ક્લાઇમેટ ચેન્જના કારણે અમેરિકા-કેનેડામાં બળબળતા તાપમાં શેકાઈ રહ્યા છે લોકોઃ Study

(પ્રતીકાત્મક તસવીર: Shutterstock)

આ પ્રકારની ગરમીની લહેર દર પાંચથી દસ વર્ષમાં આવે છે અને લગભગ એક ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ હોય છે

  • Share this:
ક્લાઇમેટ સાઇન્ટીસ્ટના એક ગ્રુપ દ્વારા કરવામાં આવેલ અભ્યાસ અનુસાર, જૂન મહીનાના અંતમાં પશ્ચિમ અમેરિકા (Western US) અને કેનેડા (Canada)માં જે રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે, તે માનવ સર્જિત ક્લાઇમેટ ચેન્જ (Climate Change) વગર લગભગ અશક્ય છે. વર્લ્ડ વેધર એટ્રીબ્યુશન ગ્રુપ (World Weather Attribution group)એ કહ્યું કે, ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન (Greenhouse Gas Emissions)ના કારણે ગ્લોબલ વાર્મિંગે ગરમીની લહેરને ઓછામાં ઓછી 150 ગણી વધુ થવાની સંભાવના કરી દીધી છે.

બંને દેશોના પ્રશાંત ઉત્તર-પશ્ચિમી ક્ષેત્રોમાં તાપમાને ઘણા ડીગ્રી સુધી રેકોર્ડ તોડ્યો છે. જેમાં લિટન ગામમાં 49.6 ડિગ્રી સેલ્સિયસનો કેનેડિયન રેકોર્ડ સામેલ છે, જે બાદમાં જંગલની આજમાં નષ્ટ થઇ ગયો હતો.

ક્લાઇમેટ ચેન્જ છે કારણ

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એક ક્લાઇમેટોલોજીસ્ટ ફ્રેડરિક ઓટોએ એક પ્રેસ કોન્ફરન્સમાં ચર્ચા દરમિયાન કહ્યું કે, ગરમીમાં થયેલા આ અસહનીય વધારામાં નિસંદેહ ક્લાઇમેટ ચેન્જ જ મહત્વપૂર્ણ કારણ છે.

વૈજ્ઞાનિકોએ ઇતિહાસના આંકડાઓ સાથે કરી તુલના

સતત વધી રહેલા તાપમાન પાછળ સાચે જ ક્લાઇમેટ ચેન્જ મહત્વપૂર્ણ કારણ છે કે નહીં તે જાણવા માટે વૈજ્ઞાનિકોએ 1800ના દાયકાના ઉત્તરાર્ધથી ગ્લોબલ વોર્મિંગના લગભગ 1.2 ડિગ્રી સેલ્સિયસ(2.2 ડિગ્રી ફોરેનહાઇટ) બાદ આજના ક્લાઇમેટની સરખામણી કરવા માટે ઐતિહાસિક ઓબ્ઝર્વેશન અને કમ્પ્યૂટર સિમ્યુલેશનનું વિશ્લેષણ કર્યુ. જેમાં તેમને જાણવા મળ્યું કે, અવલોકનો એટલા ઊંચા હતા કે તેઓ ઐતિહાસિક રૂપે માપવામાં આવેલ તાપમાનથી ખૂબ દૂર હતા. પરંતુ આજના વાતાવરણને જોતા તે અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આ ઘટના એક હજાર વર્ષમાં એક વખત થઇ શકે છે.

આ પણ વાંચો, Interesting News: આ બકરાના શરીર પર લખ્યું છે ‘અલ્લાહ’ અને ‘અહમદ’, કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે

ભવિષ્યને જોતા જો પૃથ્વી બે ડિગ્રી સેલ્સિયસ (3.6 ડિગ્રી ફારેનહાઇટ) સુધી ગરમ થાય, જે વર્તમાન સ્થિતિમાં 2040ના દાયકામાં થઇ શકે છે. આ પ્રકારની ગરમીની લહેર દર પાંચથી દસ વર્ષમાં આવે છે અને લગભગ એક ડિગ્રી સેલ્સિયસ(1.8 ડિગ્રી ફારેનહાઇટ) વધુ ગરમ હોય છે.

બે થીઅરીઓ

બુધવારે યૂરોપીયન યૂનિયનના ક્લાઇમેટ મોનિટરીંગ સર્વિસ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર, ઉત્તર અમેરિકામાં જૂન સૌથી ગરમ મહીનો હતો. મરનારની સંખ્યા વિશે હજુ સુધી જાણકારી મળી શકી નથી. પરંતુ કહેવાય રહ્યું છે કે, અસંખ્ય લોકો આ ગરમીના કારણે મોતના મુખમાં ગયા છે. સંશોધકોએ બે થીઅરીઓ આપી છે કે કઇ રીતે ક્લાઇમેટ ચેન્જ દ્વારા ગરમીમાં વધારો થવાની સંભાવના વધી ગઇ છે.

પ્રથમ કારણ તે હતું કે તે ખૂબ અલગ રહે છે જ્યારે ક્લાઇમેટ ચેન્જના કારણે ઘટના બનવાની સંભાવના વધુ હોય છે.

આ સિદ્ધાંત અનુસાર, પહેલા થયેલ દુષ્કાળ કે જેણે બાષ્પીભવનના કારણે ઠંડક આપતા વિસ્તારથી વંચિત હતો, સાથે જ વાતાવરણમાં ધીમી ગતિશીલ હાઇ પ્રેશર સિસ્ટમ સાથે હીટ ડોમ કહેવાતા ક્લાઇમેટ ચેન્જ દ્વારા સુપર ચાર્જ કરવામાં આવ્યો.

આ પણ વાંચો, Face Pareidolia: નિર્જીવ પદાર્થમાં માનવ ચહેરો જોવાનો આભાસ થવા પાછળનું આવું છે કારણ

આ થીઅરી અનુસાર, જળવાયુ પરીવર્તનની અસર વગર મહત્તમ તાપમાન લગભગ 2 ડિગ્રી સેલ્સિયસ(3.6 ડિગ્રી ફારેનહાઇટ) ઓછું હોય છે.

બીજી થીઅરી વધુ ભયાવહ

જે અનુસાર ક્લાઇમેટ સિસ્ટમ એક સીમા પાર કરી ગઇ છે, જેમાં સમગ્ર ગ્લોબલ વોર્મિંગની થોડી માત્રા પણ હવે મહત્તમ તાપમાનમાં ઝડપથી વૃદ્ધિ કરી રહ્યું છે, જે અત્યાર સુધીમાં જોવામાં આવ્યું છે.

વિશ્વના અન્ય ભાગોમાં પણ વધી શકે છે ખતરો

રોયલ નેધરલેન્ડ્સના હવામાન વિજ્ઞાન સંસ્થાના સહ-લેખક ગીર્ટ જાન વેન ઓલ્ડનબોર્ગે કહ્યું કે, આ ઘટનાઓની અસરો વિશે બધા ચિંતિત છે, કારણે કે આ એવી ઘટના છે જેને કોઇએ પણ પહેલા નથી જોઇ અને કોઇએ પણ તેને સંભાવનાઓ વિશે વિચાર્યુ ન હતું.

તેમણે ઉમેર્યુ કે, અમને લાગે છે કે આપણે ગરમીની લહેરોને સમજી શકતા નથી, જેવું અમે પહેલા વિચાર્યુ હતું. તેનો અર્થ તે હોઇ શકે છે કે ઉચ્ચ અક્ષાંશ પર આવેલા સ્થાનો જેવા કે ઉત્તર યુરોપ, અમેરિકા, ચીન, જાપાનમાં પણ આવું તાપમાન સંભવ છે.

ટીમે ચેતાવણી આપી છે કે, તેનો અર્થ એવો છે કે અનુકૂલનની યોજનાઓને ભૂતકાળમાં જોવા મળેલ રેન્જથી ઉપરના તાપમાન માટે સારી રીતે તૈયાર કરવાની આવશ્યકતા છે.
First published: