Home /News /explained /

Personal Finance: આ રીતે બનાવો નાણાકીય યોજના, તમારા બધા લક્ષ્યો થશે પૂરા

Personal Finance: આ રીતે બનાવો નાણાકીય યોજના, તમારા બધા લક્ષ્યો થશે પૂરા

નાણાકીય આયોજન (Shutterstock તસવીર)

Personal Finance: તમારા નિયમિત પગાર, ભાડાની આવક અને રોયલ્ટી જેવા અન્ય સ્ત્રોતોમાંથી તમારી પાસે રહેલા રોકડ પ્રવાહનું સ્પષ્ટ આયોજન કરો.

મુંબઈ: કોરોના વાયરસ દરમિયાન નોકરી ગુમાવનારા અને પરિવારના પ્રિયજનોને ગુમાવનારા લોકોના રોકડ પ્રવાહો પર ખાસ અસર પડી છે, આ ઉપરાંત આપણું નાણાકીય આયોજન કેટલું સક્ષમ છે તે અંગે પણ જાણી શક્યા છીએ. છેલ્લા દાયકાથી નાણાકીય આયોજનને ઘણુ મહત્વ (Personal finance) મળ્યું છે. તમે તમારા નાણાકીય આયોજન માટે નિષ્ણાતો શોધી શકો છો અથવા તો જાતે પણ કરી શકો છો. પરંતુ એક યોગ્ય નાણાકીય પ્લાનિંગ (Financial planning) કરવા માટે અમુક સ્ટેપ્સ અનુસરવા જરૂરી છે.

શા માટે તમે બચત કરવા માંગો છો?

સૌથી પહેલો સ્ટેપ છે તમારા નાણાકીય ઉદ્દેશ્યને નક્કી કરો. તમારા જીવન પર આધારિત તમારી પાસે એક અથવા તેથી વધુ નાણાકીય ઉદ્દેશ્યો હોઇ શકે છે. જેમાં પ્રથમ નોકરી મેળવેલા વ્યક્તિ માટે બચતનો ઉદ્દેશ્ય પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ હોઇ શકે છે. જ્યારે પરીવાર માટે ઘણા ઉદ્દેશો હોઇ શકે છે, જેમ કે બાળકના અભ્યાસ માટે પૈસા બચાવવા, ઘર ખરીદવું, રિટાયરમેન્ટ પ્લાનિંગ વગેરે.

ટ્રૂ-વર્થ ફિન્સલન્ટ્સના ફાઉન્ડર તિવેશ શાહ (Tivesh Shah) એક ઉદાહરણ આપતા સમજાવે છે. ધારો કે, તમે આગામી 5 વર્ષમાં ઘર ખરીદવા માંગો છો. હાલ તમે 30 વર્ષના છો અને તમારો પગાર રૂ. 40,000 પ્રતિ માસ છે. તમે જે પ્રોપર્ટી ખરીદવા માંગો છો તે રૂ. 50 લાખની છે. શાહે કરેલી ગણતરી અનુસાર, મિલકતની કિંમત જે દરે વધશે તમારા પગારની જેમ તમારે પાંચ વર્ષ પછી રૂ. 18.71 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ ભરવું પડી શકે છે. તમે કઇ રીતે કરી શકશો? તેમણે જણાવ્યું કે દર મહિને રૂ. 24,200નું રોકાણ કરો અથવા પહેલા વર્ષે રૂ. 22,100નું રોકાણ કરો અને પછી સમય જતા તેમાં બીજા વર્ષથી 5 ટકાના દરે વધારો કરો. ધ્યાનમાં રાખો કે તમારે હોમ લોન પણ લેવાની થશે અને તેની EMI પણ ચૂકવવાની થશે.

હોમ લોન 7 ટકાના વ્યાજ દરે 25 વર્ષની મુદ્દત માટે લેવાનું માનીએ. નાણાકીય સંસ્થાઓ અનુસાર EMI આવક પર 60 ટકા ગણવામાં આવે છે અને રોકાણ પર અપેક્ષિત વાર્ષિક વળતર 10 ટકા અને રોકાણની રકમમાં વધારો 5 ટકા પર ધારી લો.

તમે કેટલું જોખમ લઇ શકો છો?

કોઈપણ નાણાકીય આયોજન કરતા પહેલા નક્કી કરો કે તમારી જોખમ લેવાની તૈયારી કેવી અને કેટલી છે. Finscholarzના સેબી રજીસ્ટર્ડ રોકાણ સલાહકાર, સીઈઓ અને મુખ્ય સલાહકાર રેણુ મહેશ્વરી જણાવે છે કે, જોખમી પ્રોડક્ટ્સમાં આડેધડ રોકાણ કરવાનું ટાળો. ઓનલાઇન સર્ચ કરીને અથવા તમારા નાણાકીય સલાહકારની સાથે વાતચીત કરીને જાણો કે તમારી જોખમ લેવાની ક્ષમતા કેટલી છે.

આ પણ વાંચો: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીના શેરમાં મિનિટોમાં જ કરી 900 કરોડ રૂપિયાની કમાણી!

રિસ્ક પ્રોફાઇલિંગ દ્વારા નાણાકીય સલાહકાર તમારી ભાવનાત્મક અને નાણાકીય જોખમની ક્ષમતા નક્કી કરી શકશે. શાહ જણાવે છે કે, રોકાણકારની રિસ્ક પ્રોફાઇલ તૈયાર કરવાથી ડેટ-ઇક્વિટી મિક્સને પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ કરવામાં નાણાકિય સલાહકારને મદદ મળે છે, જે રોકાણની સમયમાર્યાદા અને જોખમ સ્તરમાં જ નાણાકીય લક્ષ્યો મેળવી શકે છે.

તમારી રોકડને સારી રીતે આયોજીત કરો

તમારા નિયમિત પગાર, ભાડાની આવક અને રોયલ્ટી જેવા અન્ય સ્ત્રોતોમાંથી તમારી પાસે રહેલા રોકડ પ્રવાહનું સ્પષ્ટ આયોજન કરો. મોટાભાગના રોકાણકારો છ મહિનાના ખર્ચ માટે ઇમરજન્સી કોર્પ્સ બનાવવાના ઉદ્દેશથી દૂર છે કારણ કે રોકડને જાળવવા માટે ક્રેડિટ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. તમારી માસિક ખરીદીઓને ક્રેડિટ કાર્ડ પર ઇએમઆઇ પર લેવાનું ટાળો, કારણ કે ક્રેડિટ કાર્ડ પર વ્યાજ દર વધુ છે. વધુ ખર્ચ ન કરો. માસિક ખર્ચનું વિશ્લેષણ કરો અને ફાળવેલ બજેટમાં તમારી જાતને નિયંત્રિત રાખો.

OyePaisa.comના ફાઉન્ડર અને VennWealth.inના પાર્ટનર ઉદય ધૂત જણાવે છે કે, હાલ રોકાણકારો કેશફ્લોના આયોજન માટે ક્રેડિટ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. દાખલા તરીકે, તેઓ મહિનાના અંતમાં જરૂરિયાતો માટે તેમના ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરે છે અથવા રજાઓ માટે ફિનટેક પર પર્સનલ લોન્સ માટે અરજી કરે છે. કેશફ્લોના આયોજન માટે આ વસ્તુઓ તમને નુકસાન કરી શકે છે. જો તમે નાના ગાળાના રોકડ વ્યવહારો પર ધ્યાન નહીં આપો તો, તમારું લાંબા ગાળાનું આયોજન બગડી શકે છે.

ખર્ચ પર ફુગાવાને ધ્યાનમાં રાખો

સમયની સાથે વસ્તુઓ પણ મોંઘી થશે. જેને ફુગાવો કહે છે. શાહે જણાવ્યું કે, તમારી તમામ જરૂરિયાતો માટે ફુગાવાનો એક દર ધારવો ખોટો છે. કારણે કે દરેક વસ્તુની કિંમત અલગ અલગ હોય છે. આ સાથે જ તમારે અમુક એવી બચતો માટે તૈયાર રહેવું પડશે જે નજરઅંદાજ કરી શકાય નહીં. ઉદાહરણ તરીકે તમારા બાળકોનું શિક્ષણ અને તબીબી ખર્ચ. આવા ખર્ચ માટે તમારે ફુગાવાનું ધોરણ પણ ઊંચુ રાખવું જોઇએ. કારણ કે જ્યારે તમે તમારા ઉદ્દેશ્ય સુધી પહોંચશો ત્યારે તમારે વધુ ભંડોળની આવશ્યકતા રહેશે. તે માટે દર મહિને વધુ પૈસા બચાવો.

નાણાકીય આયોજકો દર વર્ષે 8 ટકા કરિયાણાની વસ્તુઓ, શિક્ષણ ખર્ચમાં 10 ટકાનો વધારો, દવાઓ, ટેસ્ટ અને ડોક્ટર કન્સલ્ટેશનના ખર્ચમાં 12 ટકાનો વધારો ધારે છે.

આ પણ વાંચો: mutual fund investment: મ્યુચલફંડમાં રોકાણ કરતી વખતે ક્યારેય ના કરતાં આવી ભૂલો

નાણાકીય આયોજન અને પોર્ટફોલિયો પર નજર કરો

નાણાકીય આયોજન કરીને ભૂલી જવું તે યોગ્ય નથી. તેને સમયાંતરે ચકાસતા રહો કે, તમે તમારા ઉદ્દેશ્યથી દૂર છો કે નજીક છો. મહેશ્વરીએ આ અંગે જણાવ્યું કે, રોકાણકારોના જીવનમાં કોઇ પણ પરીવર્તન તેના નાણાકીય આયોજન પર અસર કરે છે. દા.ત. બાળકનો જન્મ, વારસો વગેરે. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટ અસંતુલિત છે તેથી તમારા પોર્ટફોલિયોને સમયાંતરે સંતુલિત કરવો જરૂરી છે.
First published:

Tags: Finance, Home, Personal Planning

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन