માછલીઓ અને જંતુઓની નવી પ્રજાતિ બનાવવામાં ઝેરની શું છે ભૂમિકા, શોધમાં થયો ખુલાસો

માછલીઓમાં ઝેરી પ્રજાતિની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. (પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

માછલીઓ અને કીટકો પર થયેલા વિસ્તૃત અધ્યયનમાં જાણવા મળ્યું કે, તેમનામાં ઝેરવાળી પ્રજાતિઓનો ઉદ્ભવ ઝડપથી થઈ રહ્યો છે

  • Share this:
પૃથ્વી પર પશુઓની પ્રજાતિઓનો ઉદ્ધવ (Evolution) એક સતત ચાલતી પ્રક્રિયા છે. વિશ્વમાં અનેક પ્રજાતિઓ વિલુપ્ત થતી રહે છે અને નવી પ્રજાતિઓનો જન્મ થતો રહે છે. પરંતુ એક સત્ય તે પણ છે કે વધી રહેલ માનવીય પ્રવૃત્તિઓના કારણે અનેક પ્રજાતિઓના વિલુપ્ત થવાના દરમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે, જે એક ચિંતાજનક વિષય છે. પરંતુ નવી પ્રજાતિઓના અસ્તિત્વમાં આવવાના કારણો પર પણ વૈજ્ઞાનિકો શોધ કરી રહ્યા છે. નવા અભ્યાસ અનુસાર જંતુઓ (Insects) અને માછલીઓ (Fishes)માં અસમાન્ય વિવિધતા પાછળ ઝેરનું યોગદાન છે.

સૌથી સમૃદ્ધ પ્રજાતિ સમૂહ

પશુ જગતમાં કરોડઅસ્થિધારી અને બિન કરોડઅસ્થિધારી સમૂહમાં જંતુઓ અને માછલીઓની જાતિઓ સૌથી સમૃદ્ધ છે. આ અભ્યાસના પરીણામો બીએમસી ઇકોલોજી એન્ડ ઇવોલ્યૂશન જર્નલમાં પ્રકાશિત થયા છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે, ઝેરી માછલીઓ અને જંતુઓની વિવિધતા ઝેર વગરની પ્રજાતિઓની સરખામણીએ બે ગણી વધુ ઝડપથી ફેલાઇ રહી છે.

હજુ પણ આવશે વિવિધતા

આ અભ્યાસના મુખ્ય પરીણામોમાંથી એક તે પણ છે કે ઝેરી માછલીઓ અને જંતુઓની પ્રજાતિઓ વાતાવરણનો વધુ ફાયદો ઉઠાવવામાં સક્ષમ હોઇ શકે છે. જેનાથી વધુ નવી પ્રજાતિઓનો ઉદ્ભવ થશે અને તેમની ઇકોલોજી વધુ વૈવિધ્ય સભર બનશે. તે જલદી જ તે જીવોની સાથે સમગ્ર પૃથ્વીના પણ પર્યાવરણને અસર કરશે.

આ પ્રજાતિની સંખ્યા કેટલી છે?

અત્યાર સુધીમાં પૃથ્વીના પર્યાવરણમાં વૈજ્ઞાનિકોએ શોધેલી બિન કરોડઅસ્થિધારી જીવોમાંથી ત્રણ ચતુર્થાંશ જંતુઓની પ્રજાતિઓ છે જેની સંખ્યા લગભગ 10 લાખ છે. જ્યારે માછલીઓ કરોડઅસ્થિધારીઓનો ભાગ છે, તેમની સંખ્યા 31,269 છે. આજે માછલીઓને સંબંધિતની 10 ટકા અને જંતુઓને સંબંધિતની કુલ 16 ટકા પ્રજાતિઓ ઝેરી છે.

અત્યાર સુધી નહોતો થયો તેમની વિવિધતા પર અભ્યાસ

માછલીઓમાં ઝેરનો ઉદ્ભવ સ્વતંત્ર રૂપે ઓછામાં ઓછો 19-20 વખત થયો છે, જ્યારે કીટકોમાં ઝેરનો ઉદ્ભવ ઓછામાં ઓછો 28 વખત થયો છે. આમ તો જીવવિજ્ઞાનીઓએ જૈવવિવિધતાને અસર કરતા કારણો પણ લાંબો અભ્યાસ કર્યો છે, પરંતુ અત્યાર સુધીમાં જંતુઓ અને માછલીઓના વિવિધ સમૂહો પર વિસ્તાર પૂર્વક વિશ્લેષણ થયું નહોતું.

કેટલીય વખત ઉદ્ભવી ચૂક્યું છે ઝેર

આ વાતને ધ્યાનમાં રાખીને સ્વાનસીની આગેવાનીમાં નવી શોધ પરીયોજનાની શરૂઆત થઇ. કીટકો અને માછલીઓની પ્રજાતિઓની વિવિધતા બાયો સાયન્સિસ વિભાગના ડો. કેવલ આર્કબલની અધ્યક્ષતામાં વૈજ્ઞાનિકોની એક ટીમે મોટા પ્રમાણમાં પહેલી વખત તપાસ કરી. બંને જીવોની પ્રજાતિઓમાં ઝેરનો સતત ઘણી વખત ઉદ્ભવ થઇ ચૂક્યો છે.

આ પણ વાંચો, ISRO EOS-3 Launch News: ISROથી ક્યાં થઈ ચૂક? જાણો કયા કારણોથી નિષ્ફળ થઈ ગયું મિશન EOS-3

ઝેરની ભૂમિકા

સ્વાનસી યૂનિવર્સિટીના અર્બકલે કહ્યું કે, “તેમના પરીણામો જણાવે છે કે તેનો સીધો સંબંધ વિવિધતા વધી રહેલા દર સાથે પણ છે, જે આ પ્રજાતિઓના ઉદ્ભવમાં ઝેરનુ યોગદાન દર્શાવે છે. આ પરીણામો તે વાતનું પ્રમાણ છે કે આ પ્રજાતિઓના વિકાસમાં જગ્યાની ભૂમિકા છે, જે સૌથી વિશાળ વિવિધતાઓ ભરેલી પ્રજાતિઓમાંથી છે.”

સંશોધકોનું માનવું છે કે, ઝેર આ પ્રજાતિઓના વિકાસનું એકમાંત્ર કારણ નથી. પરંતુ છતા પણ તે સૌથી મોટું કારણ છે. જ્યારે કીટકોમાં ઝેર સતત દરેક યુગમાં તેમના વિકાસનું કારણ રહ્યું છે, તો માછલીઓમાં ક્રિટેશિયસ અને ઇયોસીન કાળમાં પ્રમુખ રૂપે જવાબદાર હતા.
First published: