નવી દિલ્હી. ગઈકાલે એટલે કે મંગળવારે પિંક સુપરમૂન (Pink Supermoon) જોવા મળ્યો હતો. પિંક સુપરમૂન પૂર્ણિમાના દિવસે જોવા મળે છે, જ્યારે ચંદ્ર (Moon)નો આકાર અને તેની ચમક સ્પષ્ટ રીતે જોવા મળે છે. પિંક સુપરમૂન 14% મોટો, તેની ચમક 30% વધુ જોવા મળી હતી અને પૃથ્વી (Earth)થી નજીક જોવા મળ્યો હતો.
કયા સમયે જોવા મળ્યો?
જો તમને અવકાશીય ઘટનાઓ પસંદ હશે, તો તમે પિંક સુપરમૂન જોયો હશે. NASA અનુસાર ટેકનિકલી પિંક સુપરમૂન સોમવારે જોવા મળ્યો હતો, જે 25 એપ્રિલથી 28 એપ્રિલ સુધી જોઈ શકાશે. એટલે કે, આજે પણ પિંક સુપરમૂન જોવા મળશે. સોમવારે રાતે 03:32 કલાકે અને મંગળવારે GMT 9:02 am કલાકે પિન્ક સુપર મૂન જોવા મળ્યો હતો.
મંગળવારે ચંદ્ર પૃથ્વીથી 3,57,378 કિમી દૂર હતો, આજે પણ ચંદ્ર પૃથ્વીથી એટલો જ દૂર રહેશે. નિયમિત રીતે ચંદ્ર પૃથ્વીથી 3,84,400 કિમી દૂર હોય છે, પૂર્ણિમા દિવસે ચંદ્ર પૃથ્વીથી થોડો નજીક જોવા મળ્યો હતો.
પિંક સુપરમૂનનું મહત્ત્વ
ભારતમાં સુપરમૂન હનુમાન જયંતિ (Hanuman Jayanti)ના દિવસે જોવા મળ્યો હતો. પૂર્ણિમાના અંતરમાં થોડી વધ-ઘટ જોવા મળે છે, કારણ કે ગ્રહની કક્ષા ગોળાકાર નહીં, પરંતુ અંડાકાર છે. ચંદ્ર જ્યારે અંડાકાર કક્ષા પર હોય છે, ત્યારે તેને પેરિગી તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્ર અધિક વિસ્તૃત જોવા મળે છે, જેને એપોજી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચંદ્ર જ્યારે પેરિગીની 90%ની અંદર રહે છે, ત્યારે તે પૃથ્વીની સૌથી નજીક પહોંચી જાય છે, જેને સુપરમૂન તરીકે ઓળખવામાં આવે છે.
જો તમારે સુપરમૂન જોવાનો રહી ગયો છે તો તમે તેનાથી મોટો અને તેનાથી વધુ ચમકતો પિંક સુપરમૂન આવતા મહિને જોઈ શકો છો. 26 મેના રોજ પિંક સુપરમૂન જોઈ શકાશે, જે પૃથ્વીની અધિક નજીક હશે, અને વધુ મોટો રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર