Durga Pooja festival: નેતાજી સુભાષચંદ્ર બોઝ હંમેશા માનતા હતા કે, પોતાના ધર્મમાં વિશ્વાસ રાખો, આસ્તિક બનો, દરેક ધર્મનું સન્માન કરો. દરેક ધર્મને તમારી સાથે લો. (Navratri 2022) જ્યારે પણ કોઈ ચળવળ કે સંગ્રામની વાત આવે ત્યારે તેઓ તમામ ધર્મના લોકોને પોતાની સાથે રાખતા હતા. આવી જ સ્થિતિ મહાત્મા ગાંધીની હતી, જેઓ સંપૂર્ણ ધાર્મિક હતા અને હંમેશા અન્ય ધર્મોનું પણ સન્માન કરતા હતા. (Netaji Subhas Chandra Bose life incident) જો આપણે નવરાત્રીમાં દુર્ગા પૂજાની વાત કરીએ તો દરેક બંગાળીની જેમ નેતાજી સુભાષ પણ માતાના પરમ ઉપાસક હતા. જેલમાં હોય કે જાહેર જીવનમાં આ પ્રસંગે તેઓ ધામધૂમથી પૂજાનું આયોજન કરતા હતા.
નેતાજી સુભાષ ચંદ્ર બોઝે 09 નવેમ્બર 1936ના રોજ દાર્જિલિંગથી તેમની પત્ની એમિલી શેન્કલને એક પત્ર લખ્યો હતો. તેમાં લખવામાં આવ્યું હતું કે આપણો સૌથી મોટો તહેવાર દુર્ગા પૂજા હમણાં જ પૂરી થઈ છે. તમને વિજયાની શુભેચ્છા પાઠવું છું. દરેક બંગાળીની જેમ નેતાજી પણ દુર્ગા પૂજામાં જોરશોરથી ભાગ લેતા હતા. બોસ પરિવાર માટે આ એક મોટો તહેવાર હતો. નેતાજી દુર્ગા અને શક્તિના ઉપાસક હતા. તેઓ દુનિયામાં જ્યાં પણ હતા ત્યાં પૂજા કરવાનું ભૂલ્યા નહિ. તેમણે આ વિશે ઘણું લખ્યું છે.
નેતાજી પરના લાખણો દ્વારા જાણવા મળે છે કે સુભાષજી માટે આ સૌથી મોટી પૂજા હતી. તેમણે દુર્ગા પૂજા સંબંધિત તેમની પ્રવૃત્તિ વિશે તેમની પત્ની સહિત ઘણા લોકોને પત્ર લખ્યા છે. તેઓ જેલમાં હતા ત્યારે પણ તેમણે કેદીઓ સાથે આ પૂજાનું આયોજન કર્યું હતું.
જયારે પત્ની શેન્કલને પત્ર લખ્યો
શેંકલને લખેલા પત્રમાં સુભાષજી એ લખ્યું હતું કે, "મા દુર્ગાની પૂજા બાદ, તેમના તમામ બાળકોએ એકબીજા સાથે પ્રેમથી રહેવું જોઈએ". જ્યારે પણ તેઓ તેમની માતા, બહેનો અને ભાભી વિભાવતી બોઝને પત્ર લખતા હતા, ત્યારે તેઓ તેની શરૂઆત "મા દુર્ગા સદા સહાય" થી કરતા હતા.
માંડલે જેલમાં દુર્ગા પૂજા
13 ઓક્ટોબર 1925ના રોજ નેતાજીના પિતા જાનકી દાસે તેમને પત્ર લખ્યો, "મને એ જાણીને આનંદ થયો કે તમે માંડલે જેલમાં દુર્ગા પૂજાની ઉજવણી કરી શક્યા. મેં એક અખબારમાં તેનો ખૂબ રસપ્રદ અહેવાલ વાંચ્યો. આ ઘટના ખરેખર વિરલ છે." જે સુભાષે લખેલા પત્રો પરથી સ્પષ્ટ થાય છે.
પૂજા ખર્ચને લઈને જેલ અધિકારીઓ સાથે તકરાર
“અહીં દુર્ગા પૂજાની તૈયારીઓ થઈ રહી છે. અમને આશા છે કે અમે અહીં માની પૂજા કરી શકીશું. પરંતુ ખર્ચને લઈને અધિકારીઓ સાથે લડાઈ ચાલી રહી છે. જુઓ શું થાય છે. મહેરબાની કરીને અહીં પૂજાના કપડાં મોકલવાનું ભૂલશો નહીં - અમારે અહીં વિજયા દશમી પણ ઉજવવાની છે." માંડલે જેલમાંથી તેમણે 11 સપ્ટેમ્બર, 1925ના રોજ તેમની ભાભી વિભાવતીને લખેલા પત્રમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
ત્યારબાદ 25 સપ્ટેમ્બર, 1925ના રોજ માતા બસંતી દેવીને પત્ર મોકલીને કહ્યું કે, આજે મહાષ્ટમી છે. આ દિવસે બંગાળના ઘર-ઘરમાં દુર્ગા પૂજા થાય છે. અમે ભાગ્યશાળી છીએ કે અમે આ જેલમાં પણ પૂજા કરી શક્યા. આ વર્ષે અમે અહીં દુર્ગા પૂજા કરીશું. માતા કદાચ અમને ભૂલી ન હતી અને તેથી જ અમને તેમની પૂજા કરવાની તક મળી અને તેથી જ અમે ઘણા દૂર હોવા છતાં તેમની પૂજાનું આયોજન કર્યું. તેઓ કાલે અમારી પાસેથી દૂર જશે અને અમે આંખમાં આંસુ સાથે જોતા રહીશું. ફરી એક વાર પૂજાના અલૌકિક અને ઉલ્લાસભર્યું વાતાવરણ જેલની અંધકારમય અને મૃત પરિસરમાં સમાઈ જશે. મને નથી ખબર કે આ ક્રમ હજુ કેટલા વર્ષ ચાલશે. પણ જો માતા વર્ષમાં એકાદ વાર પણ આવી રીતે આવતી રહે તો મને લાગે છે કે જેલવાસનું જીવન બહુ મુશ્કેલ નહીં હોય.
સરકારને પુજારીઓને પણ જેલમાં મોકલવા કહ્યું
માંડલે જેલમાં દુર્ગા પૂજા મનાવવા માટે સુભાષજીને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પહેલા જેલ અધિકારીઓએ આ પૂજાનો ખર્ચ ઉઠાવવાનો ઇનકાર કર્યો, પછી તેઓએ બંગાળ સરકારના તત્કાલિન મુખ્ય સચિવને પત્ર લખીને જણાવ્યું કે પૂજા કેટલી મોટી છે. આ વિધિ પાંચ દિવસ સુધી ચાલે છે અને આ માટે અગાઉથી તૈયારી કરવી પડે છે. તેથી તેના ખર્ચની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. આ માટે બંગાળથી પૂજારી લાવવાની પણ જરૂર પડશે. તેમણે મુખ્ય સચિવને આ માટે સમયસર બંગાળથી પૂજારી મોકલવા વિનંતી પણ કરી હતી.
કોલકાતામાં કરતા પૂજાની ઉજવણી
દુર્ગા પૂજા દરમિયાન સુભાષ જેલમાં રહ્યા તો તેમણે ધામધૂમથી ઉજવણી કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેઓ જાહેર જીવનમાં હતા, ત્યારે તેઓ પૂજા દરમિયાન તેમના બાકીના કાર્યક્રમો રદ કરતા હતા અને કોલકાતામાં જ રહેવાની ખાતરી કરતા. આ પૂજામાં સંપૂર્ણ ધાર્મિકતા સાથે તેઓ જોડાતા.
સુભાષ બોઝના જીવનચરિત્ર લખનાર લિયોનાર્ડો ગાર્ડને લખ્યું છે કે, સુભાષે ક્યારેય ધર્મ પર કોઈ સાર્વજનિક નિવેદન આપ્યું નથી, અને હિન્દુ ધર્મ તેમના ભારતીય હોવાનો સૌથી અભિન્ન ભાગ છે તેવું પણ કહ્યું નથી. ગાર્ડને ‘બ્રધર્સ અગેઈન્સ્ટ ધ રાજ’ પુસ્તકમાં લખ્યું છે કે, સુભાષની માતા દુર્ગા અને કાલીનાં ભક્ત હતાં. આમ માતા દુર્ગા અને કાલીની પૂજા તેમને વારસામાં મળી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર