Home /News /explained /

Coal Crisis: દેશમાં અંધારપટ્ટના અણસાર! કેમ ઘેરાયું છે વીજ સંકટ? આ છે મોટા કારણો

Coal Crisis: દેશમાં અંધારપટ્ટના અણસાર! કેમ ઘેરાયું છે વીજ સંકટ? આ છે મોટા કારણો

પ્રતીકાત્મક તસવીર

coal crisis in India update: અનેક પાવર પ્લાન્ટ પાસે બે દિવસનો જ સ્ટોક વધ્યો છે. આમ થશે તો દેશના અનેક શહેરોમાં અંધારપટ છવાઈ જશે.

  દિલ્હી: વિદેશથી આયાત કરાયેલા કોલસાના (coal) ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. તેના કારણે કોલસાની આયાત ઘટી છે. આની અસર કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ્સ (power plant) પર પડી રહી છે. કોલસાની ભારે અછતના (coal crises) કારણે દેશના અનેક રાજ્યોમાં વીજકટોકટી વધી રહી છે. દિલ્હીમાં (Delhi) વીજ ઉત્પાદન કેન્દ્રોમાં એક જ દિવસનો કોલસો બચ્યો છે. દિલ્હીને ટૂંક સમયમાં કોલસો પૂરો પાડવામાં નહીં આવે તો બે દિવસ પછી બ્લેકઆઉટની (blackout) સ્થિતિ સર્જાશે. કોલસાની અછતના કારણે દેશના અનેક શહેરોમાં અંધારપટની આશંકા વ્યક્ત થઈ રહી છે.

  કોલસા સંકટના આ છે કારણો

  સૂત્રોના જણાવ્યા અનુસાર, કોલસાની અછતને કારણે દિલ્હી અને પંજાબ સહિત અનેક રાજ્યોમાં વીજળીની કટોકટીને પ્રશ્નો ઘેરાયો છે. દેશના ઘણા વિસ્તારોમાં આ વર્ષના અંત સુધી વરસાદના કારણે કોલસાનો પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. આ બે કારણોસર વીજ ઉત્પાદન ક્ષેત્ર ડબલ દબાણ હેઠળ છે. પરિણામે, કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ્સ તેમની ક્ષમતાના અડધા કરતા પણ ઓછા ઉત્પાદન કરી રહ્યા છે.

  ગુજરાત સહિત અનેક રાજ્યો પર થશે અસર

  દેશમાં કોલસાથી ચાલતા 135 પાવર પ્લાન્ટમાંથી અડધાથી વધુમાં કોલસાનો પુરવઠો ખતમ થઈ રહ્યો છે. અનેક પાવર પ્લાન્ટ પાસે બે દિવસનો જ સ્ટોક વધ્યો છે. આમ થશે તો દેશના અનેક શહેરોમાં અંધારપટ છવાઈ જશે. રાજસ્થાન અને પંજાબના કેટલાક ભાગોમાં વીજકાપ શરૂ થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આ વર્ષે કોલસાનું વિક્રમી ઉત્પાદન થયું છે. જોકે, લાંબા સમયથી સક્રિય ચોમાસાને કારણે, કોલસાની ખાણોમાંથી પાવર પ્લાન્ટ્સને કોલસાનો પુરવઠો ખૂબ પ્રભાવિત થયો હતો. જેના કારણે ગુજરાત, પંજાબ, રાજસ્થાન, દિલ્હી, ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ અને તામિલનાડુ સહિતના ઘણા રાજ્યોમાં વીજ ઉત્પાદન પર ઊંડી અસર થઇ છે.

  વીજ કાપ માટે રહેવા માટે તૈયાર રહેવા જણાવ્યુ

  ઘણા પાવર પ્લાન્ટ અને પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓએ માત્ર બે દિવસનો કોલસો બાકી હોવાનો દાવો કરતા લોકોને વીજ કાપનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. ગુજરાતને 1850 મેગાવોટ, પંજાબને 475, રાજસ્થાનને 380, મહારાષ્ટ્રને 760 અને હરિયાણાને 380 મેગાવોટ સપ્લાય કરતી ટાટા પાવરે ગુજરાતના મુન્દ્રામાં તેના આયાતી કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટમાંથી ઉત્પાદન બંધ કરી દીધું છે. અદાણી પાવરનું મુંદ્રા યુનિટ પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યું છે.

  'આગામી ત્રણ-ચાર દિવસમાં સ્થિતિ સુધરી જશે'

  દેશમાં કોલસાની અછતના કારણે વીજકટોકટી ઊભી થઈ છે. ત્યારે કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહ્લાદ જોશીએ શનિવારે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસાના ભાવ વધતા તેની અછત સર્જાઈ છે. બીજીબાજુ વીજ ઉત્પાદન ઘટવાથી વીજકટોકટી ઊભી થઈ છે. પરંતુ આગામી ત્રણ-ચાર દિવસમાં સ્થિતિ સુધરી જશે. આ વર્ષે ભારે વરસાદના કારણે કોલસાની અછત ઊભી થઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસાના ભાવ વધતાં આયાતી કોલસા પર નિર્ભર વીજ એકમોએ વીજ ઉત્પાદન બંધ કરી દીધું. તેમણે ઉત્પાદન બંધ કરતાં બધો જ બોજ સ્થાનિક કોલસા ઉત્પાદન પર પડયો છે.

  આ પણ વાંચો - સંકટ: કોલસાની અછતની અસર દેખાવા લાગી, અનેક રાજ્યોમાં 8થી 10 કલાક વીજકાપ

  રાજસ્થાન અને દિલ્હીનાં મુખ્યમંત્રીઓએ શું કહ્યુ?

  દેશભરમાં વીજળીની સમસ્યા સર્જાઈ છે ત્યારે રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે લોકોને એસીનો વપરાશ ઘટાડવા અને વીજળીની બચત કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, લોકોએ જરૂરિયાત પૂરતી જ વીજળી વાપરવી જોઈએ. ગેહલોતે અધિકારીઓને વીજળીની બચત માટે લોકોને જાગૃત કરવા જણાવ્યું છે. તેમણે સરકારી વિભાગોને પણ જરૂર ન હોય ત્યાં વીજળીના ઉપકરણો બંધ રાખવા જણાવ્યું છે. દરમિયાન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વીજળી સંકટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે તેઓ વ્યક્તિગત રીતે આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને આવી પરિસ્થિતિ ન બને તેની ખાતરી કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Coal, Electricity, ભારત

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन