Rani Laxmibai Death Anniversary: ‘ખૂબ લડી મર્દાની, વો તો ઝાંસી વાલી રાની થી!’

રાણી લક્ષ્મીબાઈની શહાદત કેવી રીતે થઈ તેના પર અનેક મતમતાંતર છે. (તસવીર- Wikimedia Commons)

ભારતના સ્વતંત્રતા સંગ્રામાના ઈતિહાસમાં આ રીતે અમર થયા વિરાંગના લક્ષ્મીબાઈ

  • Share this:
ભારત (India)ને અંગ્રેજો (British Rule)થી મળેલી સ્વતંત્રતા (Independence) આપણા વીર શહીદોના મહાન બલિદાનનું પરીણામ છે. ભારતીય સ્વતંત્ર સેનાનીઓમાં (Freedom Fighters) માત્ર પુરૂષો જ નહીં, પરંતુ સ્ત્રીઓએ પણ ખભેથી ખભો મીલાવી મા ભોમ કાજે બલિદાન આપ્યા છે. તેમાં ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની વિરાંગના રાણી લક્ષ્મીબાઇ (Rani Laxmibai)ની વીરતાને વિશેષ સ્થાન છે. આજે પણ તેમની શૌર્ય ગાથા લોકોમાં દેશપ્રેમનો ઝનૂન ભરી દે છે. 18 જૂને રાણી લક્ષ્મીબાઇ બલિદાન દિવસ તરીકે દેશ તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમને યાદ કરે છે. પોતાના જીવનની અંતિમ લડાઇમાં રાણી લક્ષ્મીબાઇએ બતાવેલા શૌર્યના તેજ સામે અંગ્રેજો પણ અંજાઇ ગયા હતા. તેમની શહીદી (Martyrdom) અંગે ઘણા મત પ્રવર્તે છે. જેમાં તેમના મૃત્યુને લઇને ઘણા મતભેદ પ્રવર્તે છે. પરંતુ આ વાત નિર્વિવાદ છે કે, તેમણે સાહસ અને બુદ્ધિથી અંગ્રેજોને હંફાવી દીધા અને પોતાના અંતિમ શ્વાસ સુધી લડતી રહી હતી.

ઉત્તરાધિકારી માનવાની મનાઇ

તે સમયના ગવર્નર જનરલ લાર્ડ ડલહોજીની નીતિ અંતર્ગત ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઇએ દત્તક લીધેલ બાળકને વારસદાર માનવાથી ઇનકાર કરી દીધો હતો. રાણી લક્ષ્મીબાઇએ પણ આ નીતિને માનવાની ઇનકાર કરી અંગ્રેજોને જોરદાર જવાબ આપ્યો કે તે પોતાનું ઝાંસી નહીં આપે. હવે અંગ્રેજો અને રાણી લક્ષ્મીબાઇ વચ્ચે યુદ્ધ નિશ્ચિત થઇ ગયું હતું. જેના માટે રાણી પણ તૈયાર હતી. રાણીના વિદ્રોહને ખતમ કરવા કેપ્ટન હ્યુરોઝને જવાબદારી સોંપવામાં આવી હતી.

પહેલા ઝાંસી છોડવા મજબૂર થઇ રાણી

23 માર્ચ, 1858એ અંગ્રેજોએ ઝાંસી પર હુમલો કર્યો અને 3 એપ્રિલ સુધી ભીષણ યુદ્ધ થયું. જેમાં રાણીને તાત્યા ટોપેનો સાથ મળ્યો. આ રીતે તેઓ અંગ્રેજોને ઝાંસીમાં ઘૂસવાથી 13 દિવસ સુધી રોકવામાં સફળ રહી. પરંતુ 4 એપ્રિલે અંગ્રેજોની સેના ઝાંસીમાં ઘૂસી ગઇ અને રાણીને ઝાંસી છોડીને જવું પડ્યું.


આ પણ વાંચો, વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યો આપણી સોલર સિસ્ટમની સીમાઓનો પહેલો 3D Map, ખાસ છે આ નકશો

ગ્વાલિયરમાં એકત્ર કર્યુ સેનાબળ

કહેવાય છે કે 24 કલાકમાં લગભગ 93 માઇલનું અંતર કાપી રાણી લક્ષ્મીબાઇ કાલ્પી પહોંચી, જ્યાં તેમની મુલાકાત નાના સાહેબ પેશવા, રાવ સાહેબ અને તાત્યા ટોપે સાથે થઇ. 30 મેએ આ તમામ બાગીઓ ગ્વાલિયર પહોંચ્યા, જ્યાંના રાજા જયાજીરાવ સિંધિયા અંગ્રેજોના સાથી હતા. પરંતુ તેની સેના બાગીઓ સાથે મળી ગઇ અને ત્યાર બાદ અંગ્રેજી સેના ગ્વાલિયર પહોંચી ગઇ. જ્યાં નિર્ણાયક યુદ્ધ થયું હતું.

17 જૂને થયું નિર્ણાયક યુદ્ધ

17 જૂને રાણી લક્ષ્મીબાઇનું અંતિમ યુદ્ધ શરૂ થયું. પરંતુ તેમની મૃત્યુ અંગે પણ અલગ અલગ મત પ્રવર્તી રહ્યા છે. જેમાં લોર્ડ કેનિંગના રિપોર્ટને સૌથી વધુ વિશ્વસનીય માનવામાં આવે છે. હ્યુરોઝની ઘેરાબંધી અને સંસાધનોની કમીના કારણે રાણી લક્ષ્મીબાઇ ઘેરાઇ ગઇ હતી. હ્યુરોઝે પત્ર લખી રાણીને ફરી એકવાર સમર્પણ કરવા કહ્યું. પરંતુ રાણી પોતાની સેના સાથે કિલ્લો છોડી મેદાનમાં આવી ગઇ. તેમનો ઇરાદો એકબાજુથી તાત્યાની સેના તો બીજી બાજુથી રાણી લક્ષ્મીના બ્રિગેડિયર સ્મિથની ટુકડીને ઘેરવાનો હતો. પરંતુ તાત્યા સમયસર પહોંચી ન શક્યા અને રાણી એકલી પડી ગઇ હતી.

ઇજાઓ સાથે પણ લડતી રહી રાણી

કેનિંગનો રિપોર્ટ અને અન્ય સૂત્રો અનુસાર કહેવાય છે કે રાણીને યુદ્ધ સમયે ગોળી લાગી હતી. જે બાદ તે વિશ્વસનીય સૈનિકો સાથે ગ્વાલિયર શહેરના હાલના રામબાગથી નૌગજા રોડ પર આગળ વધી સ્વર્ણ રેખા નદી તરફ આગળ વધી. નદીના કિનારે રાણીનો ઘોડો અટવાઇ ગયો. રાણીએ બીજી વખત પ્રયાસ કર્યો, પરંતુ ઘોડો અટવાઇ રહ્યો હતો. ગોળી લાગવાના કારણે લોહી નીકળી રહ્યું હતું અને તે બેભાન થવા લાગી હતી.

આ પણ વાંચો, International Picnic Day 2021: કોરોના કાળમાં પિકનિકનું આયોજન કેવી રીતે કરવું? જાણો આ ખાસ દિવસનું મહત્ત્વ

શહીદીની તે ક્ષણ

આ વચ્ચે એક તલવારે તેમના માથાને એક આંખ સાથે અલગ કરી દીધું અને રાણી શહીદ થઇ ગઇ. કહેવામાં આવે છે કે શરીર છોડતા પહેલા તેણે પોતાના સાથીઓને કહ્યું કે તેના શરીરને અંગ્રેજોનો હાથ પણ ન સ્પર્થવો જોઇએ. તેમના મૃતદેહને બાબા ગંગાદાસની શાળાના સાધુ, ઝાંસીના પઠાન સેના દ્વારા શાળામાં લાવવામાં આવ્યો અને ત્યાં તેમના અંતિમસંસ્કાર કરાયા હતા. રાણીના શૌર્યને જોઇને ખૂદ હ્યુરોઝે પણ લક્ષ્મીબાઇને વખાણ કર્યા છે.

રાણીના શરીર છોડવાની તારીખ પર એક મત જોવા મળતો નથી. ક્યાંક આ તારીખ 17 જૂન કહેવાય છે, તો ક્યાંક 18 જૂન. રાણી લક્ષ્મીબાઇ બલિદાન દિવસ મનાવવાનો ઉલ્લેખ 18 જૂને વધુ મળે છે. પરંતુ સત્ય તો એ છે કે તેમના બલિદાનના કદે તારીખને હંમેશા માટે નાની બનાવી દીધી હતી.
First published: