Home /News /explained /PM Modi in Jammu-Kashmir: સપનાને હકીકતમાં બદલવાની ગતિની સમીક્ષા કરશે મોદી!

PM Modi in Jammu-Kashmir: સપનાને હકીકતમાં બદલવાની ગતિની સમીક્ષા કરશે મોદી!

PM મોદી ફાઇલ તસવીર

PM Modi Jammu-Kashmir Visit: જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં કલમ 370 નાબૂદ થયાના લગભગ પોણા ત્રણ વર્ષ બાદ પીએમ મોદી (PM Narendra Modi) આજે પહેલી વાર પ્રદેશની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ જમ્મુ-કાશ્મીર માટે જોયેલા તેમના સપનાને સાકાર કરવાનું કામ કેટલી ઝડપથી થયું છે તેની સમીક્ષા કરશે, સાથે જ તેઓ મોટા પ્રોજેક્ટ્સ શરૂ કરીને વિકાસની ગતિને ઝડપી બનાવવાનો પ્રયાસ કરશે.

વધુ જુઓ ...
  PM Modi Jammu-Kashmir Visit: જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં કલમ 370 નાબૂદ થયા બાદ પહેલી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે અહીં રાજકીય મુલાકાતે છે. તેઓ આ પહેલા 4 નવેમ્બર 2021ના પણ આવ્યા હતા, પરંતુ તે મુલાકાત રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં સૈન્ય જવાનો સાથે દિવાળી મનાવવા માટેની હતી, તેમાં કોઈ રાજકીય હેતુ ન હતો કે ન તો કોઈ સરકારી કાર્યક્રમ.

  જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 સમાપ્ત કરવાની સૂચના રાષ્ટ્રપતિ દ્વારા 6 ઓગસ્ટ 2019ના જાહેર કરવામાં આવી હતી. તે સમયે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ હતું. જૂન 2018માં મહેબૂબા મુફ્તીની સરકારથી ભાજપે સમર્થન પાછું લઈ લીધું હતું, ત્યારબાદથી જ જમ્મુ-કાશ્મીરનો વહીવટ સીધા રાજ્યપાલના હાથમાં ગયો. આર્ટિકલ 370ની સમાપ્તિ સાથે જ સંસદમાં સુધારો બિલ પાસ કરીને મોદી સરકારે જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને અલગ કરતા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ, બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવ્યા.

  આર્ટિકલ 370ની સમાપ્તિ અને જમ્મુ-કાશ્મીરના રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશની રચના પછી પીએમ મોદીની પ્રથમ રાજકીય મુલાકાત ઘણી રીતે ખાસ રહેવાની છે. વડાપ્રધાન મોદી પંચાયતી રાજ દિવસ નિમિત્તે જમ્મુ ડિવિઝનના સાંબા જિલ્લાના પલ્લી ગામ આવી રહ્યા છે. પલ્લીમાં તેઓ ન માત્ર જમ્મુ-કાશ્મીરના તમામ ભાગોમાંથી આવેલા ત્રીસ હજારથી વધુ પંચાયત પ્રતિનિધિઓની સભાને સંબોધશે, પરંતુ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા, તેઓ દેશભરની પંચાયતોના પ્રતિનિધિઓ સામે પણ પોતાની વાત રાખશે.

  જે પ્રદેશથી પીએમ મોદી દેશભરના પંચાયત પ્રતિનિધિઓને સંબોધિત કરશે, તે જમ્મુ-કાશ્મીરે પંચાયતી રાજ વ્યવસ્થાના મામલે છેલ્લા બે વર્ષમાં ઘણી પ્રગતિ કરી છે. ત્રિ-સ્તરીય પંચાયતી વ્યવસ્થા પૂરી મજબૂતીથી લાગુ થઈ ચૂકી છે, પંચાયત, બ્લોક અને જિલ્લા વિકાસ સમિતિ એટલે કે ડીડીસીની ચૂંટણીઓ સફળતાપૂર્વક યોજાઈ છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે. 2018 સુધી પંચાયતી વ્યવસ્થા માત્ર રિવાજ અદા કરવા જેવી હતી. પરંતુ આજે તે અસરકારક બની ચૂકી છે. જમ્મુ-કાશ્મીર વહીવટના ઉપ રાજ્યપાલ તરીકે ઓગસ્ટ 2020થી નેતૃત્વ કરનારા મનોજ સિન્હાએ સુનિશ્ચિત કર્યું છે કે રાજ્યના તમામ જિલ્લામાં પંચાયતથી લઈને ડીડીસી સુધીના બજેટ પંચાયત પ્રતિનિધિ જ જિલાધિકારી સાથે મળીને બનાવે. ગયા વર્ષે થયું પણ એવું જ હતું.

  જમ્મુ-કાશ્મીર વહીવટના ઉપ રાજ્યપાલ તરીકે ઓગસ્ટ 2020થી નેતૃત્વ કરનારા મનોજ સિન્હાએ સુનિશ્ચિત કર્યું છે કે રાજ્યના તમામ જિલ્લામાં પંચાયતથી લઈને ડીડીસી સુધીના બજેટ પંચાયત પ્રતિનિધિ જ જિલાધિકારી સાથે મળીને બનાવે.
  પંચાયતોની આ વ્યવસ્થા જમ્મુ-કાશ્મીરમાં કેટલી મજબૂત થઈ છે, તેનો શું ફાયદો થયો છે, વિકાસની ગતિ કેટલી ઝડપથી વધી છે, ટેક્નોલોજીનો ઉપયોગ કેટલો વધ્યો છે, તેનું નિરીક્ષણ ખુદ પીએમ મોદી કરશે, જ્યારે તેઓ આજે બપોરે સાંબા જિલ્લાના પલ્લી ગામમાં હશે. તેમની સાથે ઉપરાજ્યપાલ સિંહા, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી ગિરિરાજ સિંહ અને પીએમઓમાં રાજ્ય મંત્રી ડૉ જીતેન્દ્ર સિંહ પણ હશે, જેઓ પોતે જમ્મુના વિસ્તારના છે.

  આ પણ વાંચો: Jammu & Kashmir : પીએમ મોદીના રેલી સ્થળથી માત્ર 12 કિમી દૂર વિસ્ફોટ

  પલ્લી ગામ આ અવસર પર એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરવા જઈ રહ્યું છે. દેશનું આ પહેલું ગામ છે જે કાર્બન ન્યુટ્રલ હશે. પીએમ મોદી પોતે પલ્લી ગામમાં 500 કિલોવોટના સોલર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. પલ્લી તેની ઉર્જા જરૂરિયાતો માટે સંપૂર્ણપણે સૌર ઉર્જા પર નિર્ભર રહેશે, પછી તે પંચાયતની ઇમારતની કામગીરી હોય કે શાળાના બાળકોના કોમ્પ્યુટર, વીજળીથી માંડીને પાણી પુરવઠા સુધી, બધું જ સૌર ઉર્જાથી ચાલશે.

  ગામડાઓ કેવી રીતે આદર્શ સ્માર્ટ વિલેજ બની શકે છે, આ પણ PM મોદી પલ્લીમાં જોશે, જેનું માળખું નોકિયાએ તૈયાર કર્યું છે. સ્માર્ટપુર નામ આપવામાં આવ્યું છે, એ મોડેલને, જે આદર્શ ગ્રામની કલ્પનાને જમીન પર ઉતારવાની રીત બતાવે છે. આ અંતર્ગત ગામડાને ડિજિટલ વિલેજ બનાવવાની તૈયારી છે, જેથી ગામમાં જ લોકો ટેક્નોલોજી અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના ઉપયોગથી રોજગારના માધ્યમો વધારી શકે, શહેર તરફ તેમનું સ્થળાંતર અટકે, આરોગ્ય, રસ્તા, સ્વચ્છતા દરેક સ્તરે ગામડાઓ પણ શહેરોની જેમ ચમકીલા બને. આ ગામ એ ડિજિટલ ડિવાઈડને પણ ખતમ કરશે, જેના કારણે લોકો ગામ છોડીને શહેરો તરફ ભાગી રહ્યા છે. સ્માર્ટપુર પ્રોજેક્ટમાં છ મુખ્ય સ્તંભ હશે - આરોગ્ય, શિક્ષણ, આવક, મનોરંજન, રોજગાર અને શાસન. આ તમામ છ બાબતો પર ધ્યાન આપીને જ ગામને આત્મનિર્ભર બનાવી શકાય છે.

  પલ્લી તેની ઉર્જા જરૂરિયાતો માટે સંપૂર્ણપણે સૌર ઉર્જા પર નિર્ભર રહેશે, પછી તે પંચાયતની ઇમારતની કામગીરી હોય કે શાળાના બાળકોના કોમ્પ્યુટર, વીજળીથી માંડીને પાણી પુરવઠા સુધી, બધું જ સૌર ઉર્જાથી ચાલશે.


  પલ્લીની મુલાકાતના પહેલા અડધા કલાકમાં પીએમ મોદી આ તમામ પાસાઓ પર આ ગ્રામ પંચાયતના સભ્યો સાથે ચર્ચા કરશે, સાથે જ તેઓ પ્રદર્શની પણ જોશે, જે રૂરલ હેરિટેજ ઓફ સાંબા નામથી ઇન્ટેકે લગાવી છે. ગામડાઓમાં સદીઓ જૂના રીતિ-રિવાજો હોય છે, સંસ્કૃતિથી લઈને સંસ્કાર સુધી, તેની ઝલક અહીં બતાવવામાં આવી છે. પલ્લી જેવા જ આદર્શ ગામ આખા દેશમાં વિકસિત થઈ શકે, આ પીએમ મોદીનું વિઝન છે અને તેથી જ પલ્લીથી જ પંચાયતી રાજ દિવસના અવસર પર તેઓ સમગ્ર દેશના પંચાયત પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરવા જઈ રહ્યા છે.

  પલ્લી પીએમ મોદીથી એ નવા જમ્મુ-કાશ્મીરના સ્વપ્નની એક ઝાંખી બની શકે છે, જેની તેમણે કલમ 370 નાબૂદ કર્યા પછી વાત કરી હતી. પીએમ મોદી સ્પષ્ટપણે માને છે કે કલમ 370 જમ્મુ-કાશ્મીરના વિકાસમાં સૌથી મોટો અવરોધ હતો, કારણ કે તેના આધારે અહીંની પાર્ટીઓએ જમ્મુ-કાશ્મીરના સામાન્ય લોકોના વિકાસ માટે કામ કરવાને બદલે ભ્રષ્ટાચાર કરીને પોતાનું ઘર ભર્યું હતું.

  નયા કાશ્મીરનું સૂત્ર હકીકતની જમીન પર છેલ્લા બે વર્ષમાં કેટલી અસરકારક રીતે ઉતર્યું છે તેની સમીક્ષા પણ પીએમ મોદી કરશે. જમ્મુ-કાશ્મીર માટેના તેમના સપનાને સાકાર કરવા માટે જ તેમણે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી વહીવટીતંત્રનું નેતૃત્વ એવ વ્યક્તિને આપ્યું, જેનું કામ તેમણે પોતે તેમની સરકારમાં મંત્રી તરીકે નજીકથી જોયું હતું. સામાન્ય રીતે એવું હતું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને લાંબા સમય સુધી જમ્મુ-કાશ્મીરમાં બંધારણીય વડાની જવાબદારી લશ્કરી અધિકારીઓ, અમલદારો અને અગ્રણી પોલીસ અધિકારીઓ પાસે રહી.

  નયા કાશ્મીરનું સૂત્ર હકીકતની જમીન પર છેલ્લા બે વર્ષમાં કેટલી અસરકારક રીતે ઉતર્યું છે તેની સમીક્ષા પણ પીએમ મોદી કરશે.


  પરંતુ નવા કાશ્મીરનું સપનું સાકાર કરવા માટે પીએમ મોદીએ એક એવી વ્યક્તિની પસંદગી કરી, જે પોતે લોકોની વચ્ચે કામ કરતા હોય, લોકોની અપેક્ષાઓ અને સમસ્યાઓને સમજે અને તેના માટે સખત મહેનત કરવા તૈયાર હોય. આ વિચારસરણી હેઠળ તેમણે મનોજ સિન્હાને જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ બનાવીને પોણા બે વર્ષ પહેલા મોકલ્યા. આશય એ હતો કે રાજ્યનું રાજકારણ માત્ર બે-ત્રણ પરિવારોના હાથમાંથી બહાર આવીને સર્વસમાવેશક હોવું જોઈએ, રાજ્યની જનતાનો તેમાં પૂરેપૂરો હિસ્સો હોવો જોઈએ, તેઓ પોતાનું ભાવિ જાતે નક્કી કરે. સ્વાભાવિક છે કે આમાં જે સફળતા મળી છે તે ત્રીસ હજારથી વધુ જનપ્રતિનિધિઓની નિશાની છે, જેઓ આજે આ કેન્દ્રશાસિત પ્રદેશની ત્રિ-સ્તરીય પંચાયતી વ્યવસ્થાના ભાગરૂપે તેમની સામે હશે.

  આ પણ વાંચો: Mann ki Baat Live : PM મોદીની દેશવાસીઓ સાથે 'મન કી બાત'

  જમ્મુ-કાશ્મીરમાં પંચાયતી વ્યવસ્થાને મજબૂત કરવાની સાથે જ પાણી-વીજળી-સડક પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. કોઈપણ રાજ્યના વિકાસ માટે આ મૂળભૂત માપદંડ છે. અગાઉ, જમ્મુ-કાશ્મીરની એક કરોડ ત્રીસ લાખની વસ્તીને તેમના ઘરોમાં નળ દ્વારા પાણી મળતું ન હતું, પરંતુ છેલ્લા દોઢ-બે વર્ષમાં તેના પર ઝડપથી કામ કરવામાં આવ્યું છે. ઉપરાજ્યપાલ સિન્હાના નેતૃત્વમાં હર ઘર નલ જલ યોજના ઝડપથી લાગુ કરવામાં આવી છે. આ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં, આ યોજના રાજ્યની તમામ 4290 પંચાયતોમાં સંપૂર્ણ રીતે લાગુ થઈ જશે.

  જમ્મુ-કાશ્મીરમાં પંચાયતી વ્યવસ્થાને મજબૂત કરવાની સાથે જ પાણી-વીજળી-સડક પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.


  વીજળીની બાબતમાં પણ ખૂબ જ ઝડપથી કામ થયું છે. માત્ર પાવર ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ જ મજબૂત નથી થઈ, પરંતુ વીજ ઉત્પાદન અને પુરવઠો વધારવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો, 1947થી 2018 સુધી, જ્યારે જમ્મુ અને કાશ્મીરનું રાજકારણ અને ભાગ્ય મોટાભાગે સ્થાનિક પક્ષોના નિયંત્રણ હેઠળ હતું, ત્યાં માત્ર 8400 MVAની પાવર વિતરણ ક્ષમતા હતી, જેમાં 2018થી 2022 સુધી 4000 MVA નો વધારો થયો હતો. એટલે કે પાંત્રીસ વર્ષમાં લગભગ 4000 MVAની ક્ષમતા વધી, તો છેલ્લા છેલ્લા દોઢ-બે વર્ષમાં જ એટલી જ વિતરણ ક્ષમતા વધી ગઈ. આ વહીવટીતંત્રની વધતી કાર્યક્ષમતાનો મોટો પુરાવો છે, જેના પર પીએમ મોદીએ ભાર મૂક્યો છે.  જમ્મુ-કાશ્મીરમાં હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર ઉત્પાદન માટે ઘણી સંભાવનાઓ છે, પરંતુ ભૂતકાળમાં તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. નિષ્ણાતોનો અંદાજ છે કે જમ્મુ-કાશ્મીરમાં લગભગ 20,000 મેગાવોટ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર ઉત્પન્ન કરવાની સંભાવના છે, પરંતુ 1947 થી 2018 સુધીમાં માત્ર 3500 મેગાવોટ જ હાઇડ્રોઇલેક્ટ્રીસિટી પેદા થઇ શકી હતી. તેનાથી વિપરીત, છેલ્લા દોઢ વર્ષમાં જ લગભગ 3500 મેગાવોટના હાઇડ્રો પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. પલ્લીની તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદી લગભગ 1400 મેગાવોટ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ કરવાના છે.

  જ્યાં સુધી સડકનો સવાલ છે, તો છેલ્લા દોઢ-બે વર્ષમાં તેજ ગતિએ કામ થયું છે. જ્યારે રાજ્યમાં છેલ્લી ચૂંટાયેલી સરકાર મહેબૂબા મુફ્તીના નેતૃત્વમાં હતી, ત્યારે વાર્ષિક સરેરાશ 1500 કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા. હવે દર વર્ષે 3000 કિમી રોડ બને છે. પીએમ મોદી પોતે આ દિવસે દિલ્હી-અમૃતસર-કટરાને જોડતા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરવાના છે.

  જ્યાં સુધી સડકનો સવાલ છે, તો છેલ્લા દોઢ-બે વર્ષમાં તેજ ગતિએ કામ થયું છે.


  પ્રદેશના લોકોના જીવનધોરણમાં સુધારો જોવા મળ્યો છે, જે ઘણા આંકડાઓમાં પ્રતિબિંબિત થાય છે. ઉદાહરણ તરીકે, રાષ્ટ્રીય સ્તરે માથાદીઠ વીજળી વપરાશનો આંકડો 1208 યુનિટ છે, જે છેલ્લા બે વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં વધીને 1384 યુનિટ થયો છે. એટલું જ નહીં, જ્યાં રાષ્ટ્રીય સ્તરની પ્રાથમિક શાળાઓમાં 32 વિદ્યાર્થીઓ માટે એક શિક્ષક છે, જમ્મુ-કાશ્મીરમાં માત્ર 14 વિદ્યાર્થીઓ માટે એક શિક્ષક ઉપલબ્ધ છે.

  આ પણ વાંચો: શું ભારત પશ્ચિમી દેશો સાથે મિત્રતા ઈચ્છે છે? રશિયા શા માટે છે ખૂબ મહત્વનું? જાણો શું કહ્યું નિર્મલા સીતારમણે ?

  જમ્મુ-કાશ્મીરમાં આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોની સંખ્યામાં પણ વધારો થયો છે. 2018 સુધી, જ્યાં પ્રદેશમાં માત્ર ત્રણ મેડિકલ કોલેજો અસ્તિત્વમાં હતી, તે સંખ્યા હવે વધીને દસ થઈ ગઈ છે, સાત નવી મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 1230 નવા આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. અહીંની સેહત નામની આરોગ્ય સુરક્ષા યોજના આખા દેશમાં અજોડ છે, જેમાં પ્રોફેસરોથી લઈને સામાન્ય કામદારો સુધી કોઈપણ જાતના ભેદભાવ વિના, વીમા યોજના હેઠળ સારવારની સુવિધા ઉપલબ્ધ છે.

  આ તમામ માળખાકીય સુવિધાઓમાં વધારો અને આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થવાની અસર અહીં ઝડપથી વધી રહેલા ઔદ્યોગિક રોકાણના આંકડાઓમાં પણ દેખાઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં 52000 કરોડ રૂપિયાથી વધુના રોકાણની દરખાસ્તો મળી છે. ખુદ પીએમ મોદીની હાજરીમાં વીસ હજાર કરોડ રૂપિયાથી વધુની મૂડીરોકાણ યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવશે.

  પીએમ મોદીએ જે નવા કાશ્મીરનું સપનું જોયું હતું, તેને સાકાર કરવાનું કામ છેલ્લા દોઢ વર્ષમાં ઝડપથી થયું છે, પરંતુ સફર હજુ લાંબી છે
  રાજ્યમાં આતંકવાદી સંગઠનો અને ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહીએ અલગતાવાદી તત્વોની કમર તોડી નાખી છે. હુર્રિયત સાથે સંકળાયેલા અલગતાવાદી નેતાઓ હોય કે મોટા આતંકવાદીઓ, બધાને રાજ્યની બહારની જેલમાં મોકલવામાં આવ્યા છે. એકલા તિહાડમાં જ યાસીન મલ્લિકથી સજ્જાદ શાહ અને મસરત આલમ જેવા મોટા અલગાવવાદી પોતાની એડીઓ ઘસી રહ્યા છે, જેમણે પોતે જ જમ્મુ-કાશ્મીરને આતંકની આગમાં ધકેલવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેમને મળતી આર્થિક મદદના હવાલા નેટવર્કને તોડી પાડવામાં આવ્યું છે. રોશની એક્ટથી લઈને જમ્મુ-કાશ્મીર બેંક સાથે જોડાયેલા કૌભાંડો સુધી અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. વહીવટીતંત્રમાં ઘૂસેલા આતંકવાદીઓના સંબંધીઓ અને મદદગારોને બહાર કાઢવામાં આવ્યા છે. આ બધાને કારણે વહીવટીતંત્રની કાર્યક્ષમતા વધી છે.

  આવી સ્થિતિમાં જ્યાં એક તરફ વિકાસ કાર્યોની ગતિ ઝડપી બની છે તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓનું આગમન પણ વધ્યું છે. છેલ્લા છ મહિનામાં 80 લાખ પ્રવાસીઓ જમ્મુ-કાશ્મીરમાં આવ્યા છે, જે પોતાનામાં એક નવો રેકોર્ડ છે. અમરનાથ યાત્રા જૂન મહિનામાં ફરી શરૂ થવા જઈ રહી છે. સ્વાભાવિક છે કે, પીએમ મોદીએ જે નવા કાશ્મીરનું સપનું જોયું હતું, તેને સાકાર કરવાનું કામ છેલ્લા દોઢ વર્ષમાં ઝડપથી થયું છે, પરંતુ સફર હજુ લાંબી છે, જેનો અંદાજો ખુદ મોદીને પણ છે અને જમ્મુ-કાશ્મીરમાં તેમના લેફ્ટનન્ટ સિંહાને પણ.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Explained, Explainer, Jammu and kashmir, Jammu Kashmir, Opinion, PM Modi પીએમ મોદી, જમ્મુ-કાશ્મીર Jammu-kashmir

  विज्ञापन
  विज्ञापन