Home /News /explained /National Endangered Species Day: ભારતમાં આ વન્ય જીવો લુપ્ત થઈ જાય તે પહેલાં જોઈ લો...

National Endangered Species Day: ભારતમાં આ વન્ય જીવો લુપ્ત થઈ જાય તે પહેલાં જોઈ લો...

લાલ પાંડા. (Reuters pic for representation)

લુપ્ત થવાના આરે ઊભેલી વન્ય પ્રાણીસૃષ્ટિની ઇકોસિસ્ટમની ગુણવત્તા સુધારવા માટે જાગૃતિ લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે

  લુપ્ત થવાના આરે આવીને ઊભી હોય તેવી પ્રજાતિ માટે 21 મેના રોજ રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ (National Endangered Species Day)ની ઉજવણી થાય છે. જે પ્રજાતિનું અસ્તિત્વ જોખમમાં હોય, તેમના રક્ષણની જરૂરિયાત છે. આવી સ્થિતિમાં 2006માં આ અભિયાન શરૂ થયું હતું. જેમાં જોખમમાં મુકાયેલી પ્રજાતિઓની સુરક્ષા અને ઇકોલોજીકલ સંતુલનને ફરીથી સ્થપિત કરવા માટે વિવિધ કડક પગલા લેવામાં આવી રહ્યા છે.

  વન્ય પ્રાણીસૃષ્ટિના સંરક્ષણના પ્રયાસમાં અલગ અલગ સમુદાયો પણ પ્રયાસ કરી રહ્યા છે. પ્રાણીઓને સંવર્ધન માટે જરૂર ઊભી થઇ છે. લુપ્ત થવાના આરે ઉભેલી પ્રજાતિઓની ઇકોસિસ્ટમની ગુણવત્તા સુધારવા માટે જાગૃતિ લાવવાનો આ પ્રયાસ છે.

  ધ નેશનલ એન્ડેન્જર્ડ સ્પીસીસ એકટ જોખમમાં મુકાયેલી પ્રજાતિઓના પ્રાકૃતિક વસવાટને બચાવવા સંરક્ષણના પ્રયત્નો પર ભાર મૂકે છે. એવી ઘણી પ્રજાતિઓ છે, જે લુપ્ત થવાના આરે છે. ઘણી પ્રજાતિ ગંભીર રીતે જોખમમાં મુકાયેલી છે. કેટલીક પ્રજાતિ તો ઘણા સમયથી લુપ્ત થઈ ચૂકી છે.

  આ પણ વાંચો, સસ્તું સોનું ખરીદવાનો આજે છેલ્લો દિવસ! સરકાર બજાર ભાવથી ઓછામાં વેચી રહી છે સોનું, ફટાફટ ચેક કરી ડિટેલ

  ચાલો આજે લુપ્તપ્રાય પ્રજાતિ દિવસ નિમિત્તે ભારતમાં ગંભીર રીતે જોખમમાં મુકાયેલી પ્રજાતિઓ અંગે જાણકારી મેળવીએ.

  બંગાળ ટાઇગર (Bengal Tiger): વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. રોયલ બંગાળ ટાઇગર વાઘની દુર્લભ પ્રજાતિ છે. જેને અત્યારે લુપ્તપ્રાય પ્રજાતિના કાયદા હેઠળ લાવી દેવાયા છે. બંગાળ ટાઇગર સૌથી મોટી જંગલી બિલાડી છે. તે 10 ફૂટ લાબું શરીર અને 550 પાઉન્ડ જેટલું વજન ધરાવે છે. જાજરમાન કાયા ધરાવતા આ બંગાળ ટાઇગર મોટાભાગે સુંદરવન નેશનલ પાર્કમાં જોવા મળે છે. આ ઉપરાંત તે રણથંભોર નેશનલ પાર્ક, જિમ કોર્બેટ નેશનલ પાર્ક, બંધવગઢ નેશનલ પાર્કમાં પણ જોવા મળે છે.

  લાલ પાંડા (Red Panda): મુખ્યત્વે પૂર્વ હિમાલયના વતની એવા રેડ પાંડા રુંવાટીદાર લાલ-ભુરા દેખાવના અર્બોરીઅલ સસ્તન પ્રાણી છે. લાલ પાંડા પણ હવે લુપ્ત થવા પર છે. શિકાર વધવાથી અને નિવાસસ્થાન ઘટવાના કારણે તેના પર જોખમ મંડરાઈ રહ્યું છે.

  નીલગીરી તહર (Nilgiri Tahr): પર્વતીય બકરીની પ્રજાતિ નીલગિરી તહર તમિલનાડુ રાજ્ય પ્રાણી છે. તે ઇરવીકુલમ રાષ્ટ્રીય ઉદ્યાન, નીલગિરી હિલ્સ, અનાઇમલાઈ હિલ્સ, પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, પલ્ની હિલ્સમાં જોવા મળે છે. ભારતમાં નીલગિરી તહરની કુલ વસ્તી હવે માંડ 2500 જેટલી જ છે.

  આ પણ વાંચો, મિગ-21 ક્રેશમાં શહીદ પાઇલટ અભિનવ ચૌધરીએ એક રૂપિયાનું શુકન લઈને કર્યા હતા લગ્ન, દહેજ વિરુદ્ધ આપ્યો હતો સંદેશ

  એક શિંગડાવાળા ગેંડા (One-horned rhinoceros): ગેંડાના શીંગડા તેનું રક્ષણ કરે છે, પરંતુ આ જ શીંગડાના કારણે આખી પ્રજાતિ પર જોખમ તોળાઈ રહ્યું છે. ખાસ કરીને એક શીંગડુ ધરાવતા ગેંડાની સંખ્યા તો છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ ઓછી થઈ ગઈ છે. તેમનો શિકાર મેડિકલ ઉપયોગ માટે થાય છે. જોખમમાં મુકાયેલા ભારતીય ગેંડા મોટાભાગે કાઝીરંગા નેશનલ પાર્ક, દૂધવા ટાઇગર રિઝર્વ, પોબીટોરા વાઈલ્ડલાઇફ અભયારણ્યમાં જોવા મળે છે. ભારત અને નેપાળમાં હિમાલયની તળેટીઓમાં પણ તે નજરે પડે છે.

  સ્નો લેપર્ડ (Snow Leopard): આ પ્રજાતિને બચાવવા માટે ભારત સરકારે સ્નો લેપર્ડની વસ્તી ગણતરી શરૂ કરી હતી. હાલ વિશ્વમાં માત્ર 500 સ્નો લેપર્ડ જોવા મળે છે.

  એશિયાટિક લાઇન (Asiatic Lion): ગીર નેશનલ પાર્કમાં જોવા મળતા એશિયાટિક લાયનની સંખ્યા પણ જૂજ છે. ભારતમાં હાલ 650 જેટલા જ એશિયાટિક સિંહ છે.

  કાળિયાર (Black Buck): વિશ્વમાં આ પ્રજાતિ બ્લેક બક તરીકે, જ્યારે ભારતીય કાળિયાર તરીકે ઓળખાય છે. આ પ્રજાતિ પર પણ મોટું જોખમ છે.
  First published:

  Tags: Animals, Asiatic Lion, Wild Life, ભારત