Explained: કોરોનાનો Delta Variant વધુ સંક્રામક અને ઘાતક શા માટે છે? રિસર્ચમાં થયો ખુલાસો

કોશિકાઓમાં કટ લગાવીને આક્રમક થાય છે ડેલ્ટોનો સ્પાઇક પ્રોટીન (પ્રતીકાત્મક તસવીર)

Covid Delta Variant: ડેલ્ટા વેરિએન્ટને લઇને દાવો કરાયો છે કે તેની ઝપેટમાં આવનાર લોકોમાં વાયરલ લોડ 300 ગણો વધુ હોય છે

  • Share this:
Corona Delta Variant: કોરોનાવાયરસ (Coronavirus)નો ડેલ્ટા વેરિએન્ટ સૌથી ખતરનાક વેરિએન્ટ શું છે? તેની સાથે જોડાયેલ મહત્વની શોધ સામે આવી છે. યૂનિવર્સિટી ઓફ ટેક્સાસ (University of Texas)ના વૈજ્ઞાનિકોએ આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. આપને જણાવી દઇએ કે વિશ્વભરના વૈજ્ઞાનિકોની સામે છેલ્લા ઘણા સમયથી તે સવાલ છે હતો કે ડેલ્ટા વેરિએન્ટ શા માટે અને કઇ રીતે વધુ ખતરનાક છે? અમર ઉજાલામાં છપાયેલ રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકોનો દાવો છે કે ડેલ્ટા વેરિએન્ટ વધુ ખતરનાક હોવા પાછળનું કારણ પી681આર મ્યુટેશન છે. જાણકારી અનુસાર, તે વ્યક્તિના શ્વસન તંત્ર (Respiratory System) ના એપિથિલિયલ સેલ્સમાં આલ્ફા વેરિએન્ટની સરખામણીમાં ઝડપથી ફેલાય છે. રિસર્ચમાં દાવો કરાયો છે કે જ્યારે પી681આર મ્યૂટેશન હટાવ્યો તો જોયું કે ઇન્ફેક્શનનો દર લગભગ ખતમ થઇ ચૂકી છે, એવામાં ડેલ્ટાના વધુ સંક્રામક હોવાનું મુખ્ય કારણ હોઇ શકે છે.

300 ગણો વધુ હોય છે વાયરલ લોડ

વૈજ્ઞાનિકોએ ડેલ્ટા વેરિએન્ટને લઇને દાવો કરાયો છે કે તેની ઝપેટમાં આવનાર લોકોમાં વાયરલ લોડ 300 ગણો વધુ હોય છે, પરંતુ તેનો અર્થ તેવો નથી કે આ વેરિએન્ટ 300 ગણો વધુ સંક્રામક છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસ મેડિકલ બ્રાંચના વાયરોલોજીસ્ટ પ્રો.પી યોંગ શી(Pei-Yong-Shi)નું કહેવું છે કે શોધમાં તેમને વાયરસના રૂપમાં અમિનો એસિડ મ્યૂટેશન મળ્યું છે, જે તેના વધુ સંક્રામક અને ઘાતક હોવાનું મુખ્ય કારણ હોઇ શકે છે.

આ પણ વાંચો, Covid-19: ભારતમાં કોરોનાના કહેરે ફરી ડરાવ્યા, 24 કલાકમાં 46 હજાર લોકો સંક્રમિત, માત્ર કેરળમાં 31 હજાર કેસ

પ્રો. પી યોંગ શીનો દાવો છે કે વાયરસ જ્યારે કોષોમાં પ્રવેશ કરે છે તો તેનું સ્પાઇક પ્રોટીન કોષોને પ્રોટીનને બે વાર કાપે છે. તેમણે જણાવ્યું કે વાયરસનું ફ્યુરિન ક્લીવેજ સાઇટ સૌથી પહેલા કટ લાગે છે. ત્યાર બાદ સંક્રમિત કોષોથી બનેલા નવા વાયરલ કણ ઝડપથી મુખ્ય કોષોને સંક્રમિત કરે છે, જે થોડા સમયની અંદર ઘાતક રૂપ લઇ લે છે.

આ પણ વાંચો, કોરોનામાં મૃત્યુ પામેલા ડોકટરોના પરિવાર સહાયથી વંચિત, સુરત IMAએ કરી સરકાર પાસે મદદની ગુહાર

પ્લાઝ્મા મેંબ્રેનને કરે છે ફ્યૂઝ

તો બીજી તરફ વધુ એક સંશોધક યૂનિવર્સિટી ઓફ ટોક્યોના વાયરોલોજીસ્ટ પ્રો. પી સાતોનું પણ કહેવું છે કે વાયરસના સ્પાઇક પ્રોટીનમાં પી681આર મ્યૂટેશન સ્વસ્થ કોષોના પ્લાઝ્મા મેંબ્રેનને ત્રણ ગણા વધુ ઝડપથી ફ્યૂઝ કરે છે.
Published by:Mrunal Bhojak
First published: