ચિલીના સૂકા રણમાંથી મળી આવ્યા શાકાહારી મહાકાય ડાયનોસોરના અવશેષ

ચિલીના સૂકા રણમાંથી મળી આવ્યા શાકાહારી મહાકાય ડાયનોસોરના અવશેષ
પ્રતિકાત્મક તસવીર

ચિલીના વૈજ્ઞાનિકોએ આ અઠવાડિયે જ નવી પ્રજાતિની ઘોષણા કરી છે. આ મહાકાય ડાયનોસોરની પ્રજાતિને આર્કાર લિકાનૈનટે બતાવવામાં આવી રહી છે.

  • Share this:
ચિલીઃ ચિલીના (chile) ઉત્તરીય પ્રદેશમાં આટાકામા રણમાં (Desert) ડાયનોસોરની (Dinosaurs) નવી પ્રજાતિના અવશેષો (Remains) મળી આવ્યા છે. લાખો વર્ષ પહેલા હરિયાળીથી ભરપૂર આ પ્રદેશમાં મહાકાય ડાયનોસોર ફૂલ-છોડ ખાતો હતો.

ટાઈટનોસોર પરિવારની પ્રજાતિ


ચિલીના વૈજ્ઞાનિકોએ આ અઠવાડિયે જ નવી પ્રજાતિની ઘોષણા કરી છે. આ મહાકાય ડાયનોસોરની પ્રજાતિને આર્કાર લિકાનૈનટે બતાવવામાં આવી રહી છે. આ ડાયનોસોર ટાઈટનોસોર પરિવારમાંથી છે, પરંતુ આ ડાયનોસોરમાં વિશેષ પ્રકારની કરોડરજ્જૂ છે.

આટાકામામાં અવશેષો મળવા અજબ વાત
આર્કાર લિકાનૈનટે એક સ્થાનિક ભાષાનું નામ છે, જેનો અર્થ આટાકામા હાડકુ થાય છે. જે 8થી 6.6 કરોડ વર્ષ પહેલા ક્રિટેશિય કાળના અંત સમયમાં આટાકામાં વિસ્તારમાં રહેતો હતો. એન્ડિઝ પર્વતોના પશ્ચિમમાં સ્થિત આટાકામા રણમાં આ પ્રકારના અવશેષ મળવા તે એક અજબ વાત છે.

અવશેષ
આ અવશેષ વિશાળ ક્વાડ્રપેડ, શાકાહારી જીવ છે જેની લંબાઈ 6.3 મીટર છે, પરંતુ વૈજ્ઞાનિકોના મત અનુસાર આ કિશોરાવસ્થા ધરાવતો ડાયનોસોર છે. વૈજ્ઞાનિકો કહે છે કે તેની લંબાઈ 8 મીટર હોવી જોઈએ. હાડકામાં ફીમર, હ્યૂમરસ, ઈસચિયમ અને ગળુ તથા પીઠની કરોડરજ્જૂના અંગ સૌથી પહેલા 1990માં ભૂગર્ભશાસ્ત્રી કાર્લોસ આરેવાલોએ શોધ્યા હતા.

અવશેષ ક્યાંથી મળી આવ્યા
આટાકામા શહેરના 75 કિલોમીટર દક્ષિણમાં એક જગ્યાએ ખોદાણકામ કરીને અવશેષ મેળવવામાં આવ્યા છે. આરેવાલોએ ચિલીના નેશનલ જિયોલૉજી એન્ડ માઈનિંગ સર્વિસની મદદથી ખોદાણકામ કર્યું હતું. ટીમની આગેવાની ચિલીના નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીના અવશેષ વિજ્ઞાન વિભાગના પ્રમુખ ડેવિડ રૂલિબારે કરી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

ચિલી અને આર્જેન્ટીનાના નિષ્ણાંતોની ટીમ
આ ટીમમાં ચિલીના નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી, ચિલી પેલિએંટોલોજિકલ નેટવર્ક યુનિવર્સિટી અને આર્જેન્ટીનાના ક્યૂઓ સ્થિત નેશનલ યુનિવર્સિટીની લેબોરેટરી ઓફ ડાયનોસોરના નિષ્ણાંત શામેલ છે. નવી પ્રજાતિની શોધની ઘોષણા ક્રિટેશિયલ રિસર્ચ જર્નલમાં ઔપચારિક રૂપે પ્રકાશિત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-વહૂને આંખોની સામે તડપતી મરતી દેખી, પરિજનોએ ખોલી પોલ, 30 મિનિટ નહીં બે કલાક બંધ રહ્યો હતો ઓક્સીજન

આ પણ વાંચોઃ-રાજકોટઃ સિવિલમાં પૈસા લઈને દાખલ કરાવનારા લાલચું યુવકો ઝડપાયા, રૂ. 9000ની લાંચ માંગવામાં આવતી

ડાયનોસોરનો આકાર
આ ડાયનોસોરનું મોઢુ નાનુ પરંતુ ગળુ અને પૂંછડી લાંબી હોવાનું કહેવામાં આવે છે. તે સિવાય પીઠ અન્ય ટાઈટોનોસોરની તુલનામાં સપાટ હતી. અવશેષ પરથી કહી શકાય કે શાકાહારી જીવ ક્રિટેશિયસ કાળના અંતમાં ખૂબ જ હરિયાળીવાળા વિસ્તારમાં રહેતો હતો.

આટાકામાનો વિસ્તાર પહેલા અલગ હતો
આટાકામા અત્યારે દુનિયાનું સૌથી ઉજ્જડ રણ ગણવામાં આવે છે, જ્યાં 100 વર્ષથી એકવાર પણ વરસાદ થયો નથી. અહીંયા છોડ અને જાનવરો માટે જીવન વિતાવવા માટેની કોઈપણ પરિસ્થિતિ નથી. અહીંયા આજથી 8થી 6.6 કરોડ વર્ષ પહેલા છોડ, અને તાડના ઝાડ હતા.આર્કાર ટાઈટનોસોર પરિવારનો ડાયનોસોર અન્ય ટાઈટનોસોરની તુલનામાં નાનો છે. આર્જેન્ટીનોસોરસ એન્ડીઝ પર્વતોના વિસ્તારમાંથી શોધવામાં આવ્યો છે, જે ચારગણો મોટો છે. આ ડાયનોસોરના અવશેષ ચિલીના મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીમાં રાખવામાં આવશે.
Published by:News18 Gujarati
First published:April 22, 2021, 22:38 pm

ટૉપ ન્યૂઝ