Home /News /explained /Deen Dayal’s Death Anniversary: પંડિત દીનદયાલ ઉપાધ્યાયે રાષ્ટ્રની સરખામણીમાં સમાજને વધારે મહત્વ આપ્યું

Deen Dayal’s Death Anniversary: પંડિત દીનદયાલ ઉપાધ્યાયે રાષ્ટ્રની સરખામણીમાં સમાજને વધારે મહત્વ આપ્યું

ભારતીય જનસંઘના સહ-સ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાય (Image- Facebook)

Deen Dayal’s death anniversary: ભારતીય જનસંઘ (Bharatiya Jana Sangh)ના સહ-સંસ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાય (Deen Dayal Upadhyaya)ની આજે પુણ્યતિથિ છે. જનસંઘના જનતા પાર્ટીમાં વિલય બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) ઉપર આજે પણ પં. દીનદયાલ ઉપાધ્યાયની અસર બરકરાર છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હી. જાણીતા વિચારક, દાર્શનિક તથા રાજકીય પાર્ટી ભારતીય જનસંઘ (Bharatiya Jana Sangh)ના સહ-સંસ્થાપક પંડિત દીનદયાલ ઉપાધ્યાય (Pandit Deendayal Upadhyay)ની આજે પુણ્યતિથિ છે. તેમનો મૃતદેહ વારાણસી નજીક મુગલસરાય જંક્શન (Mughalsarai station) પર 11મી ફેબ્રુઆરી 1968ના રોજ લાવારિસ સ્થિતિમાં મળ્યો હતો. તેમનું શંકાસ્પદ પરિસ્થિતિમાં થયેલા મૃત્યુનું રહસ્ય (Pandit Deendayal Upadhyay death mystery) ક્યારેય સામે ન આવી શક્યું. ચોરીના ઈરાદાથી તેમની હત્યાનો આરોપ જેમના પર લગાવીને સજા થઈ, તેના પર ભાગ્યે જ કોઈને વિશ્વાસ બેઠો. બાદમાં જનસંઘના જ એક મોટા નેતાએ પંડિત દીનદયાલ ઉપાધ્યાયના મૃત્યુ (Deen Dayal Upadhyay death reason)ને એક રાજકીય હત્યા કહીને સનસની ફેલાવવાનું કામ કર્યું હતું.

  પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh) સાથે જોડાણ 1937માં થયું અને થોડા સમય બાદ જ તેઓ આરએસએસના પૂર્ણકાલિન કાર્યકર્તા બની ગયા. બાદમાં 1951 સુધી તેમણે યુપીના સહ પ્રાંત પ્રચારકનું દાયિત્વ સંભાળ્યું.

  પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જીવનમાં એક મોટો બદલાવ ત્યારે આવ્યો, જ્યારે તેમને જનસંઘ સાથે કામ કરવાનું દાયિત્વ સોંપવામાં આવ્યું. દીનદયાલ ઉપાધ્યાય 1952થી 1967 સુધી જનસંઘના મહામંત્રી રહ્યા. આ દરમિયાન જનસંઘનો અધ્યક્ષ કોઈપણ હોય, પાર્ટીનું સંગઠન દીનદયાલ ઉપાધ્યાયના માર્ગદર્શનમાં જ ચાલતું રહ્યું.

  આ પણ વાંચો: ક્રાંતિકારી સાથે મહાન સમાજ સુધારક હતા લાલા લજપતરાય, તેમનું યોગદાન બન્યો અમૂલ્ય વારસો

  મૃત્યુના ફક્ત 43 દિવસ પહેલા જ બન્યા જનસંઘના અધ્યક્ષ

  જનસંઘના સંસ્થાપક સભ્યોમાંથી એક દીનદયાલ ઉપાધ્યાયએ પોતાના મૃત્યુના માત્ર 43 દિવસ પહેલા જ જનસંઘના અધ્યક્ષનું પદ સંભાળ્યું. જનસંઘના જનતા પાર્ટીમાં વિલય બાદ બનેલા રાજકીય દળ ભારતીય જનતા પાર્ટી (BJP) ઉપર આજે પણ પં. દીનદયાલ ઉપાધ્યાયની અસર બરકરાર છે. દીનદયાલ ઉપાધ્યાયે માત્ર રાજકીય સ્તરે જ કોંગ્રેસનો એક વિકલ્પ તૈયાર કરવા માટે એ સમયની તમામ વિપક્ષ પાર્ટીઓના નેતાઓના પ્રયત્નોને ક્યારેય સાચા ન માન્યા. તેનાથી વિપરિત તેમણે ભારતીય સમાજની અંદરથી રાજ્યની શક્તિની મદદ વિના રાષ્ટ્રના સામર્થ્યને તૈયાર કરવા અંગે વિચાર કર્યો.

  રાષ્ટ્રની સરખામણીમાં સમાજને વધારે મહત્વ

  રાષ્ટ્રવાદની લહેર પર સવાર થઈને રાજકારણ કરી રહેલા લોકો માટે આ વાતને માનવી થોડી મુશ્કેલ હશે કે જેમના વિચારોનું તેઓ સાર્વજનિક જીવનમાં આચરણ કરવાનો દાવો કરે છે, તે દીનદયાલ ઉપાધ્યાયે ક્યારેય પણ રાજ્ય કે સત્તાની શક્તિને સમાજથી ઉપર નથી રાખી. પંડિત દીનદયાલ ઉપાધ્યાયે સમાજને હંમેશા રાષ્ટ્રની સરખામણી વધારે મહત્વનું માન્યું છે. તેમનું કહેવું હતું એક સમય અત્યંત શક્તિશાળી મનાતા રાષ્ટ્ર જેવા યૂનાન, મિસ્ર, રોમ વગેરે નષ્ટ થઈ ગયા. જ્યારે રાષ્ટ્રવિહીન યહૂદિયોએ પોતાની સામાજિક તાકાતના બળ ઉપર હજારો વર્ષો બાદ પણ પોતાનું રાષ્ટ્ર ઊભું કર્યું. પંડિત દિનદયાલ ઉપાધ્યાયે રાજ્યને એક મોટી તાકાત માની છે, પરંતુ તેને સર્વોચ્ય શક્તિ નહોતા માનતા.

  આ પણ વાંચો: મોતીલાલ નહેરુનો ‘બંધારણ’ સાથે શું સંબંધ હતો? જાણો તેમના જીવન સાથે જોડાયેલી મહત્વની વાતો

  જોઇન્ટ સ્ટોક કંપની નથી સમાજ

  પોતાના વિચારોને એકાત્મ માનવવાદના રૂપ રજૂ કરીને દીનદયાલ ઉપાધ્યાયને વિશ્વાસ હતો કે ભારત રાષ્ટ્રનો વિકાસ પશ્ચિમી દેશોના આંધળા અનુકરણથી ક્યારેય શક્ય નહીં થાય. પોતાની માન્યતામાં દીનદયાલ સ્પષ્ટ કહેતા કે જે રીતે કોઈ માનવ જન્મ લે છે, તે જ રીતે સમાજનો પણ જન્મ થાય છે. વ્યક્તિ અને વ્યક્તિ મળીને ક્યારેય સમાજની રચના નથી કરી શક્તા. સમાજ કોઈ જોઇન્ટ સ્ટોક કંપની નથી. સમાજ પણ માણસની જેમ જીવંત સત્તા છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો દ્રઢ વિશ્વાસ હતો કે દરેક દેશની પોતાની વિશેષ સામાજિક, ઐતિહાસિક, રાજકીય અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓ હોય છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Anniversary, RSS

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन