Home /News /explained /P. V. Narasimha Rao Birth Anniversary: 90ના દાયકામાં જેમના મજબૂત નિર્ણયોએ દેશને ખોટમાંથી ઉગાર્યો

P. V. Narasimha Rao Birth Anniversary: 90ના દાયકામાં જેમના મજબૂત નિર્ણયોએ દેશને ખોટમાંથી ઉગાર્યો

પોતાના કાર્યકાળ દરમિયાન રાવે ઘણા ઐતિહાસિક નિર્ણયો લીધા, જેના કારણે દેશ ગરીબીમાંથી બહાર આવી શકે. (ફાઇલ તસવીર)

17 ભાષાઓના જાણકાર પીવી નરસિમ્હા રાવને આર્થિક ઉદારીકરણ ઉપરાંત તેમના કાર્યકાળમાં થયેલા સ્કેમોને કારણે પણ યાદ રાખવામાં આવે છે

    P. V. Narasimha Rao Birth Anniversary: દેશમાં આર્થિક સુધારાઓનો (Economic Reforms) મોટો શ્રેય પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ (Former Prime Minister PV Narsimha Rao)ને આપવામાં આવે છે. પોતાના કાર્યકાળ દરમિયાન રાવે ઘણા ઐતિહાસિક નિર્ણયો લીધા, જેના કારણે દેશ ગરીબીમાંથી બહાર આવી શકે. નોંધનીય છે કે તે એવો સમય હતો, જ્યારે દેશને પોતાનું સોનું વિદેશમાં ઉધાર રાખવું પડ્યું હતું. ત્યાર બાદ રાવે દેશી બજાર ખોલી દીધા હતા, જે તે સમયે ટીકાઓનો શિકાર બન્યા હતા. પરંતુ આજ તેના લીધે આપણે ટોચના દેશોમાં છીએ.

    જ્યારે દેશમાં ખતમ થઇ ગયું હતું વિદેશી મૂદ્રા ભંડાર

    ત્યારે માત્ર 2500 કરોડ રૂપિયાનો ભંડાર હતો, જે મુશ્કેલીથી 3 મહિના સુધી ચાલે તેમ હતો. આ તો થઇ રાજનૈતિક બાજુ પરંતુ તેની અસર સામાન્ય માણસ પર પણ હતી. કંપનીઓ ઓછી હતી અને નોકરીઓ પણ ન હતી. સરકારી ઓફીસોમાં કામ મળે તો મળે નહીં તો ભણેલા લોકો પણ બેરોજગાર રહે. પોતાના વેપાર માટે સરળતાથી ન તો લાઇસન્સ મળતો અને ન તો બેન્ક લોન આપવા માટે તૈયાર હતી. આ સમયગાળામાં પીવી નરસિમ્હા દેશના વડાપ્રધાન બન્યા હતા.

    અનેક અડચણો બાદ રાવ બન્યા વડાપ્રધાન

    વર્ષ 1991ના મે માસમાં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીનું એક બોમ્બ બ્લાસ્ટમાં નિધન થયું હતું. ત્યારબાદ પીએમના પદ પર કોણ આવે તેને લઇને ઘણા મતભેદો થયા હતા. બાદમાં કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓના કહેવા પર રાવને સત્તા મળી. જોકે તે સમય સત્તાના મદમાં ડૂબવાનો નહીં, પરંતુ અનેક મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહેલા દેશને બચાવવાની પરીક્ષાઓથી ભરેલો હતો.

    આ પણ વાંચો, આપની પાસે છે આ ખાસ નંબરની કોઈ પણ નોટ તો ઘરે બેઠા થશે સારી કમાણી, જાણો શું છે પ્રોસેસ

    રાવ અને સિંહની જોડી

    નરસિમ્હા રાવે તત્કાલીન નાણામંત્રી અને મહાન અર્થશાસ્ત્રી મનમોહન સિંહની સાથે કામ શરૂ કર્યુ. ગ્લોબલ કંપનીઓ માટે ભારતનું બજાર ખોલી દીધું હતું. જેથી વિદેશી કંપનીઓ ભારત આવવા લાગી. તેનાથી ન માત્ર ઔદ્યોગીકરણને ઉછાળો મળ્યો, પરંતુ લોકો માટે રોજગારની નવી તકોનું પણ સર્જન થયું. જેથી દેશમાં મૂળી આવવા લાગી.

    વધતો ગયો વિદેશી ભંડાર

    રાજકોષિય નુકસાનને ઓછું કરવુ એ રાવ અને મનમોહનની જોડીનું મુખ્ય લક્ષ્ય હતું. રાવે ઘણા કડક નિર્ણયો લીધા. શરૂઆતમાં લેવામાં આવેલા નાણાંકિય નિર્ણયોની અસર ઘણી સારી રહી. વિદેશી ભંડાર ભરાવવા લાગ્યું. જો આજના સમયની વાત કરીએ તો આપણું વિદેશી રાજકોષ ભંડોળ લગભગ 600 અબજ ડોલર છે. જે લગભગ દોઢ વર્ષ માટે પર્યાપ્ત છે, તે પણ એવા સમયમાં જ્યારે કોરોનાના કારણે મોટા ભાગના સદ્ધર દેશોની ઇકોનોમી ભાંગી પડી છે.

    કૌભાંડના આરોપો પણ લાગ્યા

    વૈશ્વિક ઇકોનોમીમાં ભારતને મોટો ભાગીદાર બનાવનાર રાવ સાથે ઘણા વિવાદો પણ જોડાયેલા છે. જેમ કે સ્ટોક માર્કેટ સ્કેમમાં ફસાયેલા હર્ષદ મહેતાએ આરોપ લગાવ્યો હતો કે પીએમને 1 કરોડની લાંચ આપી હતી. સૂટકેસ કૌભાંડના નામે જાણીતા આ સ્કેમ બાદ રાવ પર શંકાની ઘણી આંગળી ઊઠી. પરંતુ સીબીઆઇએ તપાસમાં આ આરોપને પાયાવિહોણા જાહેર કરી રાવને ક્લિન ચીટ આપી દીધી હતી. વર્ષ 1996માં તો એક બાદ એક કૌભાંડની વાતો વહેવા લાગી હતી. જોકે કંઇ પણ સાબિત ન થઇ શક્યું, પરંતુ તે જરૂર થયું કે તે સમયની સાથે કૌભાંડોની ધમક પણ સંભળાય છે.

    ભાષાઓ શીખવાનો હતો શોખ

    નરસિમ્હા રાવને માત્ર આંકડાઓ માટે જ નહીં, પરંતુ ઘણી ભાષાઓની જાણકાર તરીકે પણ ઓળખવામાં આવતા હતા. કહેવાય છે કે તેમને કુલ 17 ભાષાઓ આવડતી હતા. તેમાં ભારતીય ભાષાઓ સિવાય અંગ્રેજી, સ્પેનિશ, જર્મન, ગ્રીક, લેટિન, ફારસી અને ફ્રાંસિસી ભાષા પણ સામેલ છે. અત્યાર સુધીમાં દેશના કોઇ પણ વડાપ્રધાન આટલી ભાષાઓના જાણકાર નથી.

    કોંગ્રેસે રાવને ન આપ્યું મહત્ત્વ

    મોટા નિર્ણયો લઇને દેશને આર્થિક રીતે મજબૂત બનાવનાર રાવને પોતાની જ પાર્ટી કોંગ્રેસમાં ખાસ મહત્ત્વ નહોતું મળ્યું. વડાપ્રધાન કાળ બાદ કોંગ્રેસે તેમનાથી દૂરી બનાવી લીધી હતી. સ્વયં રાવે પણ 10 જનપથ જવાનું બંધ કરી દીધું હતું. વર્ષ 2004માં રાવના અવસાન બાદ કોંગ્રેસ કમીટિની બહાર જ તેમનો મૃતદેહ રાખવામાં આવ્યો, તેને અંદર રાખવાની અનુમતિ પણ ન મળી. તેમના મૃત્યુ બાદ પણ કોંગ્રેસે પોતાની ઉપલબ્ધિઓ ગણાવતી વખતે ક્યારેય પણ રાવનું નામ નથી લીધું.

    સોનિયા ગાંધીએ ગયા વર્ષે પહેલી વાર રાવને જાહેરમાં યાદ કરતાં તેમના વખાણ કર્યા હતા. (ફાઇલ તસવીર)


    આ પણ વાંચો, CBSEની નવી પહેલઃ DADS પોર્ટલ પર મળશે ડુપ્લિકેટ માર્કશીટ, આવી રીતે કરો અપ્લાય

    શા માટે સોનિયા ગાંધીએ રાવ અંગે સેવ્યું હતું મૌન?

    સોનિયાએ ગત વર્ષે પહેલી વખત રાવને સાર્વજનિક રીતે યાદ કરી તેમના વખાણ કર્યા હતા. કોંગ્રસની આલાકમાન અને રાવના સંબંધો સારા ન હોવાની વાત હંમેશા કરવામાં આવતી હતી. કહેવામાં આવે છે કે સોનિયા ગાંધી રાજીવ ગાંધીની હત્યાની તપાસને ધીમી માનતા હતા અને તેનો દોષ તેઓ રાવ પર ઠાલવતા હતા.

    પુસ્તકમાં છે બંને વચ્ચે તણાવનો ઉલ્લેખ

    આ વાતનો ઉલ્લેખ કોંગ્રેસ નેતા કેવી થોમસે પોતાના પુસ્તક પણ કર્યો છે. ‘સોનિયા – ધ બીલવ્ડ ઓફ ધ માસેજ’ નામની પુસ્તકમાં થોમસે લખ્યું છે કે, સોનિયા અને રાવ વચ્ચે સંબંધો સારા નથી. ત્યાં સુધી કે ઘણી વખત રાવે ફરીયાદ કરી હતી કે સોનિયા તેમનું અપમાન કરે છે. ઘણી વખત 10 જનપથમાં બોલાવી રાવને ઘણી રાહ પણ જોવી પડતી હતી.

    આ પણ વાંચો, Elon Musk Birthday: દરેક સેકન્ડે 67 લાખ રૂપિયા કમાતા એલન મસ્કની છે 3 પત્નીઓ અને 6 સંતાનો!

    " isDesktop="true" id="1109022" >



    તબિયત પર થઇ હતી ખરાબ અસર

    થોમસે પોતના પુસ્તકમાં તે પણ લખ્યું હતું કે, વારંવાર જઇને રાહ જોવી આત્મસન્માન પર એક ઘાવ છે અને તેની અસર તેમના સ્વાસ્થ્ય પર પડી રહી હતી. રાવના કાર્યકાળમાં રથયાત્રા અને બાબરી મસ્જિદ વિવાદે પણ માથું ઉંચક્યુ હતું. તેને લઇને પણ પાર્ટી આલાકમાન રાવને આડે હાથ લેતા હતા. વર્ષ 1996ની ચૂંટણીમાં કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડ્યો. તેના માટે પણ પાર્ટી હાઇકમાન્ડે રાવને દોષિ ઠેરવ્યા હતા. ત્યાર બાદ કથિત રીતે રાવે પણ પાર્ટી સાથે અંતર રાખવાનું શરૂ કરી દીધું હતું.
    First published:

    Tags: Harshad Mehta Scam, P. V. Narasimha Rao, Rajiv gandhi, Sonia Gandhi, કોંગ્રેસ, જન્મદિવસ, વડાપ્રધાન