નવી દિલ્હી. સોમવારથી દેશભરમાં નવી કોરોના રસીકરણ નીતિ (New Corona Vaccination Policy) લાગુ કરવામાં આવી છે. આ નવી નીતિમાં 18થી 44 વર્ષની વયના લોકો સીધા જ રસીકરણ કેન્દ્ર (Vaccination Centers)માં જઈને રસી મેળવી શકે છે. આ પહેલા 18થી 44 વર્ષની વયના લોકોએ રસી મેળવવા માટે કોવિન પોર્ટલ (Cowin Portal) દ્વારા એપોઇન્ટમેન્ટ લેવી પડતી હતી. નવી નીતિ મુજબ, કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા 18 વર્ષથી વધુની વાયના તમામ લોકોને ફ્રી રસી (Free Corona Vaccine) આપવામાં આવી રહી છે. જોકે, અત્યારે કેન્દ્ર સરકાર 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસી નહોતું આપતું. રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલો દ્વારા તેમને રસી આપવામાં આવતી હતી.
નવી નીતિમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ખાનગી હોસ્પિટલો હવે કોરોના રસીકરણ માટે મરજી મુજબ કિંમતો નહીં વસૂલી શકે. કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલો માટે રસીનો મહત્તમ દર નક્કી કર્યો છે. ખાનગી હોસ્પિટલો કોવિશિલ્ડની એક ડોઝ માટે રૂ. 780, સ્પુતનિક માટે 1145 રૂપિયા અને કોવેક્સિન માટે 1410 રૂપિયા લઈ શકશે.
રસી પુરવઠા માટે સ્કેલ નિશ્ચિત
રસીકરણ નીતિમાં ફેરફાર કરતી વખતે કેન્દ્ર સરકારે રસીના પુરવઠા માટે કેટલાક પરિમાણો પણ નિર્ધારિત કર્યા છે, જેમાં રાજ્યની વસ્તી, કોરોના સંક્રમણની સ્થિતિ, રસીકરણ કાર્યક્રમની પ્રગતિ અને રસીના બગાડની કાળજીનો સમાવેશ થાય છે. કેન્દ્ર રસી ઉત્પાદકો પાસેથી 75 ટકા રસી ખરીદશે અને બાકીની 25 ટકા રસી કંપનીઓ ખાનગી હોસ્પિટલોમાં વેચી શકશે. સોમવારથી 18 વર્ષથી વધુ વયના લોકો પણ કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં રસી લેવાનું શરૂ કરશે.
માનવામાં આવે છે કે નવા નિયમો લાગુ કરવામાં આવતા રસીકરણની ગતિમાં વધારો થશે, કારણ કે ઘણા રાજ્યોએ ફરિયાદ કરી હતી કે તેઓને ઓછી માત્રામાં રસી મળી રહી છે. મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પાસેથી વેક્સીનનો ક્વોટા નહોતો મળી રહ્યો, પરંતુ હવે કેન્દ્ર સરકાર રસીની ખરીદી અને તેના વિતરણ માટે સીધી જવાબદાર રહેશે.
જે લોકોએ કોવિન પોર્ટલ પર નોંધણી કરાવી નથી, તે સરકારી અથવા ખાનગી હોસ્પિટલોના રસીકરણ કેન્દ્રોની મુલાકાત લઈને નોંધણી કરાવી શકે છે.
સરકાર આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન કામદારો, 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીના બીજા ડોઝને પ્રાધાન્ય આપશે. રાજ્ય સરકારો પણ પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરી શકે છે.
ફાઈઝર, મોડર્ના અને જહોનસન અને જહોનસન જેવી વિદેશી રસીઓની ઉપલબ્ધતાને લઈને હજી સુધી કોઈ વ્યવસ્થાને આખરી ઓપ અપાયો નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર