Home /News /explained /National Doctor's Day: કોરોના કાળમાં તબીબોએ આવી રીતે નિભાવી સમાજ પ્રત્યે જવાબદારી

National Doctor's Day: કોરોના કાળમાં તબીબોએ આવી રીતે નિભાવી સમાજ પ્રત્યે જવાબદારી

(પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

1 જુલાઈએ ડૉ. વિધાનચંદ્ર રોયની જન્મ જયંતિ અને પુણ્યતિથિ હોવાથી આ દિવસને નેશનલ ડૉક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે

    ડોક્ટરને ભગવાનનું રૂપ ગણવામાં આવે છે. વર્ષે લાખો લોકોના જીવ ડોક્ટરના કારણે બચી જાય છે. આપણા જીવનને સુરક્ષિત કરતા તબીબોના યોગદાનનું સન્માન કરવા માટે ડોકટર્સ ડે ઉજવવામાં આવે છે. દેશમાં દર વર્ષે 1 જુલાઈના રોજ નેશનલ ડોકટર્સ ડે (National Doctor’s Day 2021) મનાવવામાં આવે છે. 1 જુલાઈએ ડૉ. વિધાનચંદ્ર રોય (Dr Bidhan Chandra Roy)ની જન્મ જયંતિ અને પુણ્યતિથિ હોવાથી આ દિવસ નેશનલ ડોક્ટર્સ ડે મતરીકે નાવવાનું નક્કી કરાયું હતું. ડૉ. રોય મહાન તબીબ હોવાની સાથે પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી પણ હતા.

    નોબલ ગણાતા તબીબી વ્યવસાય તરફ ડો. રોયની પ્રતિબદ્ધતાને માન આપવા માટે ભારતમાં 1 જુલાઈને રાષ્ટ્રીય ડોક્ટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બીજી તરફ અમેરિકા 30 માર્ચે આ દિવસ ઉજવે છે.

    કોરોના મહામારી (Corona Pandemic) સામેની લડતમાં તબીબો સેનાપતિ સમાન રહ્યા છે. જ્યારથી મહામારી ફાટી નીકળી છે, ત્યારથી મોટાભાગના તબીબો રાત-દિવસ દર્દીઓની સેવા કરતા નજરે પડે છે. લોકોના જીવ બચાવતા બચાવતા અનેક ડોક્ટરો પણ જીવલેણ કોરોના વાયરસનો ભોગ બની ગયા હતા. અલબત્ત આ બાબતને નજર અંદાજ કરી તબીબો સતત દર્દીનારાયણની સેવામાં હતા.

    આ પણ વાંચો, Covid-19: દેશમાં કોરોનાનો મૃત્યુઆંક 4 લાખની નજીક પહોંચ્યો, એક દિવસમાં વધુ 1,005 દર્દીનાં મોત

    કોરોના વાયરસની સારવાર માટે કોઈ હજી કોઈ સચોટ દવા સામે નથી આવી. જેથી તબીબોએ પોતાના અનુભવથી દર્દીઓને બચાવ્યા હતા. કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓને અલગ-અલગ સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા આપવામાં આવી હતી. એક સમય તો એવો હતો કે, હોસ્પિટલમાં સેવા આપતા તબીબો અને અન્ય સ્ટાફ પાસે પોતાની સુરક્ષા માટે પણ પૂરતા સાધનો નહોતા, છતાં પણ તેઓએ પોતાની જવાબદારી ઉપાડી અને સમાજ તરફ પોતાની ફરજ નિભાવી હતી.

    આ પણ વાંચો, 2 મિનિટમાં કાર બની ગઈ એરક્રાફ્ટ! 8200 ફુટની ઊંચાઈ પર ભરી સફળ ઉડાન, જાણો ફ્લાઇંગ કારની ખૂબીઓ

    દેશમાં ઘણા લોકો એવા છે, જેઓને મોંઘી સારવાર પોસાય તેમ નથી. જેથી મહામારીની શરૂઆતના સમયમાં ઘણા તબીબોએ ઓનલાઈન માધ્યમથી વિનામૂલ્યે કન્સલ્ટેશન સર્વિસ પણ શરૂ કરી હતી. આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ કોરોનાનું સંક્રમણ લાગે તો કઈ કસરત કરવી અને કેવી કાળજી લેવી તે અંગેના વિડિઓઝ શેર કર્યા હતા.
    " isDesktop="true" id="1109929" >

    ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય માળખાનો અભાવ જોવા મળે છે. જેથી ઘણા ડોક્ટર અંતરિયાળ વિસ્તારોમાં જઈને દર્દીઓની સેવા કરતા જોવા મળ્યા હતા.
    First published:

    Tags: Corona warriors, COVID-19, Doctors day, Dr Bidhan Chandra Roy, National Doctor's Day, National Doctor's Day 2021, Pandemic

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો