેસ્ટની મદદથી શોધાયો અસલી માલિક!

    રિપ્ડ જીન્સ બાદ મંકી વૉશ, બૂટકટ, ડબલ શેડેડ જીન્સ 2010 સુધી ટ્રેન્ડમાં રહ્યા. રિપ્ડ જીન્સમાં માત્ર અમુક કાપા મુકવાના કારણે લોકો તેના વધુ રૂપિયા આપવા તૈયાર નહોતા, કારણ કે તે ઘરે પણ કરી શકાય છે. જેથી તેનો ટ્રેન્ડ ઘટી ગયો અને જીન્સને ઘરે કાપા મુકવાનો ટ્રેન્ડ ચાલવા લાગ્યો. 2010 બાદ રિપ્ડ જીન્સ ફરીથી ટ્રેંડમાં આવ્યું. જેને ડીઝલ અને બાલ્મેન બ્રાન્ડ્સે તેને ડિસ્ટ્રેસ જીન્સ તરીકે રજૂ કર્યું. ડેનિમ પહેલાં એક લાઈટવેટ ફેબ્રિક હતું, પરંત હવે તે જાડુ કપડું હોવાના કારણે તેમાં કાપ મુકવો ઘણો મુશ્કેલ છે.

    જીન્સમાં કાપ મુકવા માટે બે પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે એક હાથથી અને બીજુ લેઝરથી. તે કાપ મુકવા માટે ઉપયોગમાં લેવાતા મશીનને 2500W લેઝર શાર્પ ડેનિમએચડી એબ્રેશન સિસ્ટમ કહેવામાં આવે છે.
    Published by:News18 Gujarati
    First published:March 19, 2021, 11:56 am

    ટૉપ ન્યૂઝ