Home /News /explained /

શું 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસની ઊજવણી કરવી ગેરકાયદેસર છે?

શું 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસની ઊજવણી કરવી ગેરકાયદેસર છે?

photo-shutterstock

પાકિસ્તાન પણ 15 ઓગસ્ટના રોજ આઝાદ થયું હતું, પરંતુ 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ ઊજવવમાં આવે છે, તે ગેરકાયદેસર છે અને તેના અનેક પુરાવાઓ પણ છે.

આજે 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાન (Pakistan) પોતાનો સ્વતંત્રતા (Independence Day) દિવસ ઊજવી રહ્યો છે. વર્ષ 1947માં અંગ્રેજોએ જ્યારે ભારતને આઝાદ કરવાનો કાયદો બનાવ્યો હતો, તેમાં ભારત અને પાકિસ્તાન બંને દેશ બનવાની એક જ તારીખ 15 ઓગસ્ટ 1947 રાખી હતી. આજની પેઢી એમ જ માને છે, કે પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટના રોજ આવે છે. જોકે, પાકિસ્તાન પણ 15 ઓગસ્ટના રોજ આઝાદ થયું હતું, પરંતુ 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ ઊજવવમાં આવે છે, તે ગેરકાયદેસર છે અને તેના અનેક પુરાવાઓ પણ છે.

આ પણ વાંચો-KAREENA KAPOOR KHAN આખરે કેમ સરોગસીથી ઇચ્છતી હતી બાળક, પતિ સૈફ અલી ખાને ખોલ્યું રહસ્ય

15 ઓગસ્ટના રોજ આઝાદી- આજે પાકિસ્તાન 14 ઓગસ્ટના રોજ યૌમ-એ-આઝાદીની ઊજવણી કરે છે. પાકિસ્તાનના ઈતિહાસકારો આ બાબત પર સવાલ ઊઠાવે છે કે, તમામ દસ્તાવેજ અને પુસ્તકો અનુસાર પાકિસ્તાન 15 ઓગસ્ટના રોજ આઝાદ થયો છે. તો શા માટે પાકિસ્તાન 14 ઓગસ્ટના રોજ આઝાદીની ઊજવણી કરે છે. પાકિસ્તાને પોતાને 15 ઓગસ્ટથી એક દિવસ પહેલા આઝાદ જાહેર કરી દીધો હતો.

આ પણ વાંચો-PRIYANKA CHOPRA પતિ સાથે લંડનમાં નીકળી રોમેન્ટિક ડેટ પર, સામે આવ્યા PHOTOS

મૂંઝવણ અને ભ્રમ- પાકિસ્તાનની આઝાદીની સાચી તારીખ અંગે ભ્રમની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી અને આ પરિસ્થિતિ 2થી 3 વર્ષ સુધી રહી હતી. તે સમયે પાકિસ્તાનમાં એ જ મૂંઝવણમાં હતી કે, પાકિસ્તાનની યૌમ-એ-આઝાદી 14 ઓગસ્ટના રોજ છે કે, 15 ઓગસ્ટના રોજ? પાકિસ્તાનના કાયદે આઝમ અને પહેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ અલી જિન્ના 15 ઓગસ્ટને જ પાકિસ્તાનની આઝાદીનો દિવસ માનતા હતા.

આ પણ વાંચો-BHUJ: અજય દેવગણની ફિલ્મ દર્શકોને ખૂબ જ ગમી, Twitter પર થયા વખાણ

એક દિવસ પહેલા પાકિસ્તાને પોતાને આઝાદ જાહેર કર્યો- 15 ઓગસ્ટે આઝાદી મળવા છતાં, પાકિસ્તાને શા માટે ભારત કરતા એક દિવસ પહેલાં પોતાને આઝાદ જાહેર કર્યો. પાકિસ્તાનમાં 2-3 વર્ષ સુધી મૂંઝવણભરી પરિસ્થિતિ સર્જાઈ હતી કે, સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે કે, 15 ઓગસ્ટના રોજ. જિન્ના જીવિત રહ્યા ત્યાં સુધા પાકિસ્તાન 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઊજવણી કરતું હતું.

14 ઓગસ્ટ શા માટે- જિન્નાના નિધન બાદ પાકિસ્તાનના શાસકોએ અધિકૃત રીતે સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટ કરી દીધો હતો. લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે, 14 ઓગસ્ટની તારીખ કેવી રીતે નક્કી કરવામાં આવી. એક અન્ય કારણની ચર્ચા કરવામાં આવે છે કે પાકિસ્તાનના લોકો ઈચ્છતા નહોતા કે ભારતની સાથે પાકિસ્તાન પોતાના સ્વતંત્રતા દિવસની ઊજવણી કરે. અધિકૃત રીતે આ કારણની પુષ્ટી કરવામાં આવી નથી.

રમઝાનનો ખાસ દિવસ? એક માન્યતા છે કે 14 ઓગસ્ટ 1947ના રોજ રમઝાનનો 27મો દિવસ એટલે કે, શબ-એ-કદ્ર દિવસ હતો. શબ-એ-કદ્ર દિવસ મુસલમાનો માટે પવિત્ર દિવસ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, આ રાત્રે કુરાન મુકમ્મલ થઈ હતી, જેથી પાકિસ્તાન આજ સુધી 14 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઊજવણી કરે છે.
Published by:Margi Pandya
First published:

Tags: 14 August, 15 august, Pakistan Independence Day

આગામી સમાચાર