corona vaccine: કોરોના વેક્સિનના બીજા ડોઝ પહેલા ગર્ભધારણ, જાણો શું સર્જાઈ શકે છે મુશ્કેલીઓ
corona vaccine: કોરોના વેક્સિનના બીજા ડોઝ પહેલા ગર્ભધારણ, જાણો શું સર્જાઈ શકે છે મુશ્કેલીઓ
ગર્ભવતી મહિલાની પ્રતિકાત્મક તસવીર
corona vaccine for pregnant women: 1મેથી 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકો માટે કોરોનાની વેક્સિન (corona vaccine) આપવાનું શરૂ કરી દીધું છે. આ વર્ગના રિપ્રોડક્ટિવ એજ ગૃપ અથવા પ્રજનન આયુ સમૂહ માનવામાં આવે છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે (Union Ministry of Health and Family Welfare) 1મેથી 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકો માટે કોરોનાની વેક્સિન (corona vaccine) આપવાનું શરૂ કરી દીધું છે. આ વર્ગના રિપ્રોડક્ટિવ એજ ગૃપ અથવા પ્રજનન આયુ સમૂહ માનવામાં આવે છે. આ સમૂહમાં મોટા ભાગના લોકોના લગ્ન (marriage) થઇ ગયા છે, લગ્ન થવાના છે અથવા તો પરીવાર આગળ વધારવા વિશે વિચારી રહ્યા છે. તેથી સમૂહમાં વેક્સિનને લઇને ઘણા ભ્રમ પેદા થયા છે.
લોકોનું માનવું છે કે વેક્સિન ઇનફર્ટીલિટી અથવા નપુસંકતાનું કારણ બની શકે છે. માત્ર મહીલાઓ જ નહીં પુરૂષોમાં આ વાતની શંકા છે કે વેક્સિન ભવિષ્યમાં પિતા બનવાની ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે. આ સિવાય સરકાર દ્વારા વેક્સિનેશન પૂરૂ થયા બાદ ગર્ભધારણ કરવાની સલાહ આપવામાં આવી છે, જ્યારે વેક્સિનના પહેલા ડોઝ બાદ જ પ્રેગ્નેન્સીના કેસ સામે આવી રહ્યા છે. સ્વાભાવિક રીતે લોકો તેને લઇને ચિંતામાં છે.
જોકે વેક્સિનથી પ્રજનન ક્ષમતા અને વચ્ચે જ ગર્ભધારણ સિવાય ઘણા મુદ્દાઓ પર સફદરજંગ હોસ્પિટલના નવજાત શિશુ રોગ વિશેષક કોવિડ-19 નોડલ અધિકારી અને મહિલા અને પ્રસૂતિ વિભાગના એસોસિએટ પ્રાફેસર ડો. સુમિત્રા બચાની મહત્વની જાણકારી આપી રહ્યા છે.
શું કોરોનાના રસીકરણથી હકીકતમાં પ્રજનન ક્ષમતા પ્રભાવિત થાય છે કે શું અન્ય કોઇ વેક્સિનથી આ પ્રકારની અસર થવાની સંભાવના છે?
યુએસએમાં ભારતથી લગભગ 16 દિવસ પહેલા ડિસેમ્બર, 2020થી કોવિડ રસીકરણ શરૂ થઇ ગયું. ત્યાં આ અંગે શોધ કરાઇ, જેમાં મહિલાઓને વેક્સિન બાદ થતી અસરો વિશે અભ્યાસ કરવામાં આવ્યો. શોધમાં સામેલ ઘણી મહિલાઓએ રસીકરણ બાદ ગર્ભધારણ કર્યુ. તેના આધારે એમ કહી શકાય છે કે વેક્સિન લેવાથી પ્રજનન ક્ષમતા પર કોઇ પ્રકારની નકારાત્મક અસર થતી નથી. કોવિડ વેક્સિન જ નહીં કિ પણ વેક્સિનની આવી અસરો જોવા મળી નથી. આપણને બધાને બાળપણમાં ઘણા પ્રકારની બીમારીઓથી બચાવવા રસીઓ આપવામાં આવે છે. વર્ષોથી ચાલી રહેલા આ રસીકરણના પ્રજનન ક્ષમતા ઓછી કરવા જેવી અસર દેખાઇ નથી.
હકીકતમાં વેક્સિન વાયરસની સામે શરીરમાં રક્ષા કવચ તૈયાર કરે છે. તેનો અન્ય કોઇ ક્રિયા પ્રતિક્રિયા પર પ્રભાવ પડતો નથી. કોવિડ વેક્સિન પ્રાપ્ત મહિલા જો ગર્ભધારણ કરે છે તો તે પોતાના બાળકને એન્ટીબોડી આપી શકે છે, જેથી વેક્સિન નવજાત શિશુને પણ સંક્રમણથી મુક્ત રાખશે.
શું પરીવાર નિયોજન વિકલ્પ(આઇ પિલ્સ, કાંટ્રેસેપ્ટિવ વગેરે) અપનાવીને પણ કોવિડ-19ની રસી લઇ શકાય છે?
અમારી પાસે હોસ્પિટલમાં ઘણા દંપતીઓ આ પ્રકારના સવાલો સાથે આવે છે કે અમે પરિવારને આગળ વધારવા માંગીએ છીએ અથવા હાલ પરીવાર નથી વધારવા માંગતા તેથી ઓરલ કાંટ્રેસેપ્ટિવ લઇ રહ્યા છીએ, આ સ્થિતિમાં પણ કોરોનાની રસી લઇ શકીએ છીએ? આ વિષયમાં બે વાતો સ્પષ્ટ રીતે સમજી લેવી જરૂરી છે કે જો તમે વેક્સિન લીધી છે, ત્યાર બાજ પરીવારને આગળ વધારવાની યોજના બનાવી રહ્યા છો તો ગર્ભસ્થ શિશુને સંક્રમણથી દૂર રાખશે.
બીજુ પરીવાર નિયોજનની જે પિલ્સ લેવામાં આવે છે તેમાં ખૂબ ઓછી માત્રામાં સ્ટેરોઇડ હોય છે, જેથી ગર્ભધારણ માટે જરૂરી હોર્મોનનું નિર્માણ રોકવા માટે ઉપયોગમાં લેવાય છે, તેથી આ પિલ્સમાં ખૂબ ઓછી માત્રામાં સ્ટેરોઇડ હોય છે જે નુકસાનદાયક નથી હોતા. ગર્ભવતી મહિલાઓને વેક્સિન લગાવવા માટે હાલમાં જ સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં ગર્ભવતી મહિલાઓના વેક્સિનેશન સંબંધી તમામ શંકાઓ દૂર કરાઇ છે. ઉપલબ્ધ તમામ વેક્સિન ગર્ભવતી મહિલાઓ માટે સુરક્ષિત છે.
કોવિશિલ્ડનો પહેલા અને બીજા ડોઝમાં 84 દિવસનું અંતર છે, પહેલા ડોઝ બાદ શું પરીવાર આગળ વધારવાનો વિચાર કરી શકાય?
કોરોના સંક્રમણ સામે એક આદર્શ સ્થિતિ મેળવવા માટે બંને ડોઝ લીધા બાદ પરીવારને આગળ વધારવાનો વિચાર કરવો જોઇએ. છતા પણ જો અજાણતા એક ડોઝ બાજ ગર્ભ ધારણ કર્યો છે તો તે સ્થિતિમાં પણ નક્કી સમય પહેલા બીજો ડોઝ લઇ શકાય છે. તેનાથી ગર્ભસ્થ શિશુને સંક્રમણ સામે રક્ષા કવચ તૈયાર કરવામાં મદદ મળશે. જો તમે જાગૃત દંપતિ છો અને યોજના બનાવી પરીવાર આગળ વધારવા વિશે વિચારી રહ્યા છો તો એક આદર્શ સ્થિતિ તે છે કે વેક્સિનના બંને ડોઝ લીધા બાદ જ ગર્ભધારણ પર વિચાર કરો. તેનાથી માતા અને શિશુને વધુ એન્ટીબોડી મળશે. જો કોવેક્સિન લઇ રહ્યા છો તો 28 દિવસ બાદ બીજો ડોઝ લઇ શકાય છે અને આ સમયગાળા બાદ પરીવાર આગળ વધારવા વિશે વિચારી શકાય છે.
પીસીઓએસ(પોલીસિસ્ટિક ઓવેરિયન સિંડ્રોમ) અથવા યૂટીઆઇ(યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન)ની સમસ્યા છે, આ સ્થિતિમાં વેક્સિન ક્યારે લેવી જોઇએ?
હાઇપરટેન્શન, ડાયાબિટીસ કે હ્યદયની કોઇ પણ પ્રકારની સમસ્યા થવા પર તરત વેક્સિન લઇ લેવી જોઈએ. આ મહિલાઓને કોવિડ સંક્રમણ થવાથી કોવિડની ગંભીર અવસ્થા થવાનો ખતરો રહે છે. આ રીતે પીસીઓએસ અને યૂટીઆઇ થવા પર પણ મહિલાઓને કોવેક્સિન લેવી જોઇએ, જો તેમની બીમારી નિયંત્રિત છે તો તેઓ કોઇ પણ ખતરા વગર વેક્સિન લઇ શકે છે. માત્ર અમુક એવા કેસમાં જ્યારે દર્દી કોઇ ગંભીર એલર્જીનો શિકાર છે કે તેને ઇમ્યૂનો સપ્રેંટ દવાઓ અપાઇ રહી છે કે જેમને યૂટીઆઇના કારણે તાવ કે અન્ય કોઇ ત્વચાનું સંક્રમણ છે એવી સ્થિતિમાં પોતાના ડોક્ટરની સલાહ લીધા બાદ જ વેક્સિન લગાવવી જોઇએ.
શું માસિક અથવા પીરિયડ્સ દરમિયાન રસી લઇ શકાય?
હાં, જરૂર લઇ શકાય. તેને સંબંધિત મનમાં કોઇ પ્રકારનો ભ્રમ ન રાખવો જોઇએ. વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે. મહિલાઓ માસિક દરમિયાન પણ વેક્સિન લઇ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર