Home /News /explained /

જાણો કેટલું સ્પેશિઅલ છે તે અંતરિક્ષ યાન, જેને સૌપ્રથમ કરી પ્રાઇવેટ સ્પેસ યાત્રા

જાણો કેટલું સ્પેશિઅલ છે તે અંતરિક્ષ યાન, જેને સૌપ્રથમ કરી પ્રાઇવેટ સ્પેસ યાત્રા

આ સ્પેસશીપને વીએસએસ યુનિટી નામથી ઓળખવામાં આવે છે. યુનિટીનું નામ પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિંગે રાખ્યું હતું.

આ સ્પેસશીપને વીએસએસ યુનિટી નામથી ઓળખવામાં આવે છે. યુનિટીનું નામ પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિંગે રાખ્યું હતું.

હવે અવકાશમાં પ્રવાસન માટે પણ તીવ્ર હરીફાઈ જોવા મળી રહી છે. વર્જિન એરલાઇન્સના માલિક રિચર્ડ બ્રેનસનની કંપની કોમર્શિયલ ઉડાન ભરાનર પ્રથમ કંપની બની ગઈ છે. કંપનીના સ્પેસશિપે માલિક રિચર્ડ બ્રેનસનને લઈને ઉડાન ભરી હતી. હવે સ્પેસ ટુરિઝમનો નવો યુગ શરુ થવા જઈ રહ્યું છે. આ ક્ષેત્રમાં મસમોટી રકમ ખર્ચીને પ્રવાસન કરવા ઇચ્છુક પર લોકોની ભીડ જોવા મળી શકે છે. આ ઉપરાંત સંશોધનો ક્ષેત્રે પણ વિકાસ થશે. આજે આપણે જોઇશું કે, વર્જિન ગેલેક્ટીક કંપનીએ આ મિશન માટે કેટલો સમય તૈયારી કરી હતી અને જે વિમાન દ્વારા તાજેતરમાં અંતરિક્ષનો પ્રવાસ થયો તે વિમાન કેવું છે.

આ સ્પેસશીપને વીએસએસ યુનિટી નામથી ઓળખવામાં આવે છે. યુનિટીનું નામ પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિંગે રાખ્યું હતું. વર્જિને વર્ષ 2012માં આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ત્યારબાદ તેનું પ્રથમ સ્પેસશીપ એન્ટરપ્રાઇઝ 2014માં તૈયાર થયું હતું. પરંતુ તે ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું. બાદમાં યુનિટી પર કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામ ઝડપથી પૂર્ણ થયું હતું. 2016થી તેની ટેસ્ટ ફ્લાઇટ શરૂ થઈ હતી.આકાર, પ્રકાર અને ડિઝાઇનની દ્રષ્ટિએ આ સ્પેસ શિપ સંપૂર્ણપણે અલગ પ્રકારનું વિમાન છે. વર્ષ 2018માં પ્રથમ વખત યુનિટીએ સંપૂર્ણ સબઆર્ટિબલ ઉડાન ભરી હતી. તે સમયે આ વિમાન 80 કિ.મી. ઉપર સુધીના એલ્ટીટ્યુડ સુધી પહોંચ્યું હતી. નાસાએ અત્યાર સુધીમાં આ મર્યાદા મહત્તમ મર્યાદા તરીકે નક્કી કરી છે. આમ તો પૃથ્વીના વાયુમંડળથી 54 કિલોમીટરની ઉપર જવાથી અવકાશ શરૂ થઈ જાય છે.

Explained: કઇ રીતે આકાશમાં ઉત્પન્ન થાય છે ચમકાદાર વીજળી? જાણો, તેનાથી બચવાના ઉપાયો

આ સ્પેસશીપની ડિઝાઇન અનોખી હતી. તેની અંદર સીટ 360 ડિગ્રી ફેરવીને ઇચ્છો તેવો નજરો જોઈ શકાય તેવી બનાવાઈ હતી. અંદરના ભાગને ડિઝાઇન અને ટેકનોલોજીની દ્રષ્ટિએ બેજોડ માનવામાં આવે છે.

આ સીટ પર બેઠેલો વ્યક્તિ બારીમાંથી અંતરિક્ષના રોમાંચક પદાર્થો જોઈ શકે છે. એવું નથી કે માત્ર સાઈડની બારીઓમાંથી અંતરિક્ષ જોવા મળશે, આ વિમાનમાં ઉપર નીચે, આગળ પાછળ ઘણી એવી બારીઓ છે જેમાંથી તમે અવકાશ જોઈ શકો છો.વિમાનમાં પેસેન્જર માટે 12 સીટ છે. પણ કેબીન એવી રીતે બનાવાયું છે કે, જ્યારે અંતરિક્ષમાં આપણે ગુરુત્વાકર્ષણ બળ ગુમાવીએ ત્યારે ત્યાંથી ઉઠવા બેસવા અને અવરજવર માટે કોઈ અગવડતા પડે નહીં. આ વિમાનની અંદર 16 કેમેરા છે. સીટની સામેની સ્ક્રીન પર સંશોધન કરી શકો છો. વિમાન ઉડતું હોય ત્યારે અવકાશના બધા ડેટા અને પળેપળના દ્રશ્યો જોઈ શકશો. આ સીટ ખાસ ગ્રેવિટેશનલ ફોર્સ અને ફ્લોટ ઝોન મુજબ બનાવવામાં આવી છે. આ સીટ બનાવવામાં ઘણી મહેનત થઈ હતી.

બ્લેક હોલ હોઇ શકે છે અંતરિક્ષમાં સુનામીનાં સ્ત્રોત, જાણો કઇ રીતે

આ સીટો બનાવવા માટે ખૂબ ઊંચા સ્તરના એલ્યુમિનિયમને કાર્બન ફાઇબરમાં મિશ્રિત કરાયું હતું. તેના ફોનને એન્જીનિયર્ડ ફોમ કહેવાય છે. સીટ પર ઉપયોગમાં લેવાયેલા ફેબ્રિકને ટેક્નિકલ ફેબ્રિક્સ કહેવાય છે. કેબિનની અંદરનો રંગ મેટેલિક અને બ્લુ છે.આ વિમાનમાં ઉડાન દરમિયાન રિસર્ચ માટે મદદરૂપ થતા ઘણા સાધન લગાવવામાં આવ્યા છે. એકંદરે આ વિમાન પોતાની ડિઝાઇન, કન્ફર્ટ અને સુવિધા સાથે ઇન્ટિરિયરની દ્રષ્ટિએ ખાસ છે. આ વિમાનના યાત્રિકો નીચે કેબિનમાં પોતાનો સામાન પણ રાખી શકે છે.
First published:

Tags: Space Tourism, Space Travel, Travel, અંતરિક્ષ

આગામી સમાચાર