નવી દિલ્હી. ઓક્સફોર્ડ યુનિવર્સિટી (Oxford University) અને બર્મિંગહામ યુનિવર્સિટી (University of Birmingham)ના શોધકર્તાઓના રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે પ્રાચીન સમયમાં ડાયનાસોર (Dinosaurs)ના વિલુપ્ત થતા પહેલા અને પછી પણ સસ્તન પ્રાણીઓ (Mammals) જ એકબીજાના મુખ્ય પ્રતિસ્પર્ધી હતા. કરંટ બાયોલોજી (Current Biology)માં 17 મેના રોજ એક સ્ટડી પ્રકાશિત કરવામાં આવી હતી, આ સ્ટડી અનુસાર ડાયનાસોરમાં બ્લેક સસ્તન પ્રાણીઓનો સમાવેશ થતો ન હતો. સંશોધનકર્તાઓએ સસ્તન પ્રાણીઓના અવશેષોનું વિશ્લેષણ કરવા માટે નવી પદ્ધતિનો ઉપયોગ કર્યો છે.
સ્ટડી પરથી જાણી શકાય છે કે નોન-બર્ડ ડાયનોસોર વિલુપ્ત થયા બાદ સસ્તન પ્રાણીઓએ નવા આહાર અને જીવન જીવવાની પદ્ધતિની શોધ કરી હતી. આ અભ્યાસ સસ્તન પ્રાણીઓ વચ્ચેની હરિફાઈ જાણવા મળે છે. scitechdaily.comના રિપોર્ટ અનુસાર આ સ્ટડી નવા સ્ટેટીસ્ટીકલનો ઉપયોગ કરીને જૂના અને અમલી વિચારોના મહત્વ પર પણ ભાર મુકે છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધક અને સ્ટડીના કો-ઓથર ડૉ. એલ્સા પેન્સિરોલીએ જણાવ્યું કે, “ડાયનાસોરના સમયગાળામાં અનેક પ્રકારના સસ્તન પ્રાણીઓ હતા.” તેમાંથી એક પણ પ્રાણી સ્વિમિંગ, ગ્લાઈડિંગ કે બુરોઇંગ પ્રજાતિ સાથે સંબંધ ધરાવતા ન હતા.
નોન-એવિયન ડાયનોસોરની સાથે મોટાભાગના સસ્તન પ્રાણીઓ વિલુપ્ત થઈ ગયા. તે સમયે આધુનિક સસ્તન પ્રાણીઓ મોટા થવા લાગ્યા અને તેમણે નવી આહારપ્રણાલી અને જીવનશૈલીની શોધ કરી. ડૉ. એલ્સા પેન્સિરોલીએ વધુમાં જણાવ્યું કે, સસ્તન પ્રાણીઓની પહેલા રેડીએશન હતા, જેમણે આધુનિક સસ્તન પ્રાણીઓને ઈકોલોજીકલ ભૂમિકામાંથી દૂર કર્યા હતા.
સંશોધનકર્તાઓએ અનેક પ્રકારના સસ્તન પ્રાણીઓની ઓળખ કરી. સંશોધનકર્તાઓ અનુસાર સસ્તન પ્રાણીઓના વિભિન્ન સમૂહોની એક લિમિટ નક્કી કરવામાં આવી હતી, અને તેમણે અન્ય જાનવરો સાથે કોમ્પેટિશનના કારણે અલગ રાખવામાં આવી રહ્યા છે. સ્ટડી અનુસાર આધુનિક સસ્તન પ્રાણીઓના પૂર્વજો પર સૌથી મોટી મુશ્કેલી ડાયનોસોરે નહીં, પરંતુ તેમના નજીકના રિલેટિવ્સે ઊભી કરી હશે. સસ્તન પ્રાણીઓ એકબીજાને રોકી રહ્યા હતા, તેથી આધુનિક સસ્તન પ્રાણીની સફળતા માટે અન્ય સસ્તન પ્રાણીઓના વર્ગ વિલુપ્ત થવા જરૂરી હતા. સંશોધનકર્તાઓને જાણવા મળ્યું કે ડાયનોસોરના વિલુપ્ત થયા બાદ સૌથી મોટા અને સૌથી નાના સસ્તન પ્રાણીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર