Home /News /explained /

National Maritime Day 2022: યુદ્ધને કારણે વધી ગયું છે દરિયાઈ દિવસનું મહત્ત્વ, જાણો આ વર્ષની થીમ

National Maritime Day 2022: યુદ્ધને કારણે વધી ગયું છે દરિયાઈ દિવસનું મહત્ત્વ, જાણો આ વર્ષની થીમ

રાષ્ટ્રીય સમુદ્રી દિવસ (National Maritime Day)નું દરિયાઈ પરિવહન અને વ્યાપારની દ્રષ્ટિએ ઐતિહાસિક મહત્વ છે. (પ્રતીકાત્મક ફોટો- Wikimedia Commons)

National Maritime Day 2022: રાષ્ટ્રીય દરિયાઈ દિવસ (National Maritime Day) ભારતમાં સૌપ્રથમ 1964માં મનાવવામાં આવ્યો હતો, પરંતુ તેની પાછળ 1919નો 5 એપ્રિલનો એ દિવસ છે જ્યારે ભારતથી પહેલી વખત દેશનું એક જહાજ લંડન માટે રવાના થયું હતું.

  National Maritime Day 2022: આ સમયે દુનિયા વિશ્વયુદ્ધ (World War)ની આરે ઊભી છે. રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)ના તણાવને કારણે દરેક દેશને પોતાની સીમા અને અન્ય વિવાદો યાદ આવવા લાગ્યા છે. તો પાકિસ્તાનની સ્થિતિએ પણ ભારત (India)ને એલર્ટ પર લાવી દીધું છે. આજે ભારતે પોતાની સરહદોની સુરક્ષા પર પહેલા કરતાં વધુ ધ્યાન આપવાની જરૂર છે, જેમાં જમીની સીમા ઉપરાંત દરિયાઈ સીમાનો પણ સમાવેશ થાય છે. તેથી જ 5 એપ્રિલે ઉજવવામાં આવતા રાષ્ટ્રીય દરિયાઈ દિવસ (National Maritime Day)નું મહત્વ વધુ વધી જાય છે.

  પ્રથમ સ્વદેશી જહાજ

  દેશમાં રાષ્ટ્રીય દરિયાઈ દિવસ સૌપ્રથમ 5 એપ્રિલ 1964ના મનાવવામાં આવ્યો હતો, પરંતુ ભારતમાં સ્વદેશી વહાણ પરિવહન (Shipping) ખરેખર 5 એપ્રિલ 1919ના રોજ શરૂ થયું હતું, જ્યારે સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની લિમિટેડે તેની પ્રથમ શિપ SS લોયલ્ટી સમુદ્રમાં ઉતારી હતી. તેને ભારતનું પ્રથમ સ્વદેશી જહાજ પણ માનવામાં આવે છે.

  આ પણ વાંચો: શું હોય છે ‘યુદ્ધવિરામ’, જ્યારે ક્રિસમસ માટે એક સપ્તાહ માટે રોકવામાં આવ્યું હતું યુદ્ધ

  આ ખાસ જહાજની કહાણી

  આ જહાજ મૂળ બ્રિટિશ જહાજ હતું જે ભારતમાં 1890માં બનાવવામાં આવ્યું હતું. 485 ફૂટ લાંબુ આ જહાજ 5940 ટનનું હતું, તેને ગ્વાલિયરના મહારાજે 1914માં ખરીદ્યું હતું, જે બાદમાં તેમના જ નામની કંપનીએ ખરીદ્યું હતું. આ કંપનીમાં વાલચંદ હીરાચંદ અને નરોત્તમ મોરારજી ભાગીદાર હતા. આ જહાજની પ્રથમ યાત્રા 5 એપ્રિલ 1919ના રોજ શરૂ થઈ હતી.

  National Maritime Day 2022
  હાલની આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં રાષ્ટ્રીય સમુદ્રી સુરક્ષા (National Maritime Security)ની જરૂરિયાત વધી ગઈ છે. (પ્રતીકાત્મક ફોટો- Wikimedia Commons)


  ચાર વર્ષ બાદ જ બંધ થયું પણ..

  આ જહાજમાં 700 મુસાફરોની યાત્રી ક્ષમતા હતી, જે પાછળથી કાર્ગો જહાજમાં બદલાયું અને ચાર વર્ષ પછી જ તેનો ઉપયોગ બંધ થઈ ગયો હતો. પરંતુ આ જહાજ અને તેની પ્રથમ સફર ભારતના દરિયાઈ વેપાર માટે એક મહત્વપૂર્ણ અવસર માનવામાં આવે છે, તેથી જ આ દિવસ દર વર્ષે 5મી એપ્રિલે ઉજવવામાં આવે છે.

  આજના સમયની માંગ

  યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે તણાવનું વાતાવરણ છે ત્યારે તેની સીધી અસર આંતરરાષ્ટ્રીય શિપિંગ પર પડી રહી છે. વિશ્વમાં વ્યાપારિક વર્ચસ્વનું મહત્વ લાંબા સમયથી છે અને યુદ્ધના દિવસોમાં વ્યાપારિક માર્ગોની સંવેદનશીલતા હંમેશા વધુ રહી છે. આવી સ્થિતિમાં,રશિયા-યુક્રેન યુદ્ધ બાદ દરિયાઈ વ્યાપારિક પરિવહન અને માર્ગોનું રક્ષણ વધુ મહત્વપૂર્ણ બની ગયું છે.

  આ પણ વાંચો: કાનૂનની નજરમાં શું છે હેટ સ્પીચ, કેટલી સજા થઈ શકે છે? જાણો

  એક કારણ ચીન પણ

  ભારતમાં દરિયાઈ વેપાર અને પરિવહન આઝાદી પહેલા સંપૂર્ણપણે અંગ્રેજો પર નિર્ભર હતું. પરંતુ આઝાદી પછી હિંદ મહાસાગરમાં દરિયાઈ પરિવહનમાં ભારતનું એક આંતરરાષ્ટ્રીય મહત્વ છે. પૂર્વ એશિયામાં ચીન જે રીતે દક્ષિણપૂર્વ એશિયાના દેશોને પરેશાન કરી રહ્યું છે, તેના કારણે તેમના દરિયાઈ પરિવહન પર ખતરો વધી ગયો છે. તેનું પરિણામ એ છે કે ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાએ મળીને ક્વાડ ગ્રુપની સ્થાપના કરી છે.

  National Maritime Day 2022
  ભારતનો 95 ટકા વેપાર દરિયાઈ પરિવહન (Maritime Transport) પર નિર્ભર છે. (પ્રતીકાત્મક ફોટો- Wikimedia Commons)


  દરિયાઈ પરિવહન પર ભારતના વ્યાપારની નિર્ભરતા

  આજના સમયમાં ભલે જમીની સરહદો પર વધુ ભાર મૂકવામાં આવ્યો હોય પરંતુ ભારત જેવો દેશ જેનો 95 ટકા વેપાર દરિયાઈ પરિવહન પર નિર્ભર છે તે આ ઉદ્યોગનું મહત્વ દર્શાવે છે. તાજેતરમાં જ ભારતે 400 અબજનો રેકોર્ડ વેપાર કર્યો છે, જેમાં દરિયાઈ પરિવહને મહત્વની ભૂમિકા ભજવી છે.

  National Maritime Day 2022 Theme

  આ વર્ષે દેશ 59મો રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ઉજવી રહ્યો છે. કોવિડ-19 મહામારીને કારણે છેલ્લા બે વર્ષમાં દેશની સાથે દરિયાઈ પરિવહન ઉદ્યોગો પણ આર્થિક અને અન્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આને ધ્યાનમાં રાખીને, આ વર્ષની થીમ ‘સસ્ટેનેબલ શિપિંગ બિયોન્ડ કોવિડ-19’  (Sustainable Shipping Beyond Covid-19) રાખવામાં આવી છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Explained, Know about, Today history, Trade, જ્ઞાન, ભારત

  આગામી સમાચાર