Home /News /explained /AAP Wins in Punjab: કોણ છે સંદીપ પાઠક, જેમને પંજાબમાં આપના વ્યૂહરચનાકાર કહેવામાં આવી રહ્યા છે
AAP Wins in Punjab: કોણ છે સંદીપ પાઠક, જેમને પંજાબમાં આપના વ્યૂહરચનાકાર કહેવામાં આવી રહ્યા છે
પંજાબમાં આમ આદમી પાર્ટીનો ઝાડુ એવો ચાલ્યો કે અન્ય પક્ષોનો સફાયો જ થઈ ગયો.
AAP Wins in Punjab: પંજાબમાં આમ આદમી પાર્ટી (Aam aadmi Party)ની અભૂતપૂર્વ જીત પાછળ જે રણનીતિકારનું નામ ઉભરી આવ્યું છે, તે એક એવી વ્યક્તિ છે જેણે આઈઆઈટી દિલ્હીમાં અભ્યાસ કર્યો છે. લંડનમાં નોકરી કરી છે. ત્યાંથી પાછા ફર્યા બાદ તેઓ થોડા સમયથી પંજાબમાં AAP માટે કામ કરતા હતા.
AAP Win in Punjab: પંજાબમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ની જીતનો શ્રેય પાર્ટીએ પોતાના તમામ કાર્યકર્તાઓને આપ્યો છે, જે છેલ્લા કેટલાક વર્ષોથી ત્યાં સતત ગ્રાઉન્ડ વર્ક કરી રહ્યા હતા. પરંતુ જો રિપોર્ટ્સનું માનીએ તો એક નામ છે, જે ઉભરીને સામે આવ્યું છે, જેમના માટે કહેવામાં આવી રહ્યું છે કે તેમણે પંજાબ (Punjab Election 2022)માં રહીને વ્યૂહરચનાની રીતે મોટું કામ કર્યું છે.
આ વ્યક્તિ સંદીપ પાઠક (Sandeep Pathak) છે. બીબીસીની એક રિપોર્ટમાં સંદીપનું નામ આમ આદમી પાર્ટીના પંજાબના ખાસ વ્યૂહરચનાકાર તરીકે લેવામાં આવ્યું. પાછળથી ખબર પડી કે ઘણાં વર્ષોથી પંજાબમાં વ્યૂહરચના (Punjab Politics Strategy) બનાવવામાં સંદીપની ખાસ ભૂમિકા હતી.
જો કે, આમ આદમી પાર્ટીના સૂત્રોએ આ અંગે વધુ જણાવવાની ના પાડી હતી પરંતુ તેમણે એ માન્યું કે સંદીપ તેમનાથી જોડાયેલા છે અને તેમણે પંજાબમાં AAP માટે કામ કર્યું છે. તેમની ભૂમિકા પડદા પાછળ રહીને ચૂપચાપ કામ કરતા વ્યક્તિની છે.
IIT ગ્રેજ્યુએટ અને લંડન રિટર્ન
પંજાબના કેટલાક રાજકીય વિશ્લેષકો પણ સંદીપ પાઠકનું નામ લઈ રહ્યા છે. રિપોર્ટમાં પંજાબમાં આપની જીતના જે કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાંથી એક કારણ સંદીપ પાઠકની વ્યૂહરચના પણ છે.
સંદીપ પાઠક દિલ્હી આઈઆઈટીથી જોડાયેલા રહ્યા છે. તેઓ કેટલાક વર્ષોથી લંડનમાં રહ્યા છે. જો માહિતી સાચી હોય તો તેમણે ત્યારે લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીથી પોતાની પીએચડીનું કામ પૂરું કર્યું હતું. એ પછી તેઓ કેટલીક અન્ય જગ્યાઓ સાથે પણ જોડાયા. બાદમાં તેઓ ભારત પાછા આવ્યા.
પ્રશાંત કિશોર સાથે પણ કર્યું કામ
IITના ઘણાં ડિગ્રીધારકો આમ આદમી પાર્ટી સાથે જોડાતા રહે છે. આથી આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સાથે તેમની ઓળખ હોવાનું કહેવાય છે. જો કે, આપ સાથે જોડાતા પહેલા તેઓ રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સાથે પણ કામ કરી ચૂક્યા છે.
પંજાબમાં આપની જીતના જે કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાંથી એક કારણ સંદીપ પાઠકની વ્યૂહરચના પણ છે.
પડદાની પાછળ ચૂપચાપ કામ
કહેવાય છે કે પંજાબમાં તેમને ચૂપચાપ કામ કરવાનો રોલ સોંપવામાં આવ્યો હતો. જેના પર તેઓ પોતાના જુનિયરોની ટીમ સાથે કામ કરી રહ્યા હતા. આ ટીમ ક્યારેય લાઇમલાઇટમાં નથી રહી અને સોશિયલ મીડિયાથી પણ અંતર રાખ્યું હતું. સામાન્ય રીતે તેમણે મુખ્ય મીડિયા સાથે પણ હળવામળવાનું ટાળ્યું હતું. આ ટીમે પંજાબને 5 ઝોનમાં વહેંચીને (How AAP win in Punjab) કામ કરવાનું શરૂ કર્યું.
ટેકનિકથી કર્યા કામ
આ ટીમે મતદારોનો મિજાજ પારખી લીધો, તો ઉમેદવારોની પસંદગી બાબતે પણ હાઈકમાન્ડને યોગ્ય સલાહ આપી. ટિકિટને આપવા પર નારાજગી ન ફેલાય, તેના માટે શું કરી શકાય, એ અંગે પણ દિલ્હીના હાઈકમાન્ડને સંપર્કમાં રાખ્યા.
કહેવાય છે કે ચૂંટણી પહેલા પંજાબમાં સીએમ ચહેરા તરીકે માનના નામની જાહેરાત માટે તેમણે હાઈકમાન્ડને સૂચનો આપ્યા હતા. જેને બાદમાં દિલ્હીના નેતૃત્વએ પણ સ્વીકાર્યા.
ઉલ્લેખનીય છે કે પંજાબ વિધાનસભામાં 117 સીટો માટે ચૂંટણી થઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ 92 સીટો જીતીને મોટી બહુમતી મેળવી. આ પહેલા વર્ષ 2020માં આમ આદમી પાર્ટીને દિલ્હીમાં મોટી જીત મળી હતી અને તેણે સરકાર બનાવી હતી.
અમુક દાયકામાં બીજા રાજ્યમાં સરકાર બનાવનારી પહેલી પ્રાદેશિક પાર્ટી
છેલ્લા 4-5 દાયકામાં આમ આદમી પાર્ટી એવી પ્રાદેશિક પાર્ટી પણ છે, જે બીજા રાજ્યમાં સરકાર બનાવવામાં સફળ રહી છે. જો કે AAPએ ગોવા અને ઉત્તરાખંડમાં પણ ચૂંટણી લડી હતી, પરંતુ તે ત્યાં ઈચ્છિત જીત મેળવી શકી નહોતી. ગોવામાં પક્ષને બે સીટ મળી તો ઉત્તરાખંડમાં ખાતું પણ ખોલાવી શકી નહીં.
પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે પંજાબની જીત આમ આદમી પાર્ટીને દેશના અન્ય રાજ્યોમાં ચૂંટણીની રણનીતિ બનાવવા માટે પ્રેરિત કરશે. પંજાબની જીત બાદ AAPના વડા અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં પણ આની જાહેરાત કરી હતી.
મફત વીજળી-પાણી
દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ પોતાની સરકારમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારના ક્ષેત્રમાં સારું કામ કરીને તેને એક મોડેલ તરીકે રજૂ કર્યું. તેને પસંદ પણ કરવામાં આવ્યું. દિલ્હીમાં AAP સરકાર લોકોને 300 યુનિટ મફત વીજળી, મફત પાણી આપી રહી છે. તેણે પંજાબમાં ચૂંટણી દરમિયાન આ કરવાની સાથે 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને 1000 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર