Home /News /explained /Republic Day 2022: PM મોદીએ પહેરી ઉત્તરાખંડની ટોપી, જાણો આ ટોપી અને તેમાં બનેલી ડિઝાઈનની ખાસિયત

Republic Day 2022: PM મોદીએ પહેરી ઉત્તરાખંડની ટોપી, જાણો આ ટોપી અને તેમાં બનેલી ડિઝાઈનની ખાસિયત

73મા ગણતંત્ર દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Image credit- BJP)

Republic Day 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ 26 જાન્યુઆરીએ નેશનલ વોર મેમોરિયલ (National War Memorial) પહોંચીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેઓ ઉત્તરાખંડની ખાસ ટોપી પહેરેલા જોવા મળ્યા. આવો જાણીએ આ ટોપી અને તેમાં બનેલી ડિઝાઈનનો શું મતલબ છે.

વધુ જુઓ ...
Republic Day 2022: આપણો દેશ આજે 73મો ગણતંત્ર દિવસ (Republic Day) ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ 26 જાન્યુઆરીએ નેશનલ વોર મેમોરિયલ (National War Memorial) પહોંચીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. તેમણે નેશનલ વોર મેમોરિયલ ખાતે સશસ્ત્ર દળોના જવાનોને શ્રદ્ધાંજલિ આપી. પીએમ નરેન્દ્ર મોદી આ દરમિયાન ઉત્તરાખંડની ખાસ ટોપી (Uttarakhand cap) પહેરેલા જોવા મળ્યા હતા. પીએમ મોદીએ મણિપુરનો સ્ટોલ (Manipuri stole) પણ પહેર્યો હતો.

પીએમ મોદીએ ઉત્તરાખંડની ટોપી પહેર્યા બાદ સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે અને ઉલ્લેખનીય છે કે લોકોને આ ટોપી વિશે જાણવાની ઉત્સુકતા થઈ હશે. જો કે, કેટલાક લોકો તેને રાજકીય રંગ આપવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે. આવો જાણીએ આ ટોપી અને તેમાં બનેલી ડિઝાઈનનો શું મતલબ છે.

ઉત્તરાખંડની ટોપીની આ છે ખાસિયત

પીએમ મોદી જ્યારે ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ થતા પહેલા નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા તો તેમણે ઉત્તરાખંડની ટોપી પહેરી હતી. ત્યારબાદ ઉત્તરાખંડના લોકો સોશિયલ મીડિયા પર તેની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જણાવી દઈએ કે પીએમ મોદીએ પહેરેલી ઉત્તરાખંડની પહાડી ટોપીમાં ‘બ્રહ્મકમલ’નું ચિહ્ન બન્યું છે, જે ઉત્તરાખંડનું રાજ્ય ફૂલ છે. પીએમ મોદી જ્યારે પણ કેદારનાથ (Kedarnath)માં પૂજા કરે છે ત્યારે આ ફૂલનો ઉપયોગ કરે છે.

વડાપ્રધાન મોદીએ મણિપુરનો સ્ટોલ પણ પહેર્યો હતો. તેઓ ઘણી વાર તેમના ભાષણ દરમિયાન ‘ગમછા’ માસ્ક પહેરેલા જોવા મળે છે, જે ‘લેરમ ફી’ કહેવાતા પરંપરાગત મણિપુરી હાથવણાટના સ્ટોલથી પ્રેરિત છે. આ સફેદ, કાળું અને લાલ ગૂંથેલું કાપડ મણિપુરની મેતેઈ જાતિનું લીટમોટિફ (થીમ) છે.

આ પણ વાંચો: આ વખતે ગણતંત્ર દિવસ સમારોહમાં આ લોકો છે ખાસ મહેમાન, નામ જાણીને ચોંકી જશો

પીએમ મોદીએ પહેરેલી ટોપી અને સ્ટોલ એ રાજ્યોના છે જે ફેબ્રુઆરી અને માર્ચમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી કર્યા છે.

પીએમના પહેરવેશની પસંદગીથી પ્રભાવિત થઈને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ 1.25 કરોડ ઉત્તરાખંડવાસીઓ તરફથી મોદીનો ‘હૃદયપૂર્વક આભાર’ માન્યો હતો. તેમણે ટ્વિટ કરી કે, ‘આજે 73મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ બ્રહ્મકમલથી શણગારેલી દેવભૂમિ ઉત્તરાખંડની ટોપી ધારણ કરીને આપણા રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાને ગૌરવ અપાવ્યું છે.’



ગયા વર્ષે પીએમ મોદીએ રંગબેરંગી 'હાલારી પાઘ' (શાહી પાઘડી) પહેરી હતી જે તેમને જામનગર રાજવી પરિવાર દ્વારા આ કાર્યક્રમ માટે ભેટમાં આપવામાં આવી હતી. આ પાઘડી સાથે તેમણે ગ્રે જેકેટ અને ક્રીમ કલરની શાલ પહેરી હતી.
2020માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન પીએમએ કેસરિયો સાફો બાંધ્યો હતો. તો 2019માં તેમણે પીળી-નારંગી પાઘડી પહેરી હતી.

આ પણ વાંચો: Republic Day 2022: પૂર્ણ સ્વરાજથી પ્રજાસત્તાક, વર્ષોના સંઘર્ષ બાદ આ રીતે દેશનું બંધારણ અમલમાં આવ્યું

જણાવી દઈએ કે 2018માં પીએમ મોદીના પહેરવેશની કિંમત શું છે એ જાણવા માટે RTI ફાઈલ કરવામાં આવી હતી. RTIમાં જાણવા મળ્યું કે નરેન્દ્ર મોદી તેમના પોશાક પર પોતે ખર્ચ કરે છે. આ RTIના જવાબમાં PMOએ કહ્યું હતું કે આ પ્રશ્ન વ્યક્તિગત છે અને તેની માહિતી PMOના સત્તાવાર રેકોર્ડમાં નથી. PMOએ એવું પણ ઉમેર્યું કે વડાપ્રધાનના અંગત પોશાક પરનો ખર્ચ સરકારી ખાતામાંથી નથી કરવામાં આવતો.
First published:

Tags: Explained, Happy republic day, Know about, Republic Day 2022, Trending, Trending news, ઉત્તરાખંડ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો