વોશિંગ્ટન : નાસાએ એક અભ્યાસ હાથ ધર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો ચંદ્રની ભ્રમણકક્ષામાં થોડી પણ 'હલચલ' થશે તો સમુદ્રનું સ્તર વધશે અને 2030ના દાયકામાં વિનાશક પૂર આવશે. નાસાના એક અભ્યાસ મુજબ 9 વર્ષ બાદ દુનિયા પર પૂરનો ખતરો જોવા મળશે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, તેની સૌથી મોટી અસર અમેરિકા પર જોવા મળશે.
વિશ્વભરમાં હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે, અનેક સ્થળોએ ચક્રવાત તોફાન અને પૂરની સંખ્યામાં વધારો થયો છે. થોડા દિવસો પહેલા અમેરિકામાં પણ અનેક ચક્રવાત, વાવાઝોડા જોવા મળ્યા હતા. હવે આ અધ્યયનમાં ખુલાસો થયો છે કે, જો ચંદ્રની કક્ષામાં થોડી હલચલ આવશે તો, વિશ્વમાં ભયંકર પૂર આવશે અને યુ.એસ.ના દરિયાકાંઠે સૌથી વધુ નુકસાન ભોગવવું પડશે.
જો આપણે ચંદ્રની ભ્રમણકક્ષામાં થતી હિલચાલને કારણે સર્જાતા વિનાશને ટાળવું હોય તો, દુનિયાએ અત્યારથી બચાવ યોજનાઓ બનાવવી પડશે. નાસાના અધ્યયન મુજબ ચંદ્ર હંમેશાં સમુદ્રના તરંગોને અસર કરે છે. ચંદ્રમાં હલચલ થયા પછી, વિશ્વના ઘણા ભાગોમાં પૂર આવશે. તેના કારણે વિશ્વના ઘણા દેશોમાં વિનાશક પૂરની સમસ્યા ઉભી થશે. અમેરિકામાં આની સૌથી વધુ અસર જોવા મળી શકે છે. કારણ કે આ દેશમાં દરિયાકાંઠાના પર્યટક સ્થળો વધુ છે. અભ્યાસના મુખ્ય લેખક અને હવાઇ યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર ફિલ થોમ્પસનએ કહ્યું કે, ચંદ્રની ભ્રમણકક્ષામાં 'હલચલ' પૂર્ણ થવામાં 18.6 વર્ષ લાગે છે. અહીં આપણે ચંદ્રની હિલચાલ વિશે જાણવાની જરૂર છે.
થોમ્પસન સમજાવે છે કે, ચંદ્રમાં હિલચાલ હંમેશાં જોવા મળે છે, પરંતુ તેને ખતરનાક બનાવનારી વાત એ છે કે, ગ્રહ ગરમ થવાના કારણે સમુદ્રનું સ્તર વધશે. આ હલચલનું ચક્ર 2030ના દાયકાના મધ્યમાં પૂર્ણ થવાની અપેક્ષા છે અને સમુદ્રના વધતા સ્તર સાથે વિનાશક પૂર આવી શકે છે. નાસાની વેબસાઇટ અનુસાર, ચંદ્ર તેની લંબગોળ કક્ષાની ભ્રમણકક્ષા બનાવે છે, તો તેનો વેગ બદલાઇ જાય છે, જેથી "પ્રકાશ બાજુ" નો આપણો મત જુદા જુદા ખૂણા પર દેખાય છે. આ તે જ છે જે ચંદ્રમાં હલનચલનનું કારણ બને છે.
થોમ્પસનએ કહ્યું છે કે, જો એક મહિનામાં 10-15 વખત આવા ખતરનાક પૂર આવ્યા તો, જન-જીવન ખરાબ રીતે પ્રભાવિત થશે. લોકોના ધંધા-રોજગાર અટકી પડશે. પાણી ભરવાથી મચ્છર, રોગો થઈ શકે છે. ગ્લોબલ વોર્મિંગને કારણે વિશ્વભરના બરફ અને હિમનદીઓ સતત પીગળી રહ્યા છે, જેના કારણે દરિયાની સપાટી વધી રહી છે. આવી સ્થિતિમાં, નાસાની આ આગાહી બાદ વિશ્વએ ચેતવવું જોઈએ અને અત્યારથી જ બચાવ યોજનાઓ બનાવવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર