Home /News /explained /

BSNL VIP Number જોઈએ છે ? તો ઓનલાઈન કરવું પડશે આટલું કામ, અહી જાણો સંપૂર્ણ Process

BSNL VIP Number જોઈએ છે ? તો ઓનલાઈન કરવું પડશે આટલું કામ, અહી જાણો સંપૂર્ણ Process

BSNL VIP Number મેળવવા કરો આ સરળ Online પ્રોસેસ

BSNL VIP Number Process: BSNL તેના ગ્રાહકોને યાદ રાખવામાં સરળ હોય તેવા ફેન્સી અથવા VIP ફોન નંબર પસંદ કરવાનો વિકલ્પ આપે છે. જો તમારે આવો નંબર મેળવવો હોય તો તમારે તેના માટે ઓનલાઈન અરજી કરવી પડશે. અહીં તમને સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ જણાવવામાં આવી છે

વધુ જુઓ ...
    ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) તેના ગ્રાહકોને એક ફેન્સી અથવા VIP ફોન નંબર (BSNL VIP Number) પસંદ કરવાનો વિકલ્પ આપે છે જે યાદ રાખવામાં સરળ હોય અને ચોક્કસ નંબરોનું સારું સંયોજન હોય. BSNL દ્વારા પોસ્ટપેડ (Post Paid) અને પ્રીપેડ (prepaid) બંને વપરાશકર્તાઓ માટે ફેન્સી નંબરો પ્રદાન કરવામાં આવે છે. ગ્રાહકોએ તેમની પસંદગીનો VIP નંબર મેળવવા માટે ઈ-ઓક્શન (BSNL VIP Number E Auction) દ્વારા બોલી લગાવવાની રહેશે. ગ્રાહકોએ બોલી લગાવતા પહેલા ટેલિકોમ ઓપરેટર સાથે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. BSNL ફેન્સી નંબરોને અલગ-અલગ પેટર્નમાં વિભાજિત કરે છે જેથી કરીને તેના ગ્રાહકો ઈ-ઓક્શનમાં ભાગ લઈને નંબર પસંદ કરી શકે.

    ફેન્સી અથવા VIP નંબરોની માંગ વધુ હોવાથી, BSNL ગ્રાહકોને આ નંબરો મેળવવાની સત્તાવાર રીત આપવા માટે તેની સમર્પિત વેબસાઇટ દ્વારા ઇ-ઓક્શન કરે છે.

    આ પણ વાંચો:  Kalpana Chawla Birthday: શું તમે કલ્પના ચાવલા વિશે આ વાતો જાણો છો?

    BSNL ફેન્સી નંબર ઓનલાઈન કેવી રીતે મેળવવો? (Online Process for BSNL VIP Number)


    BSNL નિયમિત ધોરણે થતી ઈ-ઓક્શન દ્વારા ફેન્સી નંબર પ્રદાન કરે છે. દરેક સર્કલ તેની પોતાની ઈ-હરાજી કરે છે. તમે BSNL સાઇટ પરથી તમારા વર્તુળમાં હરાજીનું સમયપત્રક ચકાસી શકો છો. તમારા વર્તુળને ધ્યાનમાં લીધા વિના, તમારે BSNL ફેન્સી નંબર મેળવવા માટે ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે તમારી જાતને રજીસ્ટર કરવી જરૂરી છે. આગળ આપણે જાણીશું કે તમે કેવી રીતે તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને ફેન્સી BSNL નંબર ઓનલાઈન મેળવી શકો છો.

    • ઈ-ઓક્શન સાઇટની મુલાકાત લો અને તમારું સર્કલ પસંદ કરો

    • ટોચના બારમાંથી Login/Register લિંક પર ક્લિક કરો.

    • તમારો મોબાઈલ નંબર અને Email આઈડી દાખલ કરો. BSNL તમારા આપેલા ઈમેલ આઈડી પર લોગિન વિગતો શેર કરશે.

    • હવે, લોગિન/રજીસ્ટર લિંક પર ક્લિક કર્યા પછી, લોગિન ટેબ પસંદ કરો અને તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરો.

    • પ્રક્રિયા પૂર્ણ કરવા માટે લોગિન પર ક્લિક કરો.

    • ઉપલબ્ધ ફેન્સી નંબરો જોવા માટે સાઈટ પર સાઇડબારમાંથી Available Numbers વિકલ્પ પસંદ કરો.

    • તમે જે નંબર માટે બિડ કરવા માંગો છો (બોલી લગાવવા માંગો છો) તેને પસંદ કરો અને પછી Continue to Cart પર ક્લિક કરો.

    • હવે, રિફંડપાત્ર રજિસ્ટ્રેશન ચાર્જ (Refundable Charge) ચૂકવો, અને બિડિંગની છેલ્લી તારીખ નોંધો.
      નોંધણી પછી, તમારે ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે તમારા પસંદ કરેલા નંબર માટે ઓછામાં ઓછી બિડ લગાવવી પડશે.


    આ પણ વાંચો:  દેશના એવા 5 રેલ્વે સ્ટેશન કે જ્યાં યાત્રીઓ કરે છે સૌથી વધુ ભોજન, ગુજરાતનું આ સ્ટેશન પણ લીસ્ટમાં શામેલ

    બોલી લગાવ્યા બાદની પ્રક્રિયા


    BSNL દરેક ફેન્સી નંબર માટે બિડર્સની યાદીમાંથી ત્રણ સહભાગીઓને પસંદ કરશે. કંપનીએ તેના નિયમો અને શરતોમાં જણાવ્યું હતું કે બાકીના સહભાગીઓને તેમની નોંધણી ફી સર્કલમાં ઈ-ઓક્શન સમાપ્ત થયાના 10 દિવસની અંદર પાછી મળશે.

    ફેન્સી નંબરો માટે પસંદ કરાયેલા ત્રણ સ્પર્ધકોને તેમની બિડની રકમના આધારે H1, H2 અને H3 તરીકે ડિવાઈડ કરવામાં આવશે.

    જો સૌથી વધુ રકમ સાથે બિડનો સહભાગી ફેન્સી નંબર કનેક્શન લેતો નથી, તો બિડ આગામી સહભાગી તરફ જશે.

    ફેન્સી નંબર સફળતાપૂર્વક મેળવવા માટે, બિડરને તેના સરનામાનો પુરાવો અને ઓળખની વિગતો પ્રદાન કરવી પડશે. ભારતીય નાગરિકો ઉપરાંત, દેશમાં નોંધાયેલ કંપનીઓ પણ ફેન્સી નંબર માટે ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકે છે.
    Published by:Rahul Vegda
    First published:

    આગામી સમાચાર