Home /News /explained /ડોક્ટરો કેવી રીતે કરી રહ્યા છે Omicron કોરોના વેરિએન્ટની સારવાર

ડોક્ટરો કેવી રીતે કરી રહ્યા છે Omicron કોરોના વેરિએન્ટની સારવાર

રાજ્યમાં રાજકોટ શહેર જિલ્લો, સુરત શહેર જિલ્લો, વડોદરા જિલ્લો, ભાવનગર શહેર જિલ્લો, જામનગર શહેર જિલ્લો, ગાંધીનગર શહેર જિલ્લો, જૂનાગઢ શહેર જિલ્લો, આ તમામ શહેર જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી તો આજે ગાંધીનગરમાં 02, અમદાવાદ શહેરમાં 04, વલસાડમાં 1 મળીને કુલ 07 દર્દી સાજા થયા છે. ડોક્ટર ફાઈલ તસવીર

ઓમિક્રોન વેરિએન્ટ (Omicron Variant)ના કારણે કોવિડ-19 (Covid-19)ની વિશ્વભરમાં ચોથી અને ભારતમાં ત્રીજી લહેર આવતી જોવા મળી રહી છે. ડોકટરોએ ઝડપથી વિકસતા સંક્રમિતો (Infected Pateints)ની સારવાર માટે પણ કમર કસી છે.

  coronavirus: બે મહિના પહેલા કોરોના વાયરસ (Coronavirus) સામેની જંગ સમાપ્ત થવાની ધારણા હતી. ઓમિક્રોન વેરિએન્ટે(Omicron Variant) ગયા મહિનાથી હલચલ મચાવવાનું શરૂ કર્યું હતું. હવે, તેના કારણે ભારત તેમજ વિશ્વભરમાં નવી કોવિડ-19 લહેર આવવાના સંકેત મળી રહ્યા છે.

  દિલ્હી અને મુંબઈમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યામાં તીવ્ર વધારો એ જ સંકેત આપી રહ્યો છે. ઓમિક્રોન ચેપના લક્ષણો અગાઉના કોરોના વેરિએન્ટ કરતા થોડા અલગ છે તેથી તેની સારવાર (Omicron Variant) પણ અલગ રીતે કરવામાં આવી રહી છે. દિલ્હીના ડોકટરોએ સમજાવ્યું છે કે તેઓ આ નવા વેરિએન્ટથી સંક્રમિત દર્દીઓની સારવાર કેવી રીતે કરી રહ્યા છે.

  થોડા જ દર્દીઓ મળ્યો છે ઓમિક્રોનનાં
  દિલ્હીમાં ઓમિક્રોન વેરિએન્ટની સારવાર માટે લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. એલએનજેપીને અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિએન્ટના માત્ર 40 કેસ મળ્યા છે, જેમાંથી 19 ને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. એલએનજેપીના ડોકટરોનું કહેવું છે કે વિશ્વભરમાં જોવા મળતા ઓમિક્રોન જેવા લક્ષણો દર્દીઓ પણ દિલ્હીમાં મળી રહ્યા છે.

  આ પણ વાંચો: Corona Update: કેસ વધતા કોવિડ -19 ગાઇડલાઇનનું કડક પાલન કરાવવા AMC કમિશનરનો આદેશ

  શું છે ઓમિક્રોનના લક્ષણો
  એલએનજેપીના ડોકટરો કહે છે કે અહીં આવતા ઓમિક્રોન સંક્રમિત દર્દીઓમાં અસિમ્પટોમેટિક દર્દીઓની સંખ્યા વધુ છે. તેઓ ગળામાં દુખાવો, નીચલા સ્તરનો તાવ અને શરીરના અંગોમાં દુખાવો જેવા લક્ષણો દર્શાવે છે. ડોકટરો કહે છે કે તેની સારવાર મલ્ટિવિટામિન્સ અને પેરાસિટામોલ જેવી દવાઓથી કરવામાં આવે છે.

  ગંભીર સારવારની જરુર નહિ
  ઓમિક્રોન વેરિએન્ટની ચાલી રહેલી સારવાર અંગે એનએલજેપીના એક વરિષ્ઠ ડોક્ટર કહે છે, "અમને નથી લાગતું કે ફિલાહલના દર્દીઓને અન્ય કોઈ પ્રકારની દવા આપવાની જરૂર છે. ઓમિક્રોન ડેલ્ટા વેરિએન્ટ કરતાં ઝડપથી ફેલાઈ રહ્યું હોવાનું કહેવાય છે, પરંતુ ડેલ્ટા વેરિએન્ટની તુલનામાં તેની અસર જોખમી નથી.

  આ પણ વાંચો: Coronavirus: વિશ્વમાં 24 કલાકમાં મળ્યા કોરોનાના 12 લાખ કેસ, USમાં 4.41 લાખ સંક્રમિત, જાણો મુખ્ય દેશોની સ્થિતિ

  ડેલ્ટા વેરિએન્ટ જેવુ જીવલેણ લક્ષણો નથી
  ઓમિક્રોન સાર્સ કોવ-2નું નવીનતમ વેરિએન્ટ જે ગયા મહિને દક્ષિણ આફ્રિકામાં પહેલી વાર મળ્યું હતું. માનવામાં આવે છે કે તે ડેલ્ટા વેરિએન્ટ્સ કરતા ઝડપથી ફેલાયેલું છે. એટલું જ નહીં, અગાઉના પ્રકારોથી વિપરીત, આ સંક્રમણમાં ફેફસાંને નુકસાન પહોંચાડ્યા વિના વાયરસ ગળામાં ઉદ્ભવે છે.

  ફેફસાંને નથી કરતાં અસર
  ડોકટરોનું કહેવું છે કે ઓમિક્રોન દર્દીઓને અન્ય પ્રકારની સારવારની જરૂર નથી. જ્યાં ડેલ્ટા વેરિઅન્ટની સીધી અસર ફેફસાં પર પડી અને દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી અને ન્યુમોનિયા પણ થઈ જતો હતો. ઓમિક્રોન વેરિએન્ટના સંક્રમણમાં આવા લક્ષણો જોવા મળતા નથી.

  આ પણ વાંચો: અમેરિકા સિવાય આ 10 દેશો જ્યાં રહે છે સૌથી વધુ ભારતીયો

  શું હતો પહેલો દર્દીનો અનુભવ
  તાજેતરમાં સાજા થયેલા દિલ્હીના ઓમિક્રોનના પ્રથમ દર્દીનું એમ પણ કહેવું છે કે તેને કોઈ લક્ષણો દેખાયા નથી અને જ્યારે તેણે પરીક્ષણ કરાવ્યું ત્યારે તેને વિશ્વાસ જ ના થયો કે તે ઓમિક્રોન સંક્રમિત છે. આનું એક કારણ એ હતું કે તેને અગાઉ કોવિડનો ચેપ લાગ્યો હતો. 37 વર્ષીય ખેલાડીએ કહ્યું કે તેણે કોઈ લક્ષણો દેખાયા નહોતા.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: Corona third wave, Corona treatment, Explained, ઓમિક્રોન, કોરોના corona

  विज्ञापन
  विज्ञापन