Home /News /explained /Corona Virus: શું ભારતમાં Omicron લહેરનો અંત નજીક? જાણો શું કહે છે નિષ્ણાતો
Corona Virus: શું ભારતમાં Omicron લહેરનો અંત નજીક? જાણો શું કહે છે નિષ્ણાતો
શું ભારતમાં Omicron લહેરનો અંત નજીક
Omicron wave: કોરોના વાયરસ (coronavirus)ના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant)થી ભારતમાં આવેલી આ લહેરનો અંત નજીક આવી રહ્યો છે. આઈઆઈટી કાનપુર (IIT kanpur)ના પ્રોફેસર મનીન્દ્ર અગ્રવાલે કહ્યુ છે કે મહામારીની ત્રીજી લહેર એપ્રિલ સુધી પૂરી થઈ જશે.
નવી દિલ્હી. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટ (Omicron variant)થી ભારતમાં આવેલી લહેર (covid third wave) તેના અંતની નજીક છે. શું આ વેરિઅન્ટને રોકવું શક્ય બનશે જે સૌથી ઝડપી ફેલાઈ રહ્યું છે? આવા સવાલો પર આઈઆઈટી કાનપુર (IIT kanpur)ના પ્રોફેસર મનીન્દ્ર અગ્રવાલે કહ્યુ છે કે મહામારીની ત્રીજી લહેર (corona third wave) એપ્રિલ સુધી ખતમ થઈ જશે. જોકે, તેમણે એક મહત્વની ચેતવણી આપતા કહ્યું કે, શરત માત્ર એટલી જ છે કે કોવિડ સંબંધિત તમામ સાવચેતી રાખવામાં આવે છે.
પ્રોફેસર અગ્રવાલે આ ભવિષ્યવાણી પોતાના ગાણિતિક મોડલના આધારે કરી છે, જેમાં ત્રીજી લહેર પૂરી થયા બાદ પણ એક દિવસમાં 1.8 લાખ કેસોની આગાહી કરવામાં આવી છે. વાસ્તવમાં પોતાના મૉડલમાં પ્રોફેસર અગ્રવાલે ભવિષ્યવાણી કરી હતી કે બેંગલુરુ 23 જાન્યુઆરીની આસપાસ પોતાની ચરમસીમા પર પહોંચી જશે. અત્યારે ભારતમાં કોરોનાવાયરસ (coronavirus)નો ઓમિક્રોન વેરિઅન્ટ મહામારીની ત્રીજી લહેરને પ્રોત્સાહન આપી રહ્યો છે.
તેમણે કહ્યું કે, આફ્રિકા અને ભારતમાં 80 ટકા જનસંખ્યા 45 વર્ષથી ઓછી ઉંમરની છે અને બંને દેશોમાં પ્રાકૃતિક ઈમ્યુનિટી 80 ટકા સુધી છે. વૈશ્વિક સ્તર પર ભારત અમેરિકા બાદ બીજા નંબરનો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. સ્પાઇક પ્રોટીન પર 30થી વધુ મ્યુટેશન ધરાવતો ઓમિક્રોન વેરિઅન્ટ એવા સમયે દેશમાં પ્રવેશ્યો હતો જ્યારે લોકો માનતા હતા કે મહામારી તેના અંતની નજીક છે. તે અત્યાર સુધીમાં 29 રાજ્યોમાં મળી આવ્યું છે.
અનેક મોડલ પર થયો છે અભ્યાસ વર્તમાન ઓમિક્રોન લહેર ભારત અને અન્ય દેશોને કેવી અસર કરી શકે છે તેની આગાહી કરવા માટે ભારત અને વિશ્વભરમાં ઘણા મોડેલિંગ અધ્યયન હાથ ધરવામાં આવ્યા છે. મેકિન્સેના એક અભ્યાસ મુજબ, ડેલ્ટા વેરિઅન્ટ કરતા ઓમિક્રોન વધુ સંક્રામક છે અને તે ઓછી ગંભીર બીમારી લાવે છે. આ અભ્યાસ મુખ્યત્વે અમેરિકામાં કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમણ આરોગ્ય સંભાળ પ્રણાલીને પણ અસર કરે છે.
મહત્વનું છે કે આ દરમિયાન ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ ભારત બાયોટેક (Bharat Biotech)ની નેઝલ રસી (nasal vaccine)ના ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. આ રસીનો ઉપયોગ બૂસ્ટર ડોઝ (Booster Dose) તરીકે કરવામાં આવશે. હાલમાં તેનું પરીક્ષણ 900 લોકો પર કરવામાં આવશે, જે આ રસીના ત્રીજા ડોઝનું ટ્રાયલ થશે. કંપનીએ ટ્રાઇરિયલ માટેનો ડેટા લગભગ ત્રણ અઠવાડિયા પહેલા ડીસીજીઆઈની વિષય નિષ્ણાત સમિતિને મોકલ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે નાક દ્વારા આપવામાં આવેલી આ રસી લોકોને ઓમિક્રોન સામે રક્ષણ આપવામાં મદદ કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર