Police Commemoration Day 2021: આ દિવસનું ચીન સાથે શું કનેક્શન છે? શા માટે મનાવવામાં આવે છે? જાણો

પોલિસ કમેમોરેશન ડે (Police Commemoration Day) ભારતમાં શહીદ થયેલા પોલિસકર્મીઓના સન્માનમાં મનાવવામાં આવે છે. (ફોટો- Wikimedia commons)

Police Commemoration Day 2021: તિબેટ સીમા પર 1959માં 10 ભારતીય પોલિસ (Police) જવાનોની શહાદત (Martyr)ની યાદમાં આ દિવસને દર વર્ષે મનાવવામાં આવે છે.

 • Share this:
  દેશ ભક્તિના જુનૂન માટે મોટાભાગે ભારતીય સૈનિકોને જ યાદ કરવામાં આવે છે. પરંતુ દેશની પોલિસ (Police) માટે એક ખાસ દિવસ લોકો બહુ યાદ નથી રાખતા. આ દિવસ છે પોલિસ સ્મૃતિ દિવસ, જેને પોલિસ શહીદ દિવસ, પોલિસ રિમેમ્બરન્સ ડે (Police Remembrance Day), પોલિસ કમેમોરેશન ડે (Police Commemoration Day 2021), પોલિસ મેમોરિયલ ડે જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસને ભારતની આઝાદી પછીથી દેશની સેવા કરતા શહીદ થયેલા તમામ પોલિસકર્મીઓને યાદ કરવા માટે મનાવવામાં આવે છે. પરંતુ તે 21 ઓક્ટોબરે મનાવવા પાછળ 1959ની એક ઘટના છે જેનો સંબંધ ચીન (China) સાથે છે.

  આ દિવસે એ વર્ષે શું થયું હતું
  પોલિસ કમેમોરેશન ડે 21 ઓક્ટોબર 1959ના ભારત-ચીન બોર્ડર પર સુરક્ષા દરમ્યાન દસ પોલિસ જવાનોની શહીદીની યાદમાં મનાવવામાં આવે છે. આ વાર્તા એ વર્ષે 20 ઓક્ટોબરે શરુ થઈ હતી. એ સમયે ભારત અને તિબેટ વચ્ચે અઢી હજાર માઈલ લાંબી સીમાની દેખરેખ રાખવાની જવાબદારી ભારતીય રિઝર્વ પોલિસ ફોર્સના પોલિસકર્મીઓના ખભે હતી. ઉત્તર પૂર્વીય લદ્દાખમાં આ ઘટના તિબેટ સીમા પર થઈ હતી પણ આ મામલામાં ચીનનો હાથ હતો. ત્યાં સુધી તિબેટ ચીનનો હિસ્સો બની ચૂક્યો હતો.

  એક દિવસ પહેલા આવું થયું હતું
  ઉત્તર પૂર્વીય લદ્દાખ સીમા પર સુરક્ષા માટે હોટ સ્પ્રિંગ સ્થાન પર સીઆરપીએફ ત્રીજી બટાલિયનની કંપનીની ત્રણ ટુકડીઓને અલગ-અલગ પેટ્રોલિંગ માટે મોકલવામાં આવી હતી જેમાંથી ત્રણ ટીમમાંથી બે ટીમ બપોરે સમય પર પાછી આવી ગઈ, પણ ત્રીજી ટુકડી ન આવી જેમાં બે પોલિસ કોન્સ્ટેબલ અને એક પોર્ટર સામેલ હતા. બીજા દિવસે આ ટુકડીની તલાશ માટે એક નવી ટુકડી બનાવવામાં આવી.

  અચાનક થયો હુમલો
  ખોવાયેલી ટુકડીની શોધમાં ડીસીઆઈઓ કરમ સિંહની લીડમાં નવી ટુકડી 21 ઓક્ટોબરે રવાના થઈ જેમાં 20 પોલીસકર્મીઓ હતા. આ ટુકડીને પણ ત્રણ ભાગમાં વહેંચવામાં આવી હતી. એક પહાડીથી નજીક જવા પર ચીની સૈનિકોએ આ ટુકડી પર ગોળીબાર અને ગ્રેનેડથી હુમલો કર્યો. આ ટુકડી સૈન્ય ટુકડી ન હતી અને તેની પાસે સેનાની જેમ પોતાની રક્ષા કરવા માટે હથિયાર પણ ન હતા.

  police commemoration day
  ત્યારથી લઈને આજ સુધી કેન્દ્રીય રિઝર્વ પોલિસ દળ (CRPF)માં ઘણાં પરિવર્તન થયા છે. (ફોટો- Wikimedia Commons)


  ચીનની ભૂમિકા?
  અચાનક થયેલા હુમલાને લીધે સિપાહી ઘાયલ થવા લાગ્યા. 10 પોલીસકર્મીઓ શહીદ થઈ ગયા અને સાત ઘાયલ પોલિસને ચીની સૈનિકોએ બંદી બનાવી લીધા. ત્રણ પોલિસકર્મી ત્યાંથી બચવામાં સફળ રહ્યા. ત્યારબાદ 13 નવેમ્બરે ચીની સૈનિકોએ શહીદ થયેલા 10 પોલિસ કર્મીઓના શબ પરત કર્યા જેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ પોલિસ આત્મસન્માન સાથે કરવામાં આવ્યા.

  પછી આ પરિવર્તન પણ થયું
  આ ઘટના બાદ ભારત તિબેટ સીમાની સુરક્ષાની જવાબદારી એક વિશેષ સૈન્ય દળ ભારત-તિબેટ સીમા સુરક્ષા દળ આઈટીબીપી ઇન્ડો તિબેટ બોર્ડર પોલિસને સોંપવામાં આવી જે એક અર્ધસૈનિક દળ છે. પણ સીઆરપીએફની સુરક્ષાની જવાબદારી ત્યારે પણ ચાલુ રહી અને 1965માં ભારત પાક યુદ્ધ બાદ સીમા સુરક્ષા દળની રચના બાદ તેને સીમા સુરક્ષાની જવાબદારીથી મુક્ત કરીને આંતરિક સુરક્ષા હેતુથી પોલિસની મદદ કરવાની જવાબદારી સોંપવામાં આવી.

  indian police memorial
  ભારતીય પોલિસ મેમોરિયલમાં આ દિવસે દર વર્ષે શહીદ પોલિસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. (ફોટો- Wikimedia Commons)


  આ દિવસને મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો
  ત્યારબાદ 1960માં થયેલા દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલિસ મહાનિર્દેશકોના વાર્ષિક સંમેલનમાં આ ઘટનામાં શહીદ થયેલા પોલિસકર્મીઓને સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને દર વર્ષે 21 ઓક્ટોબરે દેશ માટે શહાદત વહોરનારા દરેક પોલિસકર્મીના સન્માનમાં સ્મૃતિ દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

  એ પછી પોલિસ મેમોરિયલની પણ સ્થાપના થઈ. તેનો વિચાર 1984માં આવ્યો, પણ તેનું નિર્માણ 2000 બાદ શરુ થયું અને 2018માં તેનું અનાવરણ થઈ શક્યું. આ મેમોરિયલ દિલ્લીના ચાણક્યપુરી વિસ્તારમાં 6 એકરથી પણ વધુ ક્ષેત્રમાં બન્યું છે. 2012થી દર વર્ષે આ દિવસ પર પોલિસ પરેડનું આયોજન અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાય છે.
  Published by:Nirali Dave
  First published: