રાણી દુર્ગાવતી બલિદાન દિવસ: વીરતા, સુંદરતા અને કુશળ શાસનનો ભવ્ય ઈતિહાસ

રાણી દુર્ગાવતીને ગોંડવાનાની મહાન શાસક માનવામાં આવે છે. (ફાઇલ તસવીર)

રાણી દુર્ગાવતીએ મુઘલ સેના સામે હાર સ્વીકારી નહોતી અને છેલ્લા શ્વાસ સુધી તેમનો સામનો કર્યો હતો

  • Share this:
ભારતમાં મહિલાને શક્તિનું સ્વરૂપ ગણવામાં આવે છે. દેશમાં ઘણી મહિલા વીરાંગનાઓ પોતાના સમાજ અને પ્રજા માટે મોતના ડર વગર લડી હોય તેવા દાખલા છે. આવો જ એક દાખલો રાણી દુર્ગાવતી (Rani Gurgawati)નો છે. જેઓને બલિદાન અને વિરતાની સાથે ગોંડવાના (Gondwana)માં કુશળ શાસક તરીકે પણ યાદ કરવામાં આવે છે. દર વર્ષે 24 જૂનના રોજ તેમનો બલિદાન દિવસ (Rani Gurgawati Balidan Diwas) મનાવવામાં આવે છે. તેમણે મુઘલ સેના સામે હાર સ્વીકારી નહોતી અને છેલ્લા શ્વાસ સુધી તેમનો સામનો કર્યો હતો.

આ ક્ષેત્રમાં હતું તેમનું શાસન

રાણી દુર્ગાવતીનો જન્મ 1524માં થયો હતો. તેમનું રાજ્ય ગોંડવાનામાં હતું. તેઓ કલિંજરના રાજા કીર્તિસિંહ ચંદેલના એકમાત્ર સંતાન હતા. મધ્યપ્રદેશના ગોંડવાના પ્રદેશ રહેતા ગોંડ વંશજોના 4 રાજ્યો ગઢમંડલા, દેવગઢ, ચંદા અને ખેરલામાંથી દુર્ગાવતીના પતિ દલપત શાહનો ગઢમંડલા પર અધિકાર હતો. રાણી દુર્ગાવતી સાથેના લગ્નના 4 વર્ષ પછી રાજા દલપતશાહનું નિધન થયું હતું.

પોતે જ સંભાળી જવાબદારી

દુર્ગાવતીનો પુત્ર 3 વર્ષોનો હતો ત્યારે પતિનું અવસાન થયું હતું. તેથી તેમને પોતાને ગઢમંડલાનું શાસન સાંભળવું પડ્યું હતું. હાલનું જબલપુર તે સમયે તેમના રાજ્યનંન કેન્દ્ર હતું. રાણીએ 16 વર્ષ સુધી આ પંથક પર શાસન કર્યું હતું. તેમણે સક્ષમ વહીવટકર્તાની પોતાની છબી બનાવી હતી. પરંતુ તેમના પરાક્રમ અને બહાદુરીની વધુ ચર્ચાઓ વધુ થતી હતી. એવું કહેવામાં આવે છે કે, ક્યાંય સિંહ દેખાવાના સમાચાર મળતાની સાથે જ તેઓ હથિયાર લઈ તેને મારવા નીકળી પડતા હતા અને જ્યાં સુધી તેને મારી ન નાખે ત્યાં સુધી પાણી પીતા નહોતા.

રાણી દુર્ગાવતીએ વારંવાર તેમના સાહસનો પરિચય કરાવ્યો હતો. (તસવીર: Wikimedia Commons)


સુંદરતાના વખાણ અકબર સુધી પહોંચ્યા

રાણી દુર્ગાવતી ખૂબ સુંદર પણ હતા. માનીકપુરના સુબેદાર ખ્વાજા અબ્દુલ માજિદ ખાને રાણી દુર્ગાવતી સામે અકબરને ભડકાવ્યો હતો. અકબર અન્ય રાજપૂત પરિવારની વિધવાઓની જેમ દુર્ગાવતીને પણ રાણીવાસની શોભા બનાવવા ઇચ્છતો હતો. અકબરે તેને સોનાનું પીંજરું મોકલી રાણીઓએ મહેલની અંદર જ રહેવું જોઈએ તેવો સંદેશો આપ્યો હોવાનું કહેવાય છે. જોકે, દુર્ગાવતીએ એવો જવાબ આપ્યો કે અકબર સ્તબ્ધ થઈ ગયો હતો.

આ પણ વાંચો, CBSE Board Result 2021: ધો-10, ધો-12ના પરિણામ તૈયાર કરવા સીબીએસઇએ જાહેર કર્યા હેલ્પલાઇન નંબર

મુઘલો સામે સંઘર્ષ

રાણી દુર્ગાવતીએ મુઘલ શાસકો સામે ખૂબ સંઘર્ષ કર્યો હતો. તેમને ઘણી વખત પરાજિત કર્યા હતા. દર વખતે તેમણે જુલમની સામે નમવાની ના પાડી હતી અને સ્વતંત્રતા અને અસ્મિતા માટે રણભૂમિની પસંદગી કરી હતી. બે હુમલાઓ પછી 24 જૂન 1564ના રોજ મોગલ સેનાએ ફરીથી હુમલો કર્યો હતો. ત્યાં સુધીમાં રાણીની સૈન્ય શક્તિ ઓછી થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં રાણીએ તેમના પુત્ર નારાયણને સલામત સ્થળે મોકલી દીધો હતો.

રાણી દુર્ગાવતીનો મદન મહલ તેમની ધરોહર માનવામાં આવે છે. (પ્રતીકાત્મક તસવીર- ShutterStock)


આ પણ વાંચો, WTC Final 2021: ભારતની હારના 5 ‘ગુનેગાર’, ફાઇનલમાં તમામ સ્ટાર પ્લેયર થયા FAIL

યુદ્ધ દરમિયાન પ્રથમ તીર તેના હાથમાં વાગ્યું હતું. રાણીએ તેને કાઢી ફેંકી દીધુ હતું. બીજું તીર તેની આંખમાં વાગ્યું હતું. રાણીએ તેને પણ બહાર કાઢ્યું હતું, પણ તેની ધાર આંખમાં જ રહી ગઈ હતી. ત્યારબાદ ત્રીજું તીર તેમના ગળામાં વાગ્યું હતું. અંતિમ સમય નજીક જોઈ રાણીએ વજીર આધારસિંહને તલાવરથી પોતાનું ગાળું કાપવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ તે આ માટે તૈયાર થયા નહીં. જેથી અંતે રાણીએ પોતાની કટાર પોતાની છાતીમાં મારી આત્મ બલિદાન આપ્યું હતું.

આજે પણ યાદ કરાય છે રાણીને

આ ઐતિહાસિક યુદ્ધ જ્યાં થયું હતું તે સ્થળ જબલપુર નજીકનું બરેલા છે. મંડલા રોડ પર રાણીની સમાધિ છે. જ્યાં ગોંડ જનજાતિના લોકો પોતાના શ્રદ્ધા સુમન અર્પણ કરવા આવે છે. જબલપુરમાં રાણીના નામે રાણી દુર્ગાવતી વિશ્વવિદ્યાલય રાખવામાં આવ્યું છે. રાણીના નિધન બાદ તેમના દિયર ચંદ્રશાહે મુગલોનું સત્તા સ્વીકારી હતી અને પોતે શાસક બન્યો હતો.
First published: