Home /News /explained /

Paper Bag Day 2021: જાણો આ દિવસનો ઈતિહાસ અને પર્યાવરણ બચાવવા તેનું મહત્ત્વ

Paper Bag Day 2021: જાણો આ દિવસનો ઈતિહાસ અને પર્યાવરણ બચાવવા તેનું મહત્ત્વ

(પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

12મી જુલાઈએ ઉજવાતા પેપર બેગ દિવસથી લોકોને શોપિંગ સહિતના કામમાં પ્લાસ્ટિક બેગના સ્થાને પેપર બેગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે

Paper Bag Day 2021: પ્લાસ્ટિક (Plastic)ના કારણે પર્યાવરણ (Environment)ને ગંભીર નુકસાન થયું છે. આ નુકસાન અટકાવવા માટે ઘણા દેશોની સરકારે પ્રયત્નો કર્યા છે. પરંતુ આ પ્રયત્નો પૂરતા નથી. લોકોએ સ્વૈચ્છિક રીતે આગળ આવી પ્લાસ્ટિકની બેગ (Plastic Bags) સહિતની વસ્તુઓનો ઉપયોગ ટાળવો પડશે. વર્લ્ડ પેપર બેગ દિવસ (World Paper Bag Day) પણ આ હેતુ સાથે જ મનાવવામાં આવે છે. દર વર્ષે 12મી જુલાઈએ ઉજવાતા આ દિવસથી લોકોને શોપિંગ (Shopping) સહિતના કામમાં પ્લાસ્ટિક બેગના સ્થાને પેપર બેગનો ઉપયોગ (Use of Paper Bag) કરવાની સલાહ અપાય છે.

12 જુલાઈ એટલે કે પેપર બેગ દિવસ બાયોડિગ્રેડેબલ પેપર બેગ (biodegradable paper bags)ના ઉપયોગ વિશે જાગૃતિ (Awareness) લાવવા માટે સમર્પિત કરાયો છે. આ બેગ સરળતાથી રિસાયકલ (Recycle) કરી શકાય છે. ઉપરાંત તે રીન્યુએબલ કાચા માલ (renewable raw materials)થી બનેલા હોય છે. સામાન્ય રીતે પ્લાસ્ટિકની બેગ નોન બાયોડિગ્રેડેબલ છે. તેનું વિઘટન થતા અનેક વર્ષો લાગી જાય છે. જેથી ગત સદીના અંતમાં પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ અટકાવવાની જરૂરિયાત ઉભી થઇ હતી.

હાલ વિશ્વ કલાઈમેટ ચેન્જ અંગે સફાળું જાગી ગયું છે. ક્લાઈમેટ ચેન્જ વાસ્તવિક છે, તેનો ખ્યાલ આવી ગયો છે. પર્યાવરણીય પ્રદૂષણ અને સંસાધનોની અછતની વાસ્તવિકતાઓ પ્રત્યે જાગૃતતા આવી છે. તેથી ધીમે ધીમે પેપર બેગ સહિતની બાબતોને જીવનશૈલીમાં ઉતારવી જ પડશે.

World Paper Bag Dayનો ઇતિહાસ અને તેનું મહત્ત્વ

પેપર બેગ દિવસની શરૂઆત કોણે કરી તેનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. પરંતુ આ દિવસ વિશ્વમાં પેપર બેગનો ઉપયોગ કરી પૃથ્વીને આવનારી પેઢી માટે બચાવવા આપણા સામુહિક મક્કમ પ્રયાસોને દર્શાવે છે.

આ પણ વાંચો, OMG: મનુષ્યના પેશાબથી કંપનીએ બનાવી Beer, 50 હજાર લીટર યૂરિનનો કરવામાં આવ્યો ઉપયોગ

પેપર બેગનો ઇતિહાસ વર્ષ 1850ની આસપાસનો છે. તે સમયે અમેરિકાના સંશોધક ફ્રાન્સિસ વોલેએ પેપર બેગ મશીનની શોધ કરી હતી અને પેટન્ટ કર્યું હતું. ત્યારબાદ 1871માં માર્ગારેટ ઇ. નાઈટ દ્વારા ફ્લેટ બોકસી બોટમ પેપર બેગ બનાવી શકે તેવી મશીનરીની શોધ કરવામાં આવી હતી.

આ પણ જુઓ, VIDEO: હિમાચલમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપઃ ધર્મશાળાના ભાગસૂમાં વાદળ ફાટ્યું, તેજ પ્રવાહમાં વાહનો તણાયા

ત્યારબાદ ચાર્લ્સ સ્ટીલવેલ એક ડગલું આગળ વધ્યા હતા.1883માં તેમણે પેપર બેગમાં ઘડાયેલી સાઈડને અમલમાં મૂકી તેને વધુ હાથવગી બનાવી હતી. પછી 1912માં વોલ્ટર ડ્યુબનેર સ્ટિલ્વેલની ડિઝાઇનમાં ઉમેરો કર્યો અને એક દોરી ઉમરી હતી. જેને પેપર બેગના હેન્ડલ તરીકે ઉપયોગમાં લેવાયું હતું. એકંદરે, આપણે અત્યારે જે પેપર બેગનો ઉપયોગ કરી રહ્યા છીએ તે સંશોધકો દ્વારા વર્ષોવર્ષ થયેલા પ્રયત્નોનું પરિણામ છે.

ઉલ્લેખનીય છે કે, ઓછામાં ઓછા અને ટકાઉ પેકેજિંગને પ્રોત્સાહન આપવા હવે ટોચની બ્રાન્ડ્સ દ્વારા પેપર બેગને વધુને વધુ પ્રોત્સાહિત કરાય છે. આ પેપર બેગ હવે માત્ર પર્યાવરણને અનુકૂળ રાખવા પૂરતી સીમિત નથી, પણ ખરીદીના સૌંદર્યનો ભાગ પણ બની છે.
First published:

Tags: Awareness, Environment, Lifestyle, Paper Bag Day 2021, Plastic, Recycle, Shopping

આગામી સમાચાર