ઘરે સારવાર દરમિયાન ઓક્સીજન લેવલ ઘટે નહીં તે માટે છાતીનાં ભાગે સૂવું હિતાવહ

ઘરે સારવાર દરમિયાન ઓક્સીજન લેવલ ઘટે નહીં તે માટે છાતીનાં ભાગે સૂવું હિતાવહ
Screengrab of Twitter video posted by AaynaClinic

પટના એમ્સ દ્વારા કોવિડ-19 માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર(SOP) જાહેર કરવામાં આવી છે. ડોકટરોએ બ્લડ ઓક્સીજન લેવલ યોગ્ય રહે તે માટે પ્રોન પોશ્ચર કરવા માટે જણાવ્યું છે.

  • Share this:
સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓક્સીજનની કમીને કારણે કોરોનાના કેસમાં તેજીથી વધારો થઈ રહ્યો છે. દર્દીઓને સૌથી પહેલા શ્વાસ ચઢવા જેવા લક્ષણો જોવા મળે છે. ICMR DG ડૉ. બલરામ ભાર્ગવ જણાવે છે કે કોરોનાની પહેલી લહેર અને બીજી લહેરમાં મોતના આંકડામાં વધુ અંતર નથી. કોરોનાની બીજી લહેરમાં ઓક્સીજનની વધુ જરૂરિયાત જોવા મળી રહી છે. ટ્વિટર પર ઓક્સીજન માટે મદદ માંગવામાં આવી રહી છે. ઘણા દર્દીઓ હોમ-ક્વોરન્ટાઈન રહીને કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. ઘરે સારવાર મેળવતા દર્દીઓમાં ઘણીવાર ઓક્સીજનના સ્તરમાં ઘટાડો જોવા મળે છે, એક નોર્મલ પ્રોન પોશ્ચરથી તેનું સમાધાન મેળવી શકાય છે.

પટના એમ્સ દ્વારા કોવિડ-19 માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર(SOP) જાહેર કરવામાં આવી છે. ડોકટરોએ બ્લડ ઓક્સીજન લેવલ યોગ્ય રહે તે માટે પ્રોન પોશ્ચર કરવા માટે જણાવ્યું છે. અહીંયા પ્રોન પોશ્ચર કેવી રીતે કરવો તે જણાવવામાં આવ્યું છે.પ્રોન પોશ્ચરમાં તમારે ઊંધા પડીને સુવાનું રહે છે, જેનાથી તમે ઝડપથી શ્વાસ લઈ શકો છો. તેને ‘પ્રોન વેન્ટીલેટર મેથડ’ પણ કહે છે જે ઓક્સીજનના સ્તરમાં સુધાર કરે છે.

ન્યૂઝ 18એ નિષ્ણાંતને આ પ્રોન પોશ્ચર પાછળનું વૈજ્ઞાનિક કારણ જણાવવા કહ્યું છે. દિલ્હીમાં BLKC સેન્ટર ફોર ક્રિટિકલ કેરના સિનિયર ડિરેક્ટર ડો. રાજેશ પાંડેએ જણાવ્યું કે, “ફેંફસાના ત્રણ ક્ષેત્ર છે, ફ્રન્ટ, મિડલ અને બેક. જ્યારે કોઈ પીઠના બળ પર સુવે છે, ત્યારે તમે તમારા શ્વાસની પ્રતિક્રિયા જોઈ શકો છો અને પીઠમાં લોહીનું પરિવહન ઓછું થાય છે, ” જ્યારે પ્રોન પોશ્ચર પર સૂવામાં આવે છે ત્યારે હ્રદય સ્તનના બોન પર રહે છે અને ફેફસાને વિસ્તૃત કરે છે જેનાથી શ્વાસ ઝડપી લેવામાં આવે છે અને લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. યોગ્ય રીતે લોહીનું પરિભ્રમણ થવાથી વધુ માત્રામાં ઓક્સીજન મળે છે.તેઓ વધુમાં જણાવે છે કે, કોવિડ પહેલા શ્વસનની સમસ્યા ધરાવતા અને વેન્ટિલેટરના દર્દીઓ માટે આ પ્રોન પોશ્ચર કરવાનું કહેવામાં આવતું હતું. દર્દીઓને 16 કલાક સુધી પ્રોન પોશ્ચરમાં રાખ્યા, તેનાથી તેમના મૃત્યુદરમાં ધટાડો થયો છે. શ્વાસની સમસ્યા ધરાવતા દરેક દર્દીઓને આ પ્રોન પોશ્ચર કરવાનું કહેવામાં આવતુ નથી. ઓક્સીજન આપવાની બે પદ્ધતિ છે, એક ઈન્વેન્સિવ વેન્ટીલેશન ટેક્નિક જેમાં નળી લગાવવામાં આવે છે અને બીજી છે નોન-ઈન્વેન્સિવ વેન્ટીલેશન ટેક્નિક જેમાં માસ્ક લગાવવમાં આવે છે. પ્રોન મેથડ સામાન્ય રીતે વેન્ટીલેટરના દર્દીઓને સૂચવવામાં આવતી હતી. હવે કોવિડ-19 દર્દીઓને આ પ્રમાણે પ્રોન મેથડ કરવાનું કહેવામાં આવે છે.

પ્રોન મેથડની કોઈ નકારાત્મક અસર જોવા મળી નથી. ડૉ. પાંડે જણાવે છે કે ઘરે સારવાર દરમ્યાન જ્યારે ઓક્સીજનનું સ્તર નીચે આવે છે, ત્યારે એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી તમે પ્રોન મેથડ કરી શકો છો.

નોંધ- પ્રોન મેથડ ટેમ્પરરી ઈલાજ છે, હોસ્પિટલ કે ઓક્સીજનના સ્થાને કાયમ ઉપયોગ નથી કરવાનો. જો તમારા ઓક્સીજનના સ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તો તમારે હોસ્પિટલનો સંપર્ક કરવાનો રહેશે.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ