Home /News /explained /Petrol or Diesel: ક્યાં ફ્યુલની કાર ખિસ્સાને પરવડે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Petrol or Diesel: ક્યાં ફ્યુલની કાર ખિસ્સાને પરવડે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. (પ્રતીકાત્મક તસવીર)
Petrol or Diesel car: 2013 સુધી પેટ્રોલના અને ડિઝલના ભાવમાં ખાસ્સો મોટો તફાવત હતો. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં જ આ તફાવત ઓછો થઈ ગયો છે. જેથી અગાઉ આ બંને ઇંધણથી કાર ચલાવવાની કોસ્ટમાં વધુ ફેર દેખાતો નથી. ઉપરાંત હવે BS6 એટલે કે ભારત સ્ટેજ સિક્સના માપદંડ અમલમાં આવી ગયા હોવાથી લોકો કઈ કાર પસંદ કરે છે તે અંગે જાણકારી મેળવીએ.
નવી દિલ્હીઃ કાર ખરીદતા પહેલા મોટા ભાગના લોકો એવરેજ ચેક કરે છે. આ સાથે ખરીદી સમયે (petrol car and diesel car) કાર પેટ્રોલમાં ચાલે છે કે ડીઝલમાં? તે પણ મહત્વનું પરિબળ હોય છે. 2013 સુધી પેટ્રોલના અને ડિઝલના ભાવમાં ખાસ્સો મોટો તફાવત હતો. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં જ આ તફાવત ઓછો થઈ ગયો છે. જેથી અગાઉ આ બંને ઇંધણથી કાર ચલાવવાની કોસ્ટમાં વધુ ફેર દેખાતો નથી. ઉપરાંત હવે BS6 એટલે કે ભારત સ્ટેજ સિક્સના માપદંડ અમલમાં આવી ગયા હોવાથી લોકો કઈ કાર પસંદ કરે છે તે અંગે જાણકારી મેળવીએ.
2013માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 25 રૂપિયાનો તફાવત હતો વર્ષ 2012-13માં પેટ્રોલ 66 રૂપિયા પ્રતિ લીટર હતું. જ્યારે ડીઝલ 41 રૂપિયા લિટરે વેચાતું હતું. બંનેના ભાવ વચ્ચે 25 રૂપિયાનો તફાવત હતો. હવે આજની વાત કરીએ તો બંનેના ભાવ આસમાને પહોંચી ગયા છે અને તફાવત પણ હવે નજીવો થતો જાય છે.
પેટ્રોલ અને ડીઝલ વચ્ચે પાવરનો તફાવત કારનું પેટ્રોલ વર્ઝન ડીઝલ વર્ઝન કરતા વધારે શક્તિશાળી હોય છે. પેટ્રોલ કારની માઇલેજ ઓછી હોય છે. જો તમારે તમારી કારનો વ્યવસાયિક ઉપયોગ કરવો હોય તો ડીઝલ કાર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. દરરોજ 50 કિલોમીટરથી વધુ અને માસિક 1500 કિલોમીટરની મુસાફરી માટે ડીઝલ કાર સારો વિકલ્પ છે.
પેટ્રોલ કારનું ચલણ વધ્યું 2019-20માં પેટ્રોલ કારનું ચલણ વધ્યું હતું. બજારમાં પેટ્રોલ કારનો હિસ્સો 70.5 ટકાથી વધુ છે. જે 2012 -13માં માત્ર 42 ટકા જ હતો. પેટ્રોલ કારની વધતી સંખ્યા પાછળ ઘણા પરિબળો જવાબદાર છે.
યોગ્ય કાર કઈ રીતે પસંદ કરવી? પેટ્રોલ કે ડીઝલમાંથી કઈ કાર પસંદ કરવી તેનો નિર્ણય કાર ખરીદતી વખતે અને કાર ખરીદ્યા બાદ થનાર કુલ ખર્ચ પરથી કરી શકાય. કારની કિંમત, કારની રીસેલ વેલ્યુ અને મેઇન્ટેનન્સ સહિતના મુદ્દાને પણ ધ્યાનમાં લેવા જોઈએ.
કારની કિંમત: સામાન્ય રીતે પેટ્રોલ કાર ડીઝલ કારની સરખામણીએ સસ્તી હોય છે. કાર ખરીદતી વખતે તમે જે કિંમત ચૂકવો છો, તેને ઓન રોડ કિંમત કહેવાય છે. એક્સ શોરૂમ કિંમત સિવાય વીમો, રોડ ટેક્સ, રજીસ્ટ્રેશન, એક્સેસરીઝ અને ફાસ્ટેગસહિતની અનેક સુવિધાઓ માટે ખર્ચો થાય છે.
કારની ફાયનાન્સ કિંમત: કાર લોન પર લીધી હોય તો કુલ કિંમત ઉપરાંત લોનના કારણે તેના પર લાગતુ વ્યાજ, પ્રોસેસિંગ ફી અને અન્ય ટેક્સનો સરવાળો એટલે કારની ફાયનાન્સ કિંમત.
રનિંગ કોસ્ટ: કારના ઉપયોગ પાછળ થતા ખર્ચ મુજબ તે નક્કી થાય છે. જેમાં પેટ્રોલ કે ડીઝલનો ભાવ અને એવરેજ સહિતનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે.
માત્ર ઇંધણના ભાવ નહીં, આ બાબત પણ રાખે છે મહત્વ પેટ્રોલ કે ડીઝલ કારના તફાવત વચ્ચે માત્ર ઈંધણની કિંમત જ નહીં, પરંતુ અન્ય બાબતો પણ અસર કરે છે. વેરિએન્ટ મુજબ કારની કિંમત અલગ અલગ હોય છે. જેમ કે, ડીઝલનું વેરિએન્ટ પેટ્રોલ વેરિએન્ટની સરખામણીએ મોંઘુ હોય છે.
ડીઝલ એન્જિનની લાઇફ પેટ્રોલ એન્જિન કરતા ટૂંકી હોય છે. ડીઝલ એન્જીન કમ્પ્રેશન પ્રકારનાં ઇગ્નીશન પર કાર્ય કરે છે. યોગ્ય રીતે કાર ચલાવી હોય તો ડીઝલ એન્જિન 3,00,000 કિ.મી. સુધી દોડી શકે છે. ટ્રક, મીની વાન અને બસ જેવા વાહનોમાં ડીઝલ એન્જીન હોય છે.
મેન્ટેનન્સની ગણતરી કાર લેતી વખતે મેન્ટેનન્સની ગણતરી પણ કરવી પડે છે. ડીઝલ કારની સરખામણીએ પેટ્રોલ કારના મેન્ટેનન્સ પાછળ વધારે ખર્ચ કરવો પડતો નથી. ડીઝલ કારમાં વધુ સ્પેર પાર્ટ્સ હોય છે. જેના કારણે તેના મેન્ટેનન્સનો ખર્ચ વધુ આવે છે.
વ્યાજની ગણતરી કાર ખરીદી વખતે ફાઇનાન્સનો ખર્ચ પણ ધ્યાનમાં લેવો જોઈએ. જેમાં મૂળ રકમ + વ્યાજ થઈને EMI ભરવી પડે છે. આ ખર્ચ બાદ જે મૂળ કિંમત આવે તેના પરથી નક્કી કરી શકાય કે કઈ કાર ખરીદવી પોસાય તેમ છે.
રિસેલ વેલ્યુ કારની ખરીદી વખતે કારની રિસેલ વેલ્યુ ધ્યાનમાં લેવી જોઈએ. સામાન્ય રીતે પેટ્રોલ કારની રીસેલ વેલ્યુ વધુ હોય છે. બીજી તરફ ડીઝલ કારની વેલ્યુ ઝડપથી ઓછી થઈ જાય છે. મારુતિ સુઝુકીના કેલ્ક્યુલેટરનો ઉપયોગ દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ કેલ્ક્યુલેટર જાહેર કર્યું છે. જેમાં આ અલગ અલગ બાબતોને ધ્યાનમાં રાખી ગ્રાહક માટે કઈ કાર ફાયદાકારક રહેશે તે જણાવવામાં આવે છે. કેલ્ક્યુલેટર પેટ્રોલ અને ડીઝલ કાર ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત જ નહીં, પણ ડીઝલ કાર માટે ચુકવવામાં આવતી કિંમત વસુલ કરવામાં કેટલા કિલોમીટર અને સમય લેશે તે પણ જણાવે છે. આ ઉપરાંત તેમાં લોકેશન પૂછવામાં આવે છે, કયુ વેરિએન્ટ લેવું છે? તેની ગણતરી થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર