ડરશો નહીં, રસી લઈ લો.. 97 વર્ષના માજીનો રસીકરણ માટે હાકલ કરતો Video Viral

ડરશો નહીં, રસી લઈ લો.. 97 વર્ષના માજીનો રસીકરણ માટે હાકલ કરતો Video Viral
97 વર્ષની દાદીએ લીધી વેક્સીન

 • Share this:
  કોરોના મહામારી સામે લડવા રસીકરણને મોટું હથિયાર ગણવામાં આવે છે. વધુને વધુ લોકો રસી લે તો કોરોના વાયરસના સંક્રમણને વધતુ રોકી શકાય છે. અલબત્ત રસી અંગે પૂરતી લોક જાગૃતિ નથી. પરિણામે રસીકરણ અભિયાનની ઝડપ ધીમી થઈ ગઈ છે. ત્યારે 97 વર્ષના વયોવૃદ્ધ મહિલા ભારતીયોને રસી લેવાની સલાહ આપતા હોવાનો વિડીયો વાઈરલ થયો છે.

  દેશમાં ગત 1 મેથી રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થયો છે. જેમાં 18 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવી રહી છે. રસીકરણ માટે સરકારે ઘણા પ્રયત્નો કર્યા છતા ઘણા જૂથના લોકો રસી લેતા અચકાય છે. તેઓને રસી ઉપર શંકા છે.  97 વર્ષના માજી આ ટૂંકા વિડીયોમાં રસી લીધા અંગે પોતાનો અનુભવ શેર કરતા જોવા મળે છે. તેમણે માર્ચ મહિનામાં કેવી રીતે રસી લીધી અને અત્યારે સારું હોવાનું પોતાના અનુભવ લોકોને જણાવી રહ્યા છે.

  વિડીયોના પ્રારંભમાં જ તેઓ “હું 97 વર્ષની છું" કહેતા નજરે પડે છે. ત્યાર બાદ તેમણે પ્રથમ ડોઝ માર્ચમાં લીધો હોવાનું કહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે તેમને કોઈ રસી લીધા બાદ કોઈ પ્રકારનો દુઃખાવો અને આડઅસર થઈ નહોતી. તેમણે વધુમાં કહ્યું કે, તેઓ બીજા ડોઝની રાહ જોઈ રહ્યા છે. તે સલામત છે. હું સામાન્ય જીવન જીવું છું. તેઓ સલાહ આપતા કહે છે કે, બીક ન રાખશો, રસી લો. તે તમારા અને તમારી આસપાસના લોકો માટે સારી છે.  માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર પત્રકાર લતા વેંકટેશ દ્વારા આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો પોસ્ટ થયાની સાથે જ લોકો તેને પસંદ કરી રહ્યા છે.

  નોંધનીય છે કે, કોરોના રસીકરણની ઝડપ ધીમી પડી હોવાનું સામે આવ્યું છે. સરકારે 18 વર્ષથી વધુના લોકોને રસી આપવાની મંજૂરી આપી અભિયાનનો વ્યાપ વધાર્યો હોવા છતાં ગયા મહિનાની સરખામણીએ મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં રસીકરણમાં 50 ટકાનો કડાકો બોલી ગયો છે. તેવું તંત્રના આંકડા પરથી ફલિત થયું છે.

  કોવિન પ્લેટફોર્મ મુજબ જે સમયે 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસીકરણની મંજૂરી અપાઈ, ત્યારે 3 એપ્રિલથી 9 એપ્રિલ દરમિયાન 24.7મિલિયન ડોઝ અપાયા હતા. બીજી તરફ 1 મેથી 7 મે દરમિયાન લગભગ 11.6 મિલિયન ડોઝ આપવામાં આવ્યા હતા. જે 50% જેટલો ઘટાડો દર્શાવે છે.
  Published by:News18 Gujarati
  First published:May 10, 2021, 13:29 pm

  ટૉપ ન્યૂઝ