Home /News /explained /Explained: એ 9 નિયમ ક્યા છે, જેનું પાલન રાજ્યસભામાં સાંસદો માટે છે જરૂરી

Explained: એ 9 નિયમ ક્યા છે, જેનું પાલન રાજ્યસભામાં સાંસદો માટે છે જરૂરી

રાજ્યસભામાં 5 વિરોધી દળના 12 સાંસદોને સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. (સાંકેતિક ફોટો)

Rules to Follow by Rajya Sabha Members: રાજ્યસભામાં અભૂતપૂર્વ કાર્યવાહીમાં 5 રાજકીય પક્ષોના 12 સાંસદોને આખા શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જાણો એ 9 નિયમો કયા છે જેનું પાલન રાજ્યસભાના સભ્યોએ કરવાનું હોય છે.

  અત્યારે રાજ્યસભામાં 5 વિરોધી દળના 12 સાંસદોને સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પહેલી વખત રાજ્યસભામાં આટલા સાંસદો પર આટલી કડક કાર્યવાહી થઈ છે. વિપક્ષ આનાથી નારાજ છે, પરંતુ રાજ્યસભાના અમુક એવા નિયમ છે, જેનું પાલન તેમના સભ્યોએ કરવું જોઈએ. અમુક એવી વાતો છે જે રાજ્યસભામાં ક્યારેય ન કરવી જોઈએ.

  શું ન કરવું જોઈએ, તેને લઈને રાજ્યસભામાં એક નિયમાવલી છે. આ નિયમાવલી દરેક સાંસદને ત્યારે જ આપી દેવામાં આવે છે જ્યારે તે રાજ્યસભા માટે ચુંટાય છે. તમને જણાવી દઈએ કે રાજ્યસભાના અધ્યક્ષે નિયમ 256 હેઠળ જે 12 સાંસદને સસ્પેન્ડ કર્યા છે, તેમને મોનસૂન સત્રના છેલ્લા દિવસે ભારે હિંસા અને સુરક્ષાકર્મીઓ પ્રત્યેના હિંસક વલણના કારણે તેમને આ શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે.

  હવે આપણે જાણીએ કે, રાજ્યસભાની નિયમાવલી અનુસાર એ કઈ નવ બાબતો છે જે રાજ્યસભાના સભ્યો ઉપલા ગૃહમાં નથી કરી શક્તા. જો તેઓ એવું કરે છે તો તરત જ તેમની સામે કાર્યવાહી થાય છે. અમુક વાતો એવી પણ છે જેનું પાલન કરવાની તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે.

  કઈ છે તે 9 વાતો

  આ વાતો રાજ્યસભાની નિયમાવલીના નિયમ 235 હેઠળ નોંધાયેલી છે. જેનું પાલન કરવાની અપેક્ષા રાજ્યસભાના દરેક સભ્ય પાસે કરવામાં આવે છે.

  જ્યારે રાજ્ય સભાની બેઠક ચાલુ હોય ત્યારે કોઈ સભ્યઃ

  1. એવું કોઈ પુસ્તક, સમાચાર પત્ર કે પત્ર નહીં વાંચે જેનો રાજ્યસભાની કાર્યવાહી સાથે સંબંધ ન હોય.

  2. કોઈ સભ્ય ભાષણ આપતું હોય ત્યારે કોઈ અવ્યવસ્થિત વાત, શોરબકોર કે અન્ય કોઈ અડચણ નહીં નાખે.

  3. રાજ્યસભામાં પ્રવેશ કરતા સમયે કે રાજ્યસભામાંથી બહાર જતી વખતે અને પોતાના સ્થાન પર બેઠા હોય ત્યારે ત્યાંથી ઉઠતા સમયે સભાપીઠ (અધ્યક્ષની ખુરશી) પ્રત્યે નમન કરશે.

  4. જ્યારે અધ્યક્ષ અને કોઈ સભ્ય ભાષણ આપી રહ્યા હોય ત્યારે તેની વચ્ચેથી કોઈ પસાર નહીં થાય.

  આ પણ વાંચો: World AIDS Day 2021: એઇડ્સ અંગે શું ચેતવણી આપી રહ્યું છે સંયુક્ત રાષ્ટ્ર, જાણો આ વર્ષની થીમ

  5. જ્યારે સભાપતિ રાજ્ય સભાને સંબોધિત કરતા હોય ત્યારે કોઈ રાજ્યસભામાંથી બહાર નહીં જાય.

  6. હંમેશા અધ્યક્ષને સંબોધન કરશે.

  7. રાજ્ય સભાને સંબોધિત કરતી વખતે પોતાના સામાન્ય સ્થાન પર જ રહેશે.

  8. જ્યારે રાજ્યસભામાં ન બોલી રહ્યા હોય ત્યારે શાંત રહેશે.

  9. કાર્યવાહીમાં અવરોધરૂપ નહીં થાય. શોરબકોર નહીં કરે. જ્યારે રાજ્ય સભામાં ભાષણ ચાલુ હોય ત્યારે તેને લગતી ટીકા ટિપ્પણી નહીં કરે.

  આ પણ વાંચો: World’s Most Expensive Cities: પેરિસ કે સિંગાપોર નહીં, આ છે દુનિયાનું સૌથી મોંઘુ શહેર

  મોટાભાગે આ નિયમો તૂટતા રહે છે

  જોકે, આ નિયમ બનેલા તો છે, પરંતુ આપણે જોઈએ છે કે મોટાભાગે રાજ્યસભામાં કાર્યવાહી દરમિયાન આ નિયમો તૂટવાની જાણે પ્રથા બની ગઈ છે. રાજ્યસભાનો સભ્ય જો નિયમને હળવાશથી તોડે છે, તો તેને અજરઅંદાજ કરવામાં આવે છે, પરંતુ વધારે પ્રમાણમાં નિયમને અવગણવામાં આવે તો તેના પર કાર્યવાહી કરવામાં આવે છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Member of Parliament, Parliament house, રાજ્યસભા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन