Home /News /explained /

પ્રી-મેચ્યોર બેબી કે નવજાત બાળકોમાં પણ જોવા મળી રહ્યું છે કોરોના સંક્રમણ, બચવા માટે અપનાવો આ ઉપાયો

પ્રી-મેચ્યોર બેબી કે નવજાત બાળકોમાં પણ જોવા મળી રહ્યું છે કોરોના સંક્રમણ, બચવા માટે અપનાવો આ ઉપાયો

પ્રતિકાત્મક તસવીર

દેશમાં હાહાકાર મચાવનાર કોરોનાની બીજી લહેરમાં પ્રી-મેચ્યોર નવજાત બાળકો(Pre-Mature Infants)માં કોરોના સંક્રમણ(Covid Infection)ના કેસો સામે આવી રહ્યા છે

નવી દિલ્હી : દેશમાં હાહાકાર મચાવનાર કોરોનાની બીજી લહેરમાં પ્રી-મેચ્યોર નવજાત બાળકો(Pre-Mature Infants)માં કોરોના સંક્રમણ(Covid Infection)ના કેસો સામે આવી રહ્યા છે. જન્મતાની સાથે જ નવજાત શિશુમાં કોરોનાના ઘણા કેસો અત્યાર સુધીમાં દેશભરમાં નોંધાઇ ચૂક્યા છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, ત્રીજી લહેર(Covid-19 Third Wave)ની શક્યતાઓને ધ્યાનમાં રાખી બાળકોને કોરોના સંક્રમણથી બચાવવા અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

પીડિયાટ્રીક એજ ગૃપ(Pediatric Age Group) માટે કોવિડ-19ની સારવારનો પ્રોટોકોલ તૈયાર કરનાર ટીમમાં સામેલ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના પીડિયાટ્રિક્સ ઇન્ટેસિવ કેર યૂનિટના હેડ પ્રોફેસર ડો. રાકેશ લોઢાના જણાવ્યા અનુસાર, નવજાત બાળકોમાં તેની તીવ્રતા વધુ નોંધાઇ નથી. આ બાળકો હળવા અથવા તો અસિમ્પ્ટોમેટિક લક્ષણનો શિકાર હોય છે. પરંતુ નવજાત બાળકોને કોવિડ-19 અને લોંગ કોવિડ(Long Covid)ની ઝપેટમાં આવતા બચાવવા જરૂરી છે.

ડો. લોઢાએ અહીં કોવિડ સંક્રમણથી બાળકોને બચાવવા, લોંગ કોવિડના લક્ષણો અને નવજાત બાળકોને કોરોનાથી બચાવવા માટે ગર્ભવતી મહિલાઓમાં રસીકરણની સૌથી વધુ જરૂરિયાત અંગે વિગતવાર જણાવ્યું હતું.

સવાલઃ ગર્ભવતી મહિલાઓને કોવિડની વેક્સિન આપવાથી મહિલાના ગર્ભસ્થ બાળકનો કોવિડથી બચાવ કઇ રીતે શક્ય છે?

એવી ગર્ભવતી મહિલાઓ જેને કોવિડ સંક્રમણ થઇ ચૂક્યું છે અથવા જે કોવિડ સંક્રમિત છે, તેમાં સામાન્ય ગર્ભવતી મહિલાઓની સરખામણીએ પ્રસુતિ સંબંધીત સમસ્યાઓ વધવાની શક્યતાઓ વધુ રહે છે. તેથી ગર્ભવતી મહિલાઓને કોવિડ વેક્સિન આપવી જરૂરી બને છે. એવું જોવા મળ્યું છે કે ગર્ભવતી મહિલાઓ દ્વારા ગર્ભસ્થ બાળકમાં પણ સંક્રમણ સામે એન્ટિબોડી બન્યા છે. ગર્ભસ્થ બાળકના આ એન્ટિબોડી તેને ઘણા મહીનાઓ સુધી કોવિડ સંક્રમણથી સુરક્ષા આપે છે.

સવાલઃ નવજાત બાળકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા ક્યા પ્રકારના પ્રયાસો થવા જોઇએ?

વયસ્ક લોકોની સરખામણીમાં બાળકોમાં સંક્રમણના કેસો ઓછા જોવા મળ્યા છે. જે બાળકો સંક્રમિત થયા છે તેમાં પણ હળવા અથવા એસિમ્પ્ટોમેટિક લક્ષણો જોવા મળ્યા છે. જોકે, મોટી સંખ્યામાં વયસ્ક લોકોમાં સંક્રમણની સંખ્યા વધે છે તો તેની અસર બાળકોની સંક્રમણ સંખ્યા પર પણ પડશે અને બાળકો પણ વધુ સંક્રમિત થશે. જોકે ઉપલબ્ધ ડેટા આ વ્યાખ્યા અથવા હાઇપોથિસિસનું સમર્થન કરતા નથી કે કોવિડની ભવિષ્યમાં આવનાર લહેરમાં બાળકો વધુ પ્રભાવિત થશે કે તેની બાળકો પર વધુ અસર પડશે. છતા પણ તમામ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે આપણે તૈયાર રહેવું જોઇએ. તેના માટે દેશની સ્વાસ્થ્ય એજન્સીઓ મોટા પ્રમાણમાં તે અંગે તૈયારી કરી રહી છે કે જો મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત થાય અને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડે તો તેમને ત્યાં દાખલ કરી શકાય.

કોવિડ વ્યવસ્થા અનુસાર સંક્રમિત વ્યક્તિઓ કે બાળકો માટે અલગ વોર્ડ કે આઇસોલેશન વોર્ડ હોવો જોઇએ. આ સાથે જ બાળકો માટે બનાવવામાં આવેલ કોવિડ-19 વોર્ડમાં એવી વ્યવસ્થા હોવી જોઇએ, જ્યાં માતાપિતા પણ સંક્રમિત બાળકોની સાથે કેર ટેકર તરીકે રોકાઇ શકે. તો સાથે જ બાળકોની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવનાર પીડિયાટ્રિક કેર સંશાધન કે મેડિકલ ઇક્વિપમેન્ટની વ્યવસ્થા પણ હોસ્પિટલમાં હોવી જોઇએ. હેલ્થ વર્કર્સને આ અંગે તાલીમ આપવી જોઇએ કે તે તમામ વયના કોવિડ સંક્રમિત બાળકોની સારવાર કરી શકે. સંશાધનો વધારવાની સાથે બાળકોમાં કોવિડ પછીની સ્થિતિ સામે લડવા માટે પણ માળાખાકીય સુવિધામાં પરીવર્તન કરવું જોઇએ.

સવાલઃ કોવિડથી સાજા થયા બાદ નવજાત બાળકમાં ક્યા પ્રકારના લોંગ કોવિડ લક્ષણો જોવા મળે છે, માતાપિતા આવા લક્ષણોની ઓળખ કરી રીતે કરી શકે?

બાળકોમાં પણ વયસ્કોની જેમ લોંગ કોવિડ લક્ષણો જોવા મળે છે, જેના લક્ષણો પણ વયસ્કો જેવા જ હોય છે. જોકે, નવજાત બાળકોમાં લોંગ કોવિડ જેવા કોઇ પણ લક્ષણ કે તેવા કોઇ કેસ હાલ નોંધાયા નથી.

સવાલઃ પોસ્ટ કોવિડની અસરોથી બાળકોને કઇ રીતે બચાવી શકાય?

બાળકોમાં પોસ્ટ કોવિડની સમસ્યા MIS-C(મલ્ટી ઇંફ્લેમેટરી સિંડ્રોમ-સી) જોવા મળી છે. પરંતુ આ સમસ્યા પણ મોટાભાગે બાળકોમાં વધુ ગંભીર હોતી નથી અને યોગ્ય સમયે તેને ઓળખી તેની સારવાર પણ કરી શકાય છે. રોગની સામાન્ય દવાઓ દ્વારા એમઆઇએસ સીને નિયંત્રિત કરી શકાય છે. ગંભીર સ્થિતિ વાળા બાળકોને સ્ટેરોયડ અને ઇમ્યૂનોગ્લોબિન દવાઓ દ્વારા સાજા કરી શકાય છે.

બાળકોને સંક્રમણથી બચાવવા માટે તે જ ઉપાયો અપનાવવાની જરૂરિયાત છે જેનાથી આપણે વયસ્ક લોકોને સંક્રમણથી બચાવીએ છીએ. નાના બાળકો હજુ માસ્કનો ઉપયોગ કરી શકતા નથી, તે મોટા બાળકો અને વયસ્ક લોકોની જવાબદારી છેકે તે બાળકોને સંક્રમણથી બચાવવા માટે કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરે.

સવાલઃ શું કોઇ પ્રી મેચ્યોર નવજાત બાળકને કોરોના થયો છે? જો આવું છે તો આવા બાળકોને ક્યા પ્રકારની સારવારની જરૂર હોય છે?

આ સવાલનો જવાબ છે હા. નવજાત બાળકોમાં પણ સંક્રમણના કેસો નોંધાયા છે. પંરતુ નવજાત શિશુઓમાં તેની ગંભીરતા વધુ નથી જોવા મળી. બાળકો હળવા અથવા તો અસિમ્પ્ટોમેટિક લક્ષણોનો શિકાર થાય છે. પ્રી-મેચ્યોર નવજાત બાળકોમાં પણ કોવિડ સંક્રમણ જોવા મળ્યું છે, નવજાત બાળકમાં પણ કોવિડ સંક્રમણનું મેનેજમેન્ટ નિયોનેટલ કોવિડ મેનેજમેન્ટના માન્ય પ્રોટોકોલ અનુસાર કરવામાં આવે છે.

સવાલઃ શું ગર્ભવતી મહિલાના કોવિડ પોઝિટીવ થવાની અસર ગર્ભસ્થ બાળક પર પણ પડે છે, જો હા તો કેવી અસર પડે છે?

ગર્ભવતી મહિલા કોરોના સંક્રમિત થયા બાદ સામાન્ય ગર્ભવતી મહિલાની સરખામણીમાં પ્રસુતિમાં પડકારો વધી શકે છે. કોવિડ સંક્રમિત થવાથી સમય પહેલા કે પ્રી મેચ્યોર બેબી થવા કે જન્મ સમયે નવજાત બાળકનો વજન ઓછો હોવાની શક્યતાઓ વધી જાય છે. કોવિડ સંક્રમિત 10થી 15 ટકા મહિલાઓએ કોવિડ સંક્રમિત બાળકોને જન્મ આપ્યો. પરંતુ આ તમામ નવજાત બાળકો હળવા અથવા અસિમ્પ્ટોમેટિક કોવિડ સંક્રમિત થયા હતા, જે ગંભીર સમસ્યા નથી. ગર્ભવતી મહિલાઓ કોવિડ સંક્રમિત થવાથી નવજાત બાળકને કોઇ પ્રકારની જન્મજાત બીમારી થવાની શક્યતા નથી. તેવું હજુ સુધી જોવા મળ્યું નથી.

સવાલઃ કોવિડ સંક્રમણ શું કોઇ પ્રકારે બાળકોના મગજ પર અસર કરે છે?

જેમકે પહેલા જણાવ્યું છે કોવિડ સંક્રમણ બાળકોમાં એક અસિમ્પ્ટોમેટિક કે પછી હળવા લક્ષણો સાથે અસર કરે છે. માત્ર અમુક ટકા બાળકોમાં કોવિડના ગંભીર લક્ષણો જોવા મળે છે, તેમાં પણ સંક્રમિત બાળકોના ફેફસા પર તેની અસર વધુ જોવા મળી છે. તેમાં મગજ પર પણ સંક્રમણની અસર થઇ શકે છે, જેના પરીણામે માનસિક સંતુલન બગડી શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે સંક્રમણના કારણે મગજમાં ઓક્સિજનની જરૂરિયાતમાં અડચણ પેદા થાય છે કે પછી ફેફસા ખરાબ રીતે પ્રભાવિત થાય છે. કોવિડ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ તેમ બંને રીતે બાળકોના સ્વાસ્થ્યને અસર કરે છે. લાંબા સમયથી ઘર પર રહેવું કે લોકડાઉનના કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડી છે. ઘણા પરીવારોની આજીવિકા પર અસર પડતા બાળકોનું સામાન્ય ભરણપોષણ પણ પ્રભાવિત થયું છે. તેવામાં આર્થિક અને સામાજીક ક્ષતિઓ પણ પહોંચી છે, જેની અસર બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ પડી છે.
First published:

Tags: Children, Coronavirus, New born baby, Vaccination

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन