National Postal Worker Day 2021: કોરોના મહામારી દરમિયાન પોસ્ટલ વિભાગની કામગીરીની શું છે અગત્યતા?

(પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

નેશનલ પોસ્ટર વર્કર દિવસની ઉજવણી કેમ કરવામાં આવ છે? જાણો આ વિશેષ દિવસનો ઈતિહાસ

  • Share this:
દર વર્ષે 1 જુલાઇએ નેશનલ પોસ્ટર વર્કર ડે (National Postal Worker Day 2021) ઉજવવામાં આવે છે. જેથી આપણી ટપાલો (Post) અને મેઇલ સમયસર પહોંચાડતા ટપાલ કર્મીઓની (Postman) મહેનતની સરાહના કરી શકાય. ટપાલકર્મીઓ માઇલો સુધી પગપાળા ચાલે અને આપણા ઘરઆંગણે ટપાલ અને પેકેજ પહોંચાડી જાય છે. આ પણ તમામ મેઇલ ડિલીવર કરવામાં સતત મહેનત અને લાગણી સાથે કામ કરે છે. એટલું જ નહીં વિષમ પરીસ્થિતિઓમાં પણ તેઓ સપ્તાહના 6 દિવસ સુધી કામ કરે છે. જેથી આપણે તમામ મેઇલ સમયસર મોકલવામાં અને મેળવવામાં સરળતા રહે. આ દિવસ તેમના કામ અને મહેનતની પ્રશંસા માટે મનાવવામાં આવે છે. તેઓ કોવિડ-19 મહામારી દરમિયાન પણ અથાગ પરીશ્રમ કરી રહ્યા છે.

નેશનલ પોસ્ટલ વર્કર ડે 2021 - ઇતિહાસ

સહ કર્મચારીઓને સન્માનિત કરવા માટે 1 જુલાઇ, 1997માં સિએટલ ક્ષેત્રમાં પોસ્ટલ કેરિયર દ્વારા રાષ્ટ્રીય ટપાલ કર્મી દિવસ જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારથી આ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે. અમેરિકામાં ટપાલ કર્મચારીઓ પત્રો અને પેકેજને પૂરો ભાર આપવા માટે સરેરાથ 4થી 8 માઇલનું અતંર કાપે છે. અમેરિકામાં લગભગ 4,90,000 ટપાલ કર્મચારીઓ કામ કરે છે. ગમે તેવી ઋતુ અને સ્થિતિ હોય ટપાલ કર્મીઓ હંમેશા ટપાલ કે મેઇલ પહોંચાડે છે.

આ પણ વાંચો, Birth Anniversary Special: જાણો કેવી રીતે અબ્દુલ હમીદે પાકિસ્તાનની ટેન્કોને કરી હતી ધ્વસ્ત!

નેશનલ પોસ્ટલ વર્કર ડે 2021 – મહત્વ

લોકોએ આજના ઝડપી યુગમાં ભલે ટેક્નોલોજીઓ વિકસાવી તેનો લાભ મેળવ્યો હોય, પરંતુ સંચાર માટે આજે પણ ટપાલ સેવા ખૂબ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને નાના ગામડાઓ અને નાના શહેરો માટે ખૂબ ઉપયોગી સંચાર માધ્યમ છે. તેમનું કામ માત્ર સર્વિસ ક્લાર્ક પૂરતું જ સિમિત નથી કે જેઓ ટિકિટ વેચે છે અને લોકોને પેકેજ મેળવવામાં મદદ કરે છે. પરંતુ ટપાલને યોગ્ય રીતે ગોઠવવી અને તે સાચા સરનામા પર પહોંચે તે પણ સુનિશ્ચિત કરવાનું હોય છે.

આ પણ વાંચો, National Doctor's Day: કોરોના કાળમાં તબીબોએ આવી રીતે નિભાવી સમાજ પ્રત્યે જવાબદારી

ટપાલ પહોંચાડનાર ટપાલ પહોંચાડે છે અને એક વાહન ઓપરેટર, જે ટપાલ લઇ જતા વાહનોને ચલાવે છે તે પણ ટપાલ સેવાનો જ એક ભાગ છે.
આ દિવસ એટલા માટે મહત્વપૂર્ણ છે કે લોકો પોતાને સમયસર ટપાલ પહોંચાડતા ટપાલ કર્મીઓના કામને સમજે અને તેમને પ્રોત્સાહન પૂરૂ પાડે, કારણ કે તેઓ કોઇ પણ અડચણ વગર કાર્ય કરે છે. તેઓ કોઇ રોજિંદા હીરોથી ઓછા નથી અને તેઓ આપણી પ્રસંશાને પાત્ર પણ છે.
First published: