Home /News /explained /National Education Day 2021: જાણો શા માટે મનાવવામાં આવે છે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ અને તેનું મહત્વ

National Education Day 2021: જાણો શા માટે મનાવવામાં આવે છે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ અને તેનું મહત્વ

દર વર્ષે 11 નવેમ્બરના દિવસે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ મનાવવામાં આવે છે. (Representative Image: Shutterstock)

દેશમાં દર વર્ષે 11 નવેમ્બરના દિવસે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ (National Education Day 2021) મનાવવામાં આવે છે. ભારતના પહેલા શિક્ષણ મંત્રી (First Education Minister) મૌલાના અબુલ કલામ આઝાદ (Maulana Abul Kalam Azad)ની જયંતિના દિવસે તેને ઉજવવામાં આવે છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી. દેશમાં દર વર્ષે 11 નવેમ્બરના દિવસે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ (National Education Day 2021) મનાવવામાં આવે છે. ભારતના પહેલા શિક્ષણ મંત્રી (First Education Minister) મૌલાના અબુલ કલામ આઝાદ (Maulana Abul Kalam Azad)ની જયંતિના દિવસે તેને ઉજવવામાં આવે છે. મૌલાના અબુલ કલામ આઝાદે 15 ઓગસ્ટ 1947થી 2 ફેબ્રુઆરી 1958 સુધી દેશના શિક્ષણ મંત્રી તરીકે સેવા આપી હતી. વર્ષ 2008માં તેમના જન્મદિવસને માનવ સંસાધન વિકાસ મંત્રાલયે શિક્ષણ દિવસ તરીકે માન્યતા આપી હતી. ત્યારથી દર વર્ષે 11 નવેમ્બરે શિક્ષણ દિવસ મનાવવામાં આવે છે.

રાષ્ટ્રીય શિક્ષણ દિવસનું મહત્વ (Significance of National Education Day)

ભારતના પહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી આઝાદે દેશના શિક્ષણ સ્તરને વધુ સારું બનાવવા માટે ઘણું યોગદાન આપ્યું છે. તેમના કાર્યકાળ દરમ્યાન જ વર્ષ 1951માં દેશની પહેલી ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (Indian Institute of Technology) અને વર્ષ 1953માં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (University Grant Commission)ની સ્થાપના કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા પર ભાર મૂક્યો

મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ 1888માં સાઉદી અરેબિયાના મક્કામાં થયો હતો. તેમણે હંમેશા એ વાત પર ભાર મૂક્યો કે વિદ્યાર્થીઓએ સર્જનાત્મક બનવું જોઈએ અને તેમની વિચારવાની રીત સંપૂર્ણપણે અલગ હોવી જોઈએ. તેમણે કહ્યું કે શિક્ષણવિદોએ વિદ્યાર્થીઓમાં પ્રશ્નોત્તરી, રચનાત્મકતા અને સાહસિકતા સાથે નૈતિક નેતૃત્વની ક્ષમતા કેળવવી જોઈએ અને પોતે તેમના માટે આદર્શ બનવું જોઈએ.

આ પણ વાંચો: જ્યારે સરદાર પટેલે દુઃખી થઈને રાજીનામું આપ્યું ત્યારે નહેરુએ શું જવાબ આપ્યો?

સ્ત્રી શિક્ષણના પ્રબળ સમર્થક

કલામ મહિલાઓના શિક્ષણના પ્રબળ સમર્થક હતા. તેમણે હંમેશા એ વાત પર ભાર મૂક્યો હતો કે રાષ્ટ્રના વિકાસ માટે મહિલા સશક્તિકરણ આવશ્યક અને મહત્વપૂર્ણ શરત છે. તેમનું માનવું હતું કે મહિલાઓના સશક્તિકરણથી જ સમાજ સ્થિર થઈ શકે છે. વર્ષ 1949માં બંધારણ સભામાં તેમણે મહિલા શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે શિક્ષણ ક્ષેત્રે બીજા પણ ઘણા કાર્યો કર્યા, તેમના કાર્યને આજે પણ યાદ કરવામાં આવે છે.

આ દિવસે ખાસ કાર્યક્રમોનું આયોજન થાય છે

રાષ્ટ્રીય શિક્ષણ દિવસ પર મૌલાના અબુલ કલામ આઝાદના યોગદાનોને યાદ કરવામાં આવે છે. મૌલાના આઝાદની જયંતિના દિવસે દેશની સ્કૂલો અને કોલેજોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન થાય છે અને બાળકો વચ્ચે સ્પર્ધાઓ રાખવામાં આવે છે.

આ પણ વાંચો: મગજમાં કઈ રીતે વધે છે અલ્ઝાઇમર, વૈજ્ઞાનિકો આ રીતે સમજાવે છે

ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા

મૌલાના અબુલ કલામ આઝાદને ભારત સરકાર દ્વારા વર્ષ 1992માં દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન તેમને મરણોપરાંત આપવામાં આવ્યું હતું. મૌલાના અબુલ કલામ આઝાદનું નિધન 22 ફેબ્રુઆરી 1958 દિલ્હીમાં થયું હતું.
First published:

Tags: National education day 2021