Home /News /explained /

National Safety Day 2022: જાણો રાષ્ટ્રીય સુરક્ષા દિવસનો ઇતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ

National Safety Day 2022: જાણો રાષ્ટ્રીય સુરક્ષા દિવસનો ઇતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ

રાષ્ટ્રીય સુરક્ષા દિવસ 2022 (પ્રતીકાત્મક ફોટો- shutterstock)

National Safety Day 2022: રાષ્ટ્રીય સુરક્ષા દિવસનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય લોકોમાં સુરક્ષાના નિયમોનું પાલન કરવા માટે જાગરુકતા વધારવાનો છે. સુરક્ષા અભિયાનના રૂપમાં રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ (National Safety Week) 4 માર્ચ 2022 શુક્રવારથી 10 માર્ચ 2022 સુધી મનાવવામાં આવશે.

વધુ જુઓ ...
    National Safety Day 2022: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે અને તેના પરિવારના સભ્યો સુરક્ષિત રહે. લોકોની આત્મરક્ષા અને રાષ્ટ્રની સુરક્ષાને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે 4 માર્ચને રાષ્ટ્રીય સુરક્ષા દિવસ (National Safety Day) તરીકે મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવાનો ઉદ્દેશ દુર્ઘટનાઓથી રોકવા માટે કરવામાં આવતા સુરક્ષા ઉપાયો અંગે જાગરુકતા વધારવાનો છે. સુરક્ષા અભિયાનના રૂપમાં રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ (National Safety Week) 4 માર્ચ 2022 શુક્રવારથી 10 માર્ચ 2022 સુધી આખું અઠવાડિયું મનાવવામાં આવશે.

    રાષ્ટ્રીય સુરક્ષા દિવસ શા માટે મનાવવામાં આવે છે?

    રાષ્ટ્રીય સુરક્ષા દિવસનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય લોકોમાં સુરક્ષાના નિયમોનું પાલન કરવા માટે જાગરુકતા વધારવાનો છે. ખાસ કરીને આ દિવસ દેશની સીમા પર પોતાના જીવના જોખમે સુરક્ષા કરી રહેલા આર્મી સોલ્જર્સને સમર્પિત છે.

    આ પણ વાંચો: જાણો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો ઇતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ

    રાષ્ટ્રીય સુરક્ષા દિવસનો ઇતિહાસ (National Safety Day History)

    4 માર્ચના દિવસને રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે મનાવવાની પહેલ ભારતના નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન ‘નેશનલ સેફ્ટી કાઉન્સિલ’એ કરી હતી. જ્યારે આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારે તેમાં કુલ 8000 સભ્યો સામેલ હતા. 1972માં આ સંસ્થાએ 4 માર્ચને રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું.

    national safety day
    (પ્રતીકાત્મક ફોટો- shutterstock)


    આ દિવસની શરૂઆત કરવામાં આવી ત્યારથી દર વર્ષે ઔદ્યોગિક અને અન્ય પ્રકારની દુર્ઘટનામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને હવે લોકો પણ સલામતીની બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે.

    રાષ્ટ્રીય સુરક્ષા દિવસનું મહત્વ (National Safety Day Significance)

    નેશનલ સેફ્ટી કાઉન્સિલે દરેક સ્તરે સુરક્ષાના સિદ્ધાંતો સ્થાપિત કરવા માટે આ દિવસની સ્થાપના કરી હતી. રોડ સેફ્ટી, કાર્યસ્થળ પર સુરક્ષા, વ્યક્તિના સ્વાસ્થ્યની સુરક્ષા, પર્યાવરણની સુરક્ષા વગેરે જેવા મુદ્દાનો તેમાં સમાવેશ થાય છે. તેમાં દેશની આંતરિક સુરક્ષાનું પણ મહત્વ છે.

    આ પણ વાંચો: ભારતીય વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ માટે યુક્રેન શા માટે જાય છે?

    51મા રાષ્ટ્રીય સુરક્ષા દિવસ/સપ્તાહની થીમ (National Safety Day 2022 Theme)

    દર વર્ષે નેશનલ સેફ્ટી કાઉન્સિલ (NSC) રાષ્ટ્રીય સુરક્ષા દિવસની થીમ જાહેર કરે છે.

    ભારતમાં નેશનલ સેફ્ટી ડે એક ખાસ થીમ સાથે ઉજવવામાં આવે છે, આ વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ 2022 ની થીમ છે ‘Nurture Young Minds Develop Safety Culture’ (સુરક્ષિત સંસ્કૃતિ વિકસાવવા યુવાનોને પ્રોત્સાહન કરો). લોકોને રાષ્ટ્રીય સુરક્ષા દિવસની થીમ વિશે જાણકારી હોવી જોઈએ. ગયા વર્ષે 50મા નેશનલ સેફ્ટી ડેની થીમ સડક સુરક્ષા (Road Safety)ની હતી.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Explained, Know about, Safety, જ્ઞાન

    આગામી સમાચાર