ગત થોડા દિવસોમાં પુણેનું ઇન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટ (Osho International Meditation Resort) ચર્ચાઓમાં રહ્યું હતું. અહીંયા ઓશો (Osho)ના અમુક અનુયાયીઓ અને પૂર્વ ટ્રસ્ટીએ મળીને 3 એકર જમીન વેચવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, આ જમીન માટે બોલીઓ પણ લાગવા માંડી હતી. તેના પર ઓશોના ભક્તની લાગણી દુભાઈ હતી. તેમણે પુણેના કોરેગાંવ પાર્કમાં બનેલ આ રિસોર્ટને વેચનાર લોકોને ઝપેટમાં લેતા આરોપ લગાવ્યો કે ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (Osho International Foundation) વિદેશી તાકાતોના હાથમાં છે અને સ્વિત્ઝરલેન્ડ (Switzerland) જ તેને સંચાલિત કરે છે.
ટ્રસ્ટ વેચવા પાછળ આપ્યો આ તર્ક
માર્ચમાં ઓશોના પ્રેમ મંદિર બાશો વિશે કહેવાયું કે ઓઆઇએફ તેને વેચવા માટે તૈયાર છે. સ્વયં ઓઆઇએફએ સ્વીકાર્યુ કે તેઓ તેને વેચવા વિશે વિચારી રહ્યા હતા. પરંતુ તેની પાછળનું કારણ કોરોનાના કારણે ઓશો કમ્યૂનને થયેલા નુકસાનની ચૂકવણી કરવાનું હતું. તેમનું કહેવું હતું કે, કોરોનાના કારણે ઓશો કોમ્યૂનને ભારે નુકસાન થયું છે. આ સિવાય સરહદો બંધ હોવાથી વિદેશી અનુયાયી નથી આવી શક્યા. જેના કારણે નુકસાન વધ્યું છે. આ કારણે તેમણે પ્રોપર્ટી વેચવાની વાત કરી. આ વાત પર વિવાદ ઉભો થયો છે.
મામલો એમ હતો કે આશ્રમના મેન્ટેનન્સ અને ત્યાં રહેનાર માત્ર 15 લોકોનો ખર્ચ ચલાવવામાં આટલું મોટું નુકસાન કઇ રીતે થયું, જેની ચૂકવણી કરવા માટે જમીન વહેંચવાની પરીસ્થિતી ઉભી થઇ ગઇ. તે પણ ત્યારે જ્યારે દેશભરમાં લોકડાઉન હતું અને કોઇ મોટું આયોજન પણ નથી થયું.
પુણેના ખૂબ જ પોશ વિસ્તારમાં ઓશોનો ઇન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટ આવેલો છે. (ફાઇલ તસવીર)
વિદેશી અસરનો આરોપ
જે પ્રોપર્ટીને વેચવાની વાત થઇ રહી હતી, તે પુણેના ખૂબ પોશ વિસ્તારમાં લગભગ 9836 વર્ગ મીટરમાં ફેલાયેલી છે. તેના પર 107 કરોડની ડીલ પણ થઇ ગઇ હતી. આ બધુ કામ ગુપ્ત રીતે થયું, જેથી અન્ય અનુયાયીઓને તેની જાણ પણ ન થઇ. તેમણે આરોપ લગાવ્યો કે આ બધુ વિદેશોમાં બેઠેલા તાકતવર લોકો કરી રહ્યા છે, જે ઓશોની વિરાસત ખતમ કરવા ઇચ્છે છે, જેથી તેમને ફાયદો થઇ શકે.
ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનનો ઓશોના રિસોર્ટ સાથે શું છે સંબંધ?
પુણે સ્થિત રિસોર્ટનું સંચાલન ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન કરે છે, જે સ્વિત્ઝરલેન્ડનું ટ્રસ્ટ છે. આ ફાઉન્ડેશન પર વિદેશીઓનો જ કબ્જો રહ્યો છે. આ બધુ ઓશોના અવસાન બાદ થયું. તેમણે પોતાની વસિયતમાં ઓશોની સંપત્તિ અને પ્રકાશનના તમામ અધિકાર ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનને ટ્રાન્સફર કરવાની વાત કરી હતી.
રહસ્યમયી મોત બાદ મળી રહસ્યમય વસિયત
મોતના 23 વર્ષ બાદ અચાનક વસિયત સામે આવી હતી, જેના કારણે ઓશોને અનુયાયીઓ તેને કોઇ ષડ્યંત્રની નજરે જુએ છે. જે પણ હોય હાલ ફાઉન્ડેશનમાં ટોપ પદો પર સ્વિત્ઝરલેન્ડ અને અમેરિકાના તાકતવર લોકો છે.
કેટલી સંપત્તિ છે ફાઉન્ડેશન પાસે
આ રિસોર્ટ લગભગ 10 એકરમાં ફેલાયેલ છે. આ સિવાય તેની પાસે ઓશોની બૌદ્ધિક સંપદાથી પણ ઘણા પૈસાઓ આવે છે. જણાવી દઇએ કે ઓશોની બૌદ્ધિક સંપદામાં તેમની પુસ્તકો, પ્રવચનના વિડીયો વગેરે સામેલ છે. તેની કિંમત લગભગ અબજોમાં હશે. તે સિવાય દર વર્ષે વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં વિદેશી અનુયાયી આશ્રમ આવે છે અને મોટા દાન કરે છે. તેનો સંપૂર્ણ આંકડો હજુ સુધી નથી મળ્યો કે વાર્ષિક તેમને કેટલો ફાયદો થાય છે.
માત્ર બૌદ્ધિક વિરાસતની વાત કરીએ તો ઓશોના હિંદી અને અંગ્રેજીમાં અપાયેલા પ્રવચન લગભગ 9 હજાર કલાકના છે. આ ઓડિયો અને વિડીયો બંને રૂપમાં છે. 600થી વધુ પુસ્તકો છે, જે વિશ્વની 60 અલગ અલગ ભાષામાં ટ્રાન્સલેટ થઇ ચૂકી છે. ઓશોને પેઇન્ટિંગનો પણ શોખ હતો. તેમની બનાવેલી 800 પેઇન્ટિંગ્સ પણ છે. આ સિવાય ઓશોની અંગત લાઇબ્રેરીમાં પણ 70 હજાર પુસ્તકો છે. આ તમામ મળીને અબજો રૂપિયાની સંપત્તિ છે.
" isDesktop="true" id="1109162" >
ઓશો અનુયાયીઓનો એક વર્ગ માને છે કે ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનની સંપત્તિ માટે ખોટી વસિયત બનાવાઇ છે. વસિયતમાં પોતાના સાચા નામ ચંદ્રમોહન જૈનના નામથી કથિત રીતે ઓશોએ લખ્યું કે તેઓ પોતાની સંપત્તિ સહિત પ્રકાશકના હક પણ ફાઉન્ડેશનને આપે છે. કેમ કે ફાઉન્ડેશન વિદેશી છે, તો તેનાથી મળેલી સંપત્તિ પર પણ વિદેશીઓનો અધિકાર થયો. તેને જ બાદમાં ઓશોના ઘણા અનુયાયીઓએ કોર્ટમાં પડકારી હતી. તેના પર કોઇને કોઇ વિવાદ થતો રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર