Home /News /explained /

COVID-19 : ઓસ્ટ્રેલિયાની સપ્લાય ચેન અને જાપાનના ફંડિંગથી અમેરિકી વેક્સિન બનાવશે ભારત

COVID-19 : ઓસ્ટ્રેલિયાની સપ્લાય ચેન અને જાપાનના ફંડિંગથી અમેરિકી વેક્સિન બનાવશે ભારત

ક્વાડ જૂથ (Quad Group)ના પહેલા શિખર સંમેલનમાં ગઠબંધનના નેતાઓનો નિર્ણય

ક્વાડ જૂથ (Quad Group) ના પહેલા શિખર સંમેલનમાં ગઠબંધનના નેતાઓએ નિર્ણય કર્યો છે કે મેક્રો વેક્સિનની પહેલ મુજબ કોવિડ-19 રોધક રસી(Covid 19 Vaccine) પુરી પાડવા ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ભારતમાં મોટુ રોકાણ કરવામાં આવશે.

    નવી દિલ્હી: ચાર દેશોના ક્વાડ જૂથ (Quad Group)ના પહેલા શિખર સંમેલનમાં ગઠબંધનના નેતાઓએ નિર્ણય કર્યો હતો કે મેક્રો વેક્સિન પહેલ મુજબ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં કોવિડ-19 રોધક રસી(Covid 19 Vaccine) પૂરી પાડવા માટે ઉત્પાદન ક્ષમતા વધારવા ભારતમાં મોટુ રોકાણ કરવામાં આવશે. આ પગલાને રસી પુરી પાડવાની દિશામાં ચીનના વધતા પ્રભાવને ઘટાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન(Scott Morrison), જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા (Yoshihide Suga), અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન(Joe Biden) સાથે ચાર દેશોના સમૂહના નેતાઓએ પહેલા ઓનલાઈન શિખર સંમેલનમાં ભાગ લીધો હતો.

    પ્રધાનમંત્રીએ કહ્યું કે કોવિડ-19 વિરૂદ્ધની લડાઈમાં અમે એકસાથે છીએ, અમે સુરક્ષિત કોવિડ-19ની રસી તમામ લોકો સુધી પહોંચે તે માટે મહત્વપૂર્ણ ક્વાડ ભાગીદારીની શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે હિંદ-પ્રશાંત ક્ષેત્રના દેશોની મદદ માટે ભારતની રસી ઉત્પાદન ક્ષમતાને જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના સહયોગથી વિસ્તારવામાં આવશે.

    સંમેલનમાં નેતાઓએ સુરક્ષિત અને પ્રભાવી રસીનું વિતરણ કરવા માટે રસી વિશેષજ્ઞ કાર્ય સમૂહ બનાવવાનો નિર્ણય કર્યો.

    ‘ક્વાડ રસી પહેલ’ સૌથી વધારે જરૂરી – વિદેશ સચિવ

    શિખર બેઠક વિશે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે ભારતની નિર્માણ ક્ષમતાનો ઉપયોગ અમેરિકી રસીના નિર્માણ માટે કરવામાં આવે. તેમણે કહ્યું કે, ‘ક્વાડ રસી પહેલ સૌથી વધુ જરૂરી અને મુલ્યવાન છે.’

    શ્રૃંગલાએ કહ્યું કે, આજના સંદર્ભમાં આ સૌથી મહત્વપૂર્ણ પહેલ છે. અમે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં દેશોમાં નિકાસ માટે ભારતમાં મોટાપ્રમાણમાં રોકાણ પર ચર્ચા કરી રહ્યા છીએ. અમે વર્ષ 2022ના અંત સુધીમાં એક અરબ ડોઝ ઉત્પાદન કરવા વિશે ચર્ચા કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે ક્વાડ દેશોએ પોતાના આર્થિક સંશાધનો, વિનિર્માણ ક્ષમતાઓ અને લોજિસ્ટિકલ ક્ષમતાઓને એકબીજા સાથે વહેચવાની યોજના પર સહમતી વ્યક્ત કરી.

    અમેરિકા અને જાપાનથી આવશે ફંડ, જાપાન આપૂર્તિમાં કરશે મદદ- શ્રૃંગલાએ જણાવ્યું કે, ‘વધુ ક્ષમતાના નિર્માણ માટે ફંડ અમેરિકા અને જાપાનથી આવશે અને ઓસ્ટ્રોલિયા સામાન પૂરો પાડવામાં યોગદાન આપશે. ઓસ્ટ્રેલિયા જેમને રસી પ્રાપ્ત થશે તેમને આર્થિક મદદ પણ કરશે.’

    તેમણે કહ્યું કે ક્વાડ રસી પહેલનો ઉદ્દેશ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં કોવિડ-19 રસીના નિર્માણ અને વિતરણમાં ઝડપ લાવવાનો છે. વિદેશ સચિવે કહ્યું કે ભારત ક્વાડ રસી પહેલનું સ્વાગત કરે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Australia, Corona vaccine, India make Covid Vaccine, News in Gujarati, Quad meeting, અમેરિકા, ગુજરાતી ન્યૂઝ, જાપાન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन