Home /News /explained /Explainer: જે ‘રવિદાસિયા સમુદાય’ને કારણે પંજાબ ચૂંટણીની તારીખ બદલવામાં આવી, જાણો તેનું મહત્વ 5 પોઈન્ટમાં

Explainer: જે ‘રવિદાસિયા સમુદાય’ને કારણે પંજાબ ચૂંટણીની તારીખ બદલવામાં આવી, જાણો તેનું મહત્વ 5 પોઈન્ટમાં

પંજાબમાં રવિદાસિયા સમાજ રાજકીય રીતે ખૂબ પ્રભાવી છે. (ફાઈલ ફોટો)

Ravidasiya Community: પંજાબમાં દલિતો (SC)ના લગભગ 39 પેટાવર્ગ છે. તેમાં 5 પેટાવર્ગ એવા છે, જેમાં 80% દલિત વસ્તી આવે છે. તેમાં 5 પેટા વર્ગોમાં પણ 30% ધાર્મિક શીખો બાદ બીજા સૌથી મોટા રવિદાસિયા છે. તે ત્યાંની કુલ દલિત વસ્તીના લગભગ 24% જેટલા છે.

વધુ જુઓ ...
  વારાણસી. આજે માઘી પૂર્ણિમા (Magh Purnima) છે. આજના દિવસે જ 15મી સદીના ભક્તિમાર્ગી સંત રવિદાસ (Sant Ravidas)ની જયંતિ મનાવવામાં આવે છે. સંત રવિદાસે જે શીખ આપી છે, તેને માનનારા અને તેમણે ચીંધેલા માર્ગે ચાલનારા આજે દેશમાં જ નહીં, પણ દુનિયાભરમાં લાખોની સંખ્યામાં છે. આ લોકોને ‘રવિદાસિયા’ કહેવામાં આવે છે. પંજાબ (Punjab)માં આ ‘રવિદાસિયા સમુદાય’ (Ravidasiya Community)ની વસ્તી સર્વાધિક છે. એટલી કે આ સમુદાયની ઉપસ્થિતિ, અનુપસ્થિતિ બંને ખૂબ મહત્વ ધરાવે છે. તેનું પ્રમાણ એ છે કે તાજેતરમાં જ ભારતીય ચૂંટણી પંચ (ECI) એ રવિદાસ જયંતિને ધ્યાનમાં રાખીને પંજાબમાં વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Elections)ની તારીખ બદલવી પડી હતી.

  પહેલા પંજાબમાં 14 ફેબ્રુઆરીએ વોટિંગ થવાનું હતું. પરંતુ મોટી સંખ્યામાં રવિદાસિયા સમુદાયના લોકો સંત રવિદાસ જયંતિના આયોજનમાં સામેલ થવા પંજાબથી વારાણસી જઈ રહ્યા હતા. એટલે જ, ECIએ પંજાબમાં મતદાનની તારીખ (Punjab Voting Date) આગળ વધારીને 20 ફેબ્રુઆરી કરી નાખી. દેખીતું છે કે આ સમુદાય વિશે વધુ જાણવાની ઉત્સુકતા થઈ શકે છે. અહીં 5 પોઈન્ટમાં જાણો આ સમુદાય વિશે.

  અંગ્રેજોના સમયમાં આકાર લેવાનું શરુ કર્યું, હવે શીખોથી અલગ

  એવું કહેવાય છે કે રવિદાસિયા સમાજે (Ravidassia Community) 20મી સદીમાં ત્યારે આકાર લેવાનું શરુ કર્યું, જ્યારે ભારત પર અંગ્રેજોનું શાસન હતું. પછી આઝાદી બાદ તે સતત સમૃદ્ધ થયો, વિસ્તારિત થયો. આ સમુદાયમાં ગુરુ રવિદાસ (Guru Ravidas)ને ‘સતગુરુ’ અને વર્તમાન ડેરા પ્રમુખોને ‘ગુરુ’ અને પંથને માનનારાને ‘ભગત’ કહેવામાં આવે છે. પહેલા આ સમુદાય શીખ ધર્મગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબને પોતાનું પવિત્ર પ્રતિક માનતું હતું. પરંતુ વર્ષ 2009માં ઓસ્ટ્રિયાની રાજધાની વિએનામાં તત્કાલીન રવિદાસિયા ગુરુ સંત નિરંજન દાસ (Guru Niranjan Das) અને તેમના નાયબ સંત રામાનંદ દાસ પર જીવલેણ હુમલો થયો હતો. કહેવાય છે કે શીખ આતંકીઓએ આ હુમલો કર્યો હતો, જેમાં સંત રામાનંદ દાસનું નિધન થઈ ગયું. ત્યારબાદ આ પંથ શીખોથી અલગ થઈ ગયું.

  આ પણ વાંચો: કેનેડામાં ઇમરજન્સી લાગુ, જાણો સરકારે શા માટે આવું પગલું ભર્યું અને દેશમાં ફેલાયેલી અશાંતિનું કારણ શું છે?

  પંજાબના 39 દલિત-પેટા વર્ગોમાં રવિદાસિયા બીજા સૌથી મોટા

  ‘ધ પાયનિયર’એ હાલમાં જ કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય (Central Social Justice and Empowerment Ministry)ની રિપોર્ટ પ્રકાશિત કરી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે પંજાબમાં દલિતો (SC)ના લગભગ 39 પેટાવર્ગ છે. તેમાં 5 પેટાવર્ગ એવા છે, જેમાં 80% દલિત વસ્તી આવે છે. તેમાં 5 પેટા વર્ગોમાં પણ 30% ધાર્મિક શીખો બાદ બીજા સૌથી મોટા રવિદાસિયા છે. તે ત્યાંની કુલ દલિત વસ્તીના લગભગ 24% જેટલા છે. મોટાભાગના રવિદાસિયા પંજાબના દોઆબા ક્ષેત્રમાં રહે છે. આ ક્ષેત્રમાં જાલંધર, હોશિયારપુર, નવાશહર, કપૂરથલા જેવા જિલ્લાઓ આવે છે.

  આશરે 50 લાખ વસ્તી, સૌથી મોટું ઠેકાણું ડેરા સચખંડ બલ્લાં

  ‘રવિદાસિયા સમુદાય' (Ravidassiya Community)ની વસ્તી આશરે 20 થી 50 લાખ હોવાનું કહેવાય છે. આ સમુદાયનું સૌથી મોટું ઠેકાણું ‘ડેરા સચખંડ બલ્લાં' (Dera Sachkhand Ballan) છે. તેનું મુખ્ય મથક પંજાબના જાલંધરમાં છે. તેના પ્રમુખ એ જ ગુરુ નિરંજન દાસ છે, જેમણે 2009માં વિયેનામાં થયેલા હુમલા બાદ પોતાનો રસ્તો શીખોથી અલગ કરી નાખ્યો હતો. ‘ડેરા સચખંડ બલ્લાં'ના સમર્થકોની સંખ્યા 15 લાખથી થોડી વધુ હોવાનું કહેવાય છે.

  સૌથી મોટું તીર્થ વારાણસી, જ્યાં 7 દિવસનું આયોજન

  વારાણસીમાં સીર ગોવર્ધન (Seer Govardhan, Varanasi) નામનું સ્થળ છે. તે સંત રવિદાસનું જન્મસ્થળ હોવાનું કહેવાય છે. તેથી જ આ સ્થળ રવિદાસિયા સમાજનું સૌથી મોટું તીર્થધામ પણ છે. દર વર્ષે સંત રવિદાસની જન્મજયંતિએ 7 દિવસનું મોટું આયોજન થાય છે. ‘ડેરા સચખંડ બલ્લાં' (Dera Sachkhand Ballan)થી જ ટ્રેનોની ટ્રેનો ભરાઈને બનારસ પહોંચે છે. આ વખતે પણ પહોંચ્યા છે. માત્ર પંજાબના જ નહીં, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, કાશ્મીર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી પણ ‘રવિદાસિયા સમુદાય'ના લોકો વારાણસીમાં એકત્ર થયા છે. ઉપરાંત વિદેશથી પણ લોકો આવે છે. ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ' અનુસાર આ આયોજન માત્ર ‘જયંતિ-ઉજવણી' નથી, પરંતુ ‘રવિદાસિયા સમુદાય'ના સમર્થકોની સંખ્યા વધારવાનું પણ એક મોટું માધ્યમ બની જાય છે.

  આ પણ વાંચો: Bappi Lahiriના મૃત્યુનું કારણ બની આ જીવલેણ બીમારી, જાણો શું છે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા?

  આ વખતે વારાણસીમાં આસ્થા સાથે રાજકારણનો સંગમ

  આ વખતે સંત રવિદાસ (Sant Ravidas) જયંતિ પંજાબ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓની (Assembly Elections) વચ્ચે છે. તેથી અહીં આસ્થાની સાથે રાજકારણનો સંગમ પણ 16 ફેબ્રુઆરીએ જોવા મળવાનો છે. વારાણસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંસદીય ક્ષેત્ર (PM Narendra Modi’s Parliamentary Constituency, Varanasi) પણ હોવાથી તેમને રવિદાસ જયંતિ સમારોહનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને (UP CM Yogi Adityanath) પણ બોલાવવામાં આવ્યા છે.

  દલિત નેતા અને બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ (SP Chief Akhilesh Yadav) અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને (National Convener of AAP, Aravind Kejriwal) પણ બોલાવવામાં આવ્યા છે. પંજાબના પહેલા દલિત-શીખ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની (Punjab CM Charanjit singh Channi) અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા વાડ્રા (Priyanka Vadra, Congress General Secretary)ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રી ગુરુ રવિદાસ જન્મસ્થાન પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય એનડી ચીમાએ આ વાતની પુષ્ટિ કરે છે.

  હવે જ્યારે ચૂંટણી આવી રહી છે અને સમુદાય પ્રભાવશાળી છે, ત્યારે માની શકાય છે કે દરેક પક્ષ અને નેતા અહીં તેમની પહોંચ નોંધાવશે. પછી તે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Aaam Aadmi Party, Assembly Election, Dalits, Explained, Explainer, PM Modi પીએમ મોદી, Punjab Assembly Election-2022, Punjab Election 2022, Punjab Politics, Varanasi, ભાજપ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन