Home /News /explained /National Mathematics Day 2021: શ્રીનિવાસ રામાનુજન, જેમણે આપ્યા 3500 ગણિતના સૂત્ર, 33 વર્ષની વયે આ રોગથી થયું હતું નિધન
National Mathematics Day 2021: શ્રીનિવાસ રામાનુજન, જેમણે આપ્યા 3500 ગણિતના સૂત્ર, 33 વર્ષની વયે આ રોગથી થયું હતું નિધન
રામાનુજનનું સૌથી મોટું યોગદાન નંબર્સ અને નંબર થિયરીમાં રહ્યું છે.
National Mathematics Day 2021: શ્રીનિવાસ રામાનુજનનું (Srinivasa Ramanujan) નિધન ફક્ત 33 વર્ષની ઉંમરે થયું હતું. આટલા ઓછા વર્ષોમાં તો તેમણે દુનિયાને લગભગ 3500 ગાણિતિક સૂત્રો આપી દીધા હતા.
National Mathematics Day 2021: ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બરે ગણિત દિવસ (Mathematics Day) મનાવવામાં આવે છે. આ દિવસને મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજન (Srinivasa Ramanujan)ના જન્મદિવસ નિમિતે ઉજવવામાં આવે છે. રામાનુજનનું નિધન ફક્ત 33 વર્ષની ઉંમરે થયું હતું. આટલા ઓછા વર્ષોમાં તો તેમણે દુનિયાને લગભગ 3500 ગણિતના સૂત્રો આપી દીધા હતા.
ગણિત વિષય પ્રત્યે બાળપણથી લગાવ
શ્રીનિવાસ રામાનુજન (Srinivasa Ramanujan)નો જન્મ 1887માં તમિલનાડુમાં થયો હતો. તેમણે નાની વયે જ ગણિત વિષયમાં ઐતિહાસિક કાર્ય કરવાના શરુ કરી દીધા હતા. જ્યારે તેઓ 12 વર્ષના હતા ત્યારે તેમણે ત્રિકોણમિતિ (trigonometry)માં નિપુણતા મેળવી લીધી હતી. તેમણે લંડન યુનિવર્સિટીના પ્રોફેસર એસ. એલ. લોનીનું વિશ્વ વિખ્યાત ત્રિકોણમિતિ (trigonometry) પરનું પુસ્તક વાંચીને ખુદની મેથેમેટિકલ થિયરી પણ બનાવી. તેમણે કોઈની મદદ વિના ખૂબ નાની ઉંમરે ઘણા પ્રમેયની રચના કરી હતી. ગણિત વિષયથી તેમને એટલો લગાવ હતો કે તેઓ તેમાં પૂરા માર્ક્સ લાવતા, પણ અન્ય વિષયોમાં ફેઈલ થઈ જતા.
33 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું
ગણિતમાં અમૂલ્ય યોગદાન માટે તેમને ભારત સરકારના અનેક સન્માન પ્રાપ્ત થયા અને તેઓ ગણિતથી જોડાયેલી સોસાયટીમાં મહત્વના પદ પર રહ્યા. મહત્વની વાત એ છે કે તેમણે ગણિત શીખવા માટે કોઈ વિશેષ તાલીમ લીધી ન હતી. રામાનુજનનું પહેલું સંશોધન પત્ર ‘બર્નોલી નંબરોના કેટલાક ગુણધર્મો’ જર્નલ ઓફ ઇન્ડિયન મેથેમેટિકલ સોસાયટીમાં પ્રકાશિત થયું હતું. 33 વર્ષની ઉંમરે ટીબીની બીમારીને લીધે 26 એપ્રિલ 1920ના તેમનું નિધન થયું હતું.
જાણીતા ગણિતશાસ્ત્રીઓ માને છે કે ગણિતનું માનવ જીવનના વિકાસમાં ખૂબ મહત્વ છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને ગણિત વિશે જાગૃત કરવાનો છે. વિશ્વ વિખ્યાત ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજને ગણિતને સરળ બનાવવા અને લોકોમાં તેની લોકપ્રિયતા વધારવા માટે ઘણા પ્રયત્નો કર્યા. ગણિતના શિક્ષકોને આ વિષય સરળતાથી સમજાવવા માટે તાલીમ પણ આપવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર