Home /News /explained /Ola Electric Scooter ભારતમાં થયું લોન્ચ, જાણો ગુજરાતમાં કેમ અન્ય રાજ્ય કરતા મળી રહ્યું છે સસ્તું

Ola Electric Scooter ભારતમાં થયું લોન્ચ, જાણો ગુજરાતમાં કેમ અન્ય રાજ્ય કરતા મળી રહ્યું છે સસ્તું

ઓલા સ્કૂટર 10 કલરમાં ઉપલબ્ધ હશે.

S1 ઇલેક્ટ્રિક સ્કૂટરની એક્સ શોરૂમ કિંમત રૂ. 99,999 છે, જ્યારે S1Proની એક્સ શોરૂમ કિંમત રૂ. 1,29,999 રાખવામાં આવી છે.

ભારતમાં લાંબી રાહ જોયા બાદ આખરે 15 ઓગસ્ટના દિવસે Ola Electric Scooter લોન્ચ થઇ ગયું છે. કંપનીએ પોતાના ફ્લેગશીપ ઈલેક્ટ્રિક સ્કૂટરના બે વેરિએન્ટ S1 અને S1 Pro ભારતમાં લોન્ચ કર્યા છે. આ ઈલેક્ટ્રિક સ્કૂટર છેલ્લા અમુક સપ્તાહથી રૂ. 499થી બુકિંગ માટે ઉપલબ્ધ છે. આ સ્કૂટરની જેમ તેના ફિચર્ચ જાણીને પણ તમે ચોંકી જશો. શાનદાર ડિઝાઇન અને ફીચર્સ સાથે લોન્ચ થયેલ આ સ્કૂટર્સની ડિલીવરી કંપની ડિસેમ્બર મહીનાથી શરૂ કરશે.

જાણો સ્કૂટરના દમદાર ફીચર્સ

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર (Ola Electric Scooter)ને તમે રિવર્સમાં પણ ચલાવી શકો છો. તેમાં ફ્રંટ અને રિયર ડિસ્ક બ્રેક પણ આપવામાં આવી છે. આ સાથે જ સ્કૂટરમાં ક્રૂઝ કંટ્રોલ ફીચર પણ છે. એટલું જ નહીં તેમાં તમે તમારી પસંદનું એન્જીન સાઉન્ડ રાખી શકશો. સ્કૂટર ઈન-બિલ્ટ સ્પીકરથી સજ્જ હોવાથી તમે સંગીતનો આનંદ પણ માણી શકશો. આ સ્કૂટરમાં બે હેલ્મેટ રાખવા માટેની જગ્યા, આકર્ષિત હેડલેમ્પ અને માત્ર 3 સેકન્ડમાં 0-40 KMPHની સ્પીડ પણ મળશે. જેમાં 115KMPHની ટોપ સ્પીડ, 181 કિમી સુધીની શાનદાર IDC બેટરી રેન્જ અને વોઇસ કંટ્રોલ અને પ્રોક્સિમિટી અનલોકની સુવિધા પણ મળશે.

આ પણ વાંચો - સ્વદેશી મોબાઈલ કંપની LAVAનો ફોન ડિઝાઈન કરો અને જીતો હજારોની રકમનું ઈનામ

શું છે આ શાનદાર સ્કૂટર્સની કિંમત

S1 ઇલેક્ટ્રિક સ્કૂટરની એક્સ શોરૂમ કિંમત રૂ. 99,999 છે, જ્યારે S1Proની એક્સ શોરૂમ કિંમત રૂ. 1,29,999 રાખવામાં આવી છે. ઓલા ઈલેક્ટ્રિકે ઘણી બેન્કો સાથે ભાગીદારી કરી છે, જે ગ્રાહકો માટે EMI ઓપ્શન તરીકે રજૂ કરાશે.

તેવામાં ઘણા રાજ્યોએ ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ખાસ સબસિડી પણ જાહેર કરી છે. સંબંધિત રાજ્યોના સબસિડી લાભો અને કેન્દ્ર સરકાર દ્વારા ઉપલબ્ધ થનારી FAME-II યોજના લાગૂ થયા બાદ ઓલા ઇલેક્ટ્રોનિક સ્કૂટરની કિંમત સસ્તી થઇ જશે.

જાણો ક્યા રાજ્યમાં આ સ્કૂટર મળશે સૌથી સ્સતું?

ગુજરાત

ગુજરાત ઈવી નિતી અને ફેમ-2 યોજના અંતર્ગત સબસિડી લાગૂ કર્યા બાદ ગુજરાત એક માત્ર રાજ્ય છે, જ્યાં ઓલા ઇલેક્ટ્રિક S1 અને S1 Pro સૌથી સસ્તી કિંમતે મળશે. S1 ગુજરાતમાં રૂ. 79,999માં ઉલબ્ધ થશે અને S1 Proની કિંમત રૂ. 1,09,999 હશે.

આ પણ વાંચો - ચપટી વગાડતા જ WhatsAppથી ડાઉનલોડ કરો તમારું COVID-19 વેક્સિનેશન સર્ટિફિકેટ, અહીં જાણો પ્રોસેસ

દિલ્હી

દિલ્હી સરકારની ઈવી નીતિ સૌથી વ્યાપક ઇલેક્ટ્રોનિક વાહન નીતિઓમાંથી એક છે, જે અંતર્ગત માંગ વધારવાની યોજના છે. રાષ્ટ્રીય રાજધાનીમાં S1ની કિંમત રૂ. 85,099 અને S1 Proની કિંમત રૂ. 110,149 હશે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં S1 અને S1 Proની કિંમતો ક્રમશઃ રૂ. 94,999 અને રૂ. 124,999માં ઉપલબ્ધ હશે. રાજસ્થાનમાં S1 અને S1 Pro ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત ક્રમશઃ રૂ. 89,968 અને રૂ. 119,138 રહેશે. ઓલા ઇલેક્ટ્રિકનું કહેવું છે કે S1 અને S1 Pro ઇલેક્ટ્રિક સ્કૂટર અન્ય તમામ રાજ્યોમાં રૂ. 99,999 અને રૂ. 1,29,999માં ઉપલબ્ધ થશે.

8 સપ્ટેમ્બરથી વેચાણ શરૂ થશે

આપને જણાવી દઇએ કે, ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ 8 સપ્ટેમ્બર, 2021થી શરૂ કરવામાં આવશે. આ સ્કૂટરના ફીચર્સ જાણીને તમને લાગશે કે તે કોઇ સ્કૂટર નહીં પરંતુ જાણે સ્માર્ટફોન જ હોય. તેમાં તમને કોલિંગ અને યૂટ્યૂબ વિડીયો સ્ટ્રીમિંગની સાથે જ કસ્ટમાઈઝેશન અને નેવિગેશન સાથે પ્રોફાઇલિંગની સુવિધા પણ મળશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Electric vehicle, ગુજરાત, ટેકનોલોજી

विज्ञापन
विज्ञापन