Home /News /explained /હવે હરિફાઈ અંતરિક્ષમાં: જાણો જેફ બેઝોસની કંપની Blue originના નવા સ્પેસ સ્ટેશન વિશે

હવે હરિફાઈ અંતરિક્ષમાં: જાણો જેફ બેઝોસની કંપની Blue originના નવા સ્પેસ સ્ટેશન વિશે

આ દુનિયાનું પહેલું ખાનગી ક્ષેત્રનું સ્પેસ સ્ટેશન હશે. (Image- Wikimedia commons)

અંતરિક્ષ પ્રતિસ્પર્ધા હવે અમેરિકા (USA)માં ખાનગી ક્ષેત્રોમાં પણ જોવા મળવાની છે. અમેરિકાના ખાનગી ક્ષેત્રમાં અંતરિક્ષ પ્રવાસની શરૂઆત થઈ ચૂકી છે. હવે હરિફાઈનું વધુ એક સ્વરૂપ જોવા મળવાનું છે. એલન મસ્કની કંપની સ્પેસ એક્સ (SpaceX) સાથે કટ્ટર હરિફાઈ કરી રહેલી જેફ બેઝોસની બ્લુ ઓરિજિન હવે પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાના માર્ગે છે.

વધુ જુઓ ...
  અંતરિક્ષ પ્રતિસ્પર્ધા હવે અમેરિકા (USA)માં ખાનગી ક્ષેત્રોમાં પણ જોવા મળવાની છે. અમેરિકાના ખાનગી ક્ષેત્રમાં અંતરિક્ષ પ્રવાસની શરૂઆત થઈ ચૂકી છે. હવે હરિફાઈનું વધુ એક સ્વરૂપ જોવા મળવાનું છે. એલન મસ્કની કંપની સ્પેસ એક્સ (SpaceX) સાથે કટ્ટર હરિફાઈ કરી રહેલી જેફ બેઝોસની બ્લુ ઓરિજિન હવે પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાના માર્ગે છે. પૃથ્વીની નીચલી કક્ષામાં ઓર્બિટલ રીફ (Orbital Reef) નામના આ સ્પેસ સ્ટેશન (Space Station)નું લક્ષ્ય એક માઈક્રોગ્રેવિટીનું માહોલ પૂરું પડવાનું છે. કંપનીનું કહેવું છે કે આ આઉટપોસ્ટ ભવિષ્ય માટે એક વ્યવસાયિક મોડેલની જેમ કામ કરશે.

  અંતરિક્ષ પ્રતિસ્પર્ધામાં ખાનગી ક્ષેત્રો પણ જોડાયા
  છેલ્લા કેટલાંક સમયથી જ્યારે પણ ચીન અંતરિક્ષ ક્ષેત્ર સંબંધિત કોઈ નવી ગતિવિધિ કરતું હતું, તો તેને ચીન અમેરિકા દુશ્મનાવટ અને નવી અંતરિક્ષ પ્રતિસ્પર્ધા તરીકે જોવામાં આવતું હતું. પરંતુ અમેરિકાના ખાનગી ક્ષેત્ર આમાં પોતાની મોટી ઉપસ્થિતિ પૂરાવતા જોવા મળી રહ્યા છે. એટલે કે હવે આમાં આંતરરાષ્ટ્રીય રાજકારણનો એકાધિકાર નહીં રહે.

  મિશ્રિત ઉપયોગવાળું વ્યવસાયિક પાર્ક
  બ્લુ ઓરિજિનનું કહેવું છે કે ઓર્બિટલ રીફ એક મિશ્રિત ઉપયોગવાળું વ્યવસાયિક પાર્ક હશે. તેને શોધ, ઉદ્યોગ, આંતરરાષ્ટ્રીય અને વ્યવસાયિક ગ્રાહકો માટે ઉપયોગમાં લેવામાં આવશે અને બ્લૂ ઓરિજિન અંતરિક્ષ પરિવહન, લોજિસ્ટિક્સ, આવાસ, સાધનોની જાળવણી અને સંચાલન ક્રિયાઓ માટે તેનો ઉપયોગ કરશે.

  આ પણ વાંચો: Explained: ઈન્ટરનેટનું ભવિષ્ય કહેવાતું ‘મેટાવર્સ’ ખરેખર શું છે? જાણો Facebook શા માટે રસ લઈ રહ્યું છે

  શું હશે બ્લૂ ઓરિજિનનું યોગદાન
  પોતાના નિવેદનમાં કંપનીએ કહ્યું કે ઓર્બિટલ રીફ એ બધી જ જરૂરી મૂળભૂત સંરચના પૂરી પડશે જેનાથી અંતરિક્ષમાં આર્થિક ગતિવિધિ વધશે અને નવી બજાર ખુલશે. પુનઃઉપયોગી અંતરિક્ષ પરિવહન, સ્માર્ટ ડિઝાઈન, ઓટોમેશન અને ઓપરેટિંગ સિસ્ટમ, બધા પરંપરાગત અંતરિક્ષ ઓપરેટર્સ માટે ખર્ચ ઘટાડવા ઉપરાંત, જટિલતાઓ પણ ઓછી થશે.

  new space station orbital reef proposed by jeff bezos led blue origin
  બ્લુ ઓરિજિન (Blue Origin)ના સ્પેસ સ્ટેશનમાં કેટલીય આંતરરાષ્ટ્રીય કંપનીઓ સહયોગ આપશે. (ફોટો- Blue Origin)
  વૈશ્વિક સ્તરનો સહયોગ
  કંપનીનું કહેવું છે કે સ્પેસ સ્ટેશનની વિવિધ કંપનીઓ વૈશ્વિક સહયોગથી બનાવવામાં આવશે. બ્લૂ ઓરિજિન યુટિલિટી સિસ્ટમ, વિશાળ વ્યાસ ધરાવતું કોર મોડ્યુલ, નવી ગ્લેન લોન્ચ સિસ્ટમ પૂરી પાડશે. આ ઉપરાંત સિએરા સ્પેસ લાર્જ ઇન્ટીગ્રેટેડ ફ્લેક્સીબલ એન્વાયર્નમેન્ટ (LIFE) મોડ્યુલ, નોડ મોડ્યુલ અને ક્રૂ અને સામાન લઈ જવા માટે રનવે લેન્ડિંગ ડ્રીમ ચેઝર સ્પેસ પ્લેન ડિઝાઈન કરશે.

  આ પણ વાંચો: 3000 વર્ષ પહેલાં માનવ મગજ બન્યુ હતું નાનું, સંશોધને સમજાવ્યુ કેમ

  બોઇંગથી લઈને એરિઝોના યુનિવર્સિટી
  આ ઉપરાંત બોઇંગ સ્ટેશન માટે સાયન્સ મોડ્યુલ ડિઝાઈન કરવા ઉપરાંત સ્પેસ સ્ટેશનના કાર્ય, દેખરેખ અને સ્ટારલાઈનર ક્રૂ સ્પેસક્રાફ્ટ પ્રદાન કરવાનું પણ સુનિશ્ચિત કરશે. રેડવાયર સ્પેસ માઈક્રોગ્રેવિટી શોધ, વિકાસ અને નિર્માણ, પેલોડ કાર્ય વગેરે પૂરું પાડશે. જેનેસિસ એન્જીનીયરીંગ સોલ્યુશન્સ એક વ્યક્તિવાળું સ્પેસક્રાફ્ટ ડિઝાઈન કરીને બનાવશે. તો એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી રિસર્ચ વગેરે માટે વૈશ્વિક સમૂહને દોરશે.

  new space station orbital reef proposed by jeff bezos led blue origin
  બ્લુ ઓરિજિન (Blue Origin)નું સ્પેસ સ્ટેશન આઈએસએસ બાદ અમેરિકા માટે ખાલી જગ્યા ભરી શકે છે. (ફોટો- Blue Origin)


  શું અમેરિકી ઉપસ્થિતિ કાયમ રહેશે?
  અંતરિક્ષ ક્ષેત્રમાં અમેરિકાને પહેલાંથી જ ચીન તરફથી મોટા પડકાર મળી રહ્યા છે. ચીન પોતાનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવી રહ્યું છે. જ્યારે અમેરિકાની ભાગીદારીવાળા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અમુક જ વર્ષોમાં ગમે ત્યારે બંધ થઈ શકે છે. આવામાં અમેરિકામાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે અંતરિક્ષમાં ક્યાંક અમેરિકાની હાજરી ખતમ ન થઈ જાય. આ દરમ્યાન બ્લુ ઓરિજિન એ ખાલી સ્થાનને ભરી શકે છે જે આઈએસએસના બંધ થવા પર બનશે.

  તો બીજી તરફ રશિયા પણ પોતાનું સ્પેસ સ્ટેશન અંતરિક્ષમાં મોકલવાની તૈયારીમાં છે. આજે દુનિયાની અંતરિક્ષ શક્તિઓ અન્ય દેશોના રૂપમાં પોતાના ભાગીદાર પણ શોધી રહી છે. અમેરિકાએ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન જેવા કેટલાય દેશોને જોડ્યા છે. તો રશિયા અને ચીને ચંદ્ર પર પણ રિસર્ચ સ્ટેશન માટે જોડાણ કર્યું છે. કેટલીય યુરોપિયન કંપનીઓ અંતરિક્ષમાં નવીનીકરણ સાથે સામે આવી રહી છે અને આ માહોલમાં બ્લૂ ઓરિજિન એક આયામ આપી શકે છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Blue origin, Explained, Jeff Bezos, SpaceX, USA, અંતરિક્ષ, ચીન

  विज्ञापन
  विज्ञापन