NEET PG Admit Card 2021: અહીં જાણો નીટ પીજી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની રીત અને ડિટેલ્સ

કેવી રીતે ડાઉનલોડ કરશો Neet PG 2021નું એડમિટ કાર્ડ

NEET PG 2021ની પરીક્ષા 11 સપ્ટેમ્બર 2021ના ​​રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાશે. NBEની સત્તાવાર વેબસાઈટ પરથી nbe.edu.in પર ઉમેદવારો ટૂંક સમયમાં તેમનું એડમિટ કાર્ડ (NEET 2021 Admit Card) ડાઉનલોડ કરી શકશે.

  • Share this:
    NEET PG 2021 Admit Card: NEET 2021 એડમિટ કાર્ડ આજથી ડાઉનલોડ કરી શકાશે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) મેડિકલ હાયર એજ્યુકેશન માટે NEET 2021 એડમિટ કાર્ડ બહાર પાડશે. જે ઉમેદવારોએ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET 2021) માટે અરજી કરી હતી, તેઓ ઘણા સમયથી તેની રાહ જોઈ રહ્યા હતા.

    NEET PG 2021ની પરીક્ષા 11 સપ્ટેમ્બર 2021ના ​​રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાશે. NBEની સત્તાવાર વેબસાઈટ પરથી nbe.edu.in પર ઉમેદવારો ટૂંક સમયમાં તેમનું એડમિટ કાર્ડ (NEET 2021 Admit Card) ડાઉનલોડ કરી શકશે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની રીત નીચે આપેલ છે.

    જાણો NEET એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની રીત

    - એડમિટ કાર્ડ બહાર પડ્યા પછી NBEની ઓફિશિયલ વેબસાઈટ nbe.edu.inની મુલાકાત લો.

    - હોમપેજ પર મેનૂમાં 'NEET PG 2021' સેક્શન પર જાઓ.

    - હવે NEET PG એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે લિંક પર ક્લિક કરો.

    - કમ્પ્યુટર ડિસ્પ્લે સ્ક્રીન પર નવું પેજ ખુલશે.

    - તમારા ક્રેડેન્શિયલ્સની મદદથી લોગ-ઈન કરો.

    - હવે NEET PG એડમિટ કાર્ડ 2021 ખુલશે.

    - એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટઆઉટ લો.

    આ પણ વાંચો-આ છે LICનો જબરદસ્ત પ્લાન, 1400 રૂપિયા ભરીને મળે છે પાકતી મુદ્દતે મળશે 25 લાખ રૂપિયા

    કોરોનાકાળમાં ધ્યાનમાં રાખો આ વાતો


    - વિદ્યાર્થીઓએ પરીક્ષાના દિવસે ફેસ માસ્ક અને પર્સનલ હેન્ડ સેનિટાઇઝર સાથે લાવવું ફરજિયાત રહેશે.

    - કેમ્પસમાં સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું જરૂરી છે.

    - થર્મલ સ્ક્રિનિંગ બાદ જ પરીક્ષા હોલમાં પ્રવેશ આપવામાં આવશે, તેથી પરીક્ષા શરૂ થયાના 1 કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી જવું.

    - કોઈ અન્ય વ્યક્તિ સાથે વસ્તુઓ શેર ન કરશો.

    - ઉલ્લેખનીય છે કે, નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) પરીક્ષા દરમિયાન કોવિડ-19 પ્રોટોકોલની કાળજી લેશે.

    આ પણ વાંચો-ભારતમાં લોન્ચ થઈ Tataની પાવરફુલ ઇલેક્ટ્રિક કાર Tigor EV, સિંગલ ચાર્જમાં ચાલશે 306 km

    આ એડમિટ કાર્ડ અમાન્ય ગણાશે

    અગાઉ NEET PG (NEET PG 2021)ની પરીક્ષા 18 એપ્રિલના રોજ યોજાવાની હતી, પરંતુ બાદમાં તેને 11 સપ્ટેમ્બરે યોજવાનો નિર્ણય લેવાયો હતો. જે ઉમેદવારોએ 18 એપ્રિલની પરીક્ષા માટે એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા હતા, તે રદ્દ કરવામાં આવ્યા છે. નવી પરીક્ષાની તારીખના માત્ર એડમિટ કાર્ડ માન્ય રહેશે.

    ઉલ્લેખનીય છે કે, NEET પરીક્ષા MD, MS (MS) અથવા PG ડિપ્લોમાવાળા મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવતી પરીક્ષા છે. દેશની વિવિધ યુનિવર્સિટીઓ, સંસ્થાઓ હેઠળ MD, MS, PG ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માટે NEET PG પાસ કરવી ફરજિયાત છે.

    આ પણ વાંચો-50 mp કેમેરા વાળો Redmi 10 Prime લોન્ચ, જાણો તેનો ભાવ અને સ્પેસિફિકેશન

    અંડરગ્રેજ્યુએટ માટે પ્રવેશ પરીક્ષા એટલે કે NEET UG 2021 પરીક્ષા 12 સપ્ટેમ્બરના રોજ યોજાશે. NEET PG પરીક્ષા નેશનલ બોર્ડ ઓફ એજ્યુકેશન (NBE) દ્વારા હાથ ધરવામાં આવશે, જ્યારે NEET UG 2021 નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA) દ્વારા હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે, NEET UG એડમિટ કાર્ડ 9 સપ્ટેમ્બરના રોજ આપવામાં આવશે.
    Published by:Margi Pandya
    First published: